Book Title: Atmasiddhishastra Part 02
Author(s): Shrimad Rajchandra, Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul

View full book text
Previous | Next

Page 322
________________ ૨૭૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કંતાનના કટકા, ખાટી છાશ, ધંશ, બધું મળશે? ગળામાં સોગઠીયાના ઘરેણાં પહેરેલાં હતાં તે બતાવીને પૂછ્યું કે આવા ઘરેણાં ત્યાં હશે? તેને ક્યાં ખબર છે કે મહેલમાં તો હીરા, મોતી, માણેકનાં ઘરેણાં, લાખો રૂપિયાની કિંમતના કિંમતી ગાલીચા અને પકવાન હોય છે. જેમ તેને તેની ખબર નથી તેમ મોક્ષમાં સમાધિ છે, પરમ આનંદ છે તે આ જીવને ખબર નથી. જ્યાં સુધી આ મોક્ષ પ્રત્યે અદ્વેષ ન થાય ત્યાં સુધી મોક્ષનો પ્રારંભ થતો નથી. હરિભદ્રસૂરિ મહારાજે પ્રારંભમાં પૂર્વ સેવા માટે ચાર શબ્દો આપ્યાં. ગુરુદેવાદિ પૂજન, સદાચાર, તપ અને મુક્તિ પ્રત્યે અષ. જેનો મોક્ષ પ્રત્યે અણગમો નીકળી ગયો છે તેની ગાડી પાટા ઉપર આવી ગઈ છે તેમ કહેવાય. શુભ અને અશુભ કર્મોના પરિણામો આ જગતે જાણ્યા, ધર્મશાસ્ત્રો જાણ્યા. આખું જગત આ જાણે છે. અનંતકાળથી જીવ શુભ કરે છે, અથવા અશુભ કરે છે. શુભ એકાંતે હેય છે એમ જ્ઞાનીને કહેવું નથી. જ્ઞાનીને એમ કહેવું છે કે શુભ કે અશુભ જે પણ છે તેનો સંબંધ કર્મની સાથે છે. કર્મનો સંબંધ સંસારની સાથે છે. સંસારનો સંબંધ દેહની સાથે છે. દેહનો સંબંધ જન્મ મરણની સાથે છે. તમારે શું જોઈએ છે તે નક્કી કરી લો. આ વાત બરાબર સમજી લો કે જ્યાં સુધી શુભ કે અશુભમાં જીવાશે ત્યાં સુધી સંસાર નિશ્ચિત છે. સ્થિતિ બદલાય, સંયોગો બદલાય, પરિસ્થિતિ બદલાય, નરકને બદલે સ્વર્ગમાં જાય, પશુ અવતારને બદલે મનુષ્યગતિમાં આવે. મનુષ્ય ગતિમાંથી સ્વર્ગ લોકમાં જાય, પણ વર્તુળ તો એનું એ. એ સંસારમાં જ હશે. ચક્ર તો એનું એ જ ચાલુ રહેશે. એ ચક્રની બહાર નીકળી શકશે નહિ. સંસારચક્રની બહાર જેને નીકળવું છે, તેને શુભ અને અશુભથી પર થઈને, એક કૂદકો શુદ્ધમાં મારવો પડશે. અશુભ ભાવ-અશુભ કર્મો, શુભભાવ-શુભ કર્મો, આ બંનેના પરિણામો એટલે પાપ અને પુણ્ય જાણ્યા, પરંતુ ત્રીજી એક અવસ્થા છે તે શુદ્ધ અવસ્થા જાણી નથી, જ્યાં અશુભ ભાવ પણ નથી અને શુભ ભાવ પણ નથી. સાહેબ ! અમને હિંસા અને અહિંસાની ખબર છે. ભોગ અથવા ત્યાગની ખબર છે, સાચું છે અથવા જૂઠું છે તેની ખબર છે, લોભ છે તેની ખબર અથવા દાન આપવું તેની ખબર છે, પરંતુ આમાંનુ કંઈપણ ન હોય ત્યાં હોય શું? જ્ઞાની પુરુષ કહે છે કે જ્યાં કંઈ નથી ત્યાં તું હોય અને તું શુદ્ધ હોય, બધા વળગણથી પર હોય એવી તારી અવસ્થા થાય. ૮૯મી ગાથામાં પરમકૃપાળુ દેવે ઉપસંહાર કરતાં કહ્યું કે શુભ અને અશુભ કર્મ જાણ્યાં, તેનું ફળ પણ જાણ્યું, તો હવે એક ડગલું આગળ વધ. અશુભ અને શુભની નિવૃત્તિ થાય તો તેનું પણ કંઈક પરિણામ હશે ને ? શુભ અને અશુભ બંને છૂટી જાય તો તેનું પરિણામ સંસાર નથી પણ તેનું પરિણામ જે આવે તેને અમે મોક્ષ કહીએ છીએ. ૯૦મી ગાથામાં પરમકૃપાળુ દેવે બહુ સ્પષ્ટપણે કહ્યું કે “વીત્યો કાળ અનંત', તારો અનંતકાળ ગયો, ધન્યવાદ છે. ૪૮ મિનિટની એક સામાયિકમાં આપણો ટાઈમ જતો નથી. પચાસ વખત ઘડિયાળ સામે જોઈએ. પરંતુ અહીં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328