________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨ ૬૭ પણ નથી તો હાથી ક્યાંથી ઝૂલશે? પણ તાનમાં, મોહમાં કે ઘેલછામાં ગાતાં હોય છે.
અનંતકાળમાં ન મળે તેવો જોગ મળ્યો છે, મનુષ્યભવ મળ્યો છે, સદ્ગુરુ પણ મળ્યા છે, તો આત્માને મુક્ત કરવા સતત ઝૂરણાં, સતત પુરુષાર્થ, સતત ઇચ્છા કરે. શુભાશુભથી રહિત થઈ આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવામાં સફળતા પ્રાપ્ત કરી, મોક્ષમાર્ગ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરવી. તેનાથી આત્માનો સહજ સ્વભાવ પ્રગટ થાય છે.
તેરમું સૂત્ર : આ બધા જ ઉપાયનો એક ઉપાય છે. આત્મજ્ઞાની પુરુષ જે જે માર્ગે ચાલ્યાં છે, તે તે માર્ગે હિંમતપૂર્વક ડગલાં ભરજો, અને તેનું અવલંબન લેજો.
ચૌદમું સૂત્રઃ સમાપ્તિ કરતાં એમ કહેવામાં આવ્યું કે મનુષ્ય દેહમાં જ સતપુરુષનો જોગ, અને તત્ત્વપ્રાપ્તિ થાય છે. અનંતકાળે ન મળે તેવો યોગ તને મળી આવ્યો છે, તો હે ભાઈ ! હે સાધક ! હવે તેમાં વીર્ય ફોરવવું, એમાં પુરુષાર્થ કરવો, તેમાં તાકાત વાપરવી, અને અનાદિના કર્મબંધનથી આત્માને છોડાવવો, તો મોક્ષનો તારો જે સહજ સ્વભાવ છે તે પ્રગટ થશે.
વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ,
તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. આ ૯૦મી ગાથામાં ચૌદ સૂત્રો લાવ્યા. મોક્ષનો સ્વભાવ કેમ પ્રગટ થાય તેની કૃપાળુ દેવે વાત કરી. આજે ઘણી વાતો કરી અને દિલ ખોલીને કરી. કડવી વાતો પણ કરી છે, અને મીઠી વાતો પણ કરી છે. મા દીકરાને સાજો કરવા કડવી દવા પાય છે. મહારાષ્ટ્રમાં ગુરુને ગુરુમાતા કહે છે. ગુરુ માવડી કડવી દવા એટલા માટે પાય છે કે બાબો ઝટ સાજો થઈ જાય. તમે બધા બાબા ઝટ સાજા થઈ જાવ. છેવટે તો તમારા હિત સિવાય અમારા હૈયામાં બીજી કોઈ ભાવના ન હોય.
ધન્યવાદ!આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain
Te
re
—
- જામનગર
અ
ને
""
e; yorg