________________
૨૭૫
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
મુક્ત અવસ્થા છે. આવો મોક્ષ છે. અને શાસ્ત્રોને એમ કહેવું છે કે આ પાંચમું પદ એટલે મોક્ષ છે એમ જેણે આનંદપૂર્વક સ્વીકાર્યું, જેનું હૈયું નાચી ઊઠ્યું, તે સમ્યગ્દર્શન તરફ વળ્યો તેમ કહેવાય. હજુ સમ્યગ્દર્શન થયું નથી પણ સ્વીકાર થયો. અને મોક્ષ છે એ સ્વીકાર જ્યારે થાય ત્યારે સાધના સાર્થક, સમર્પણ સાર્થક. અહીંથી પરિવર્તનની શરૂઆત થશે. મોક્ષ છે તેમ સ્વીકાર્યા પછી જ ખરા અર્થમાં સાધનાની શરૂઆત થશે.
ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org