________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨ ૬૫
કરવાનો નથી. તમે બુદ્ધિ વાપરો છો, બળ વાપરો છો, પુરુષાર્થ કરો છો, ખાવાનો પણ ટાઈમ નથી, મરવાની પણ ફુરસદ નથી એમ કહો છો, જે આ બધો પુરુષાર્થ કરો છો તે પર પદાર્થની પ્રગાઢ આસક્તિ છે માટે કરો છો. તમારા કરતાં ખેડૂત ભાગ્યશાળી છે. ખેડૂત ખેતર ખેડતો હોય, બપોરના બાર વાગ્યા હોય. ઘરવાળી ભાત લઈને આવે. ભાત એટલે ખાવાનું. એક માટલીમાં છાશ હોય, કંતાનમાં રોટલો અને ઉપર ગોળનો દડબો મૂક્યો હોય. ખેડૂત થાક્યો હોય, રાહ જોતો હોય અને ઘરવાળી આવીને રોટલો છાશ પીરસી દે, એની પાસે ફાઈવસ્ટારનું જમવાનું પણ ફિક્કુ લાગે. તમારું ખાવાનું કેવું? ઓફિસમાં ટીફિનનું ખાવાનું. આ બધી મહેનત કોના માટે કરો છો? આ નોટોને કરવી છે શું? તમને થતું હશે કે આવું બોલાતું હશે? પણ ઈન્દ્રિયોના વિષયોમાં, અને દેહ પ્રત્યે પ્રગાઢ આસક્તિ હોવાથી જગતમાં આ બધો ખેલ ચાલ્યા કરે છે.
નવમું સૂત્ર: નવમું સૂત્ર બહુ જ મહત્ત્વનું છે. બહુ સ્પષ્ટતા કરીને કહેવાય છે કે, ભાઈ ! તું આ પદાર્થો, વસ્તુઓ અને શરીર માટે રાત દિવસ મથે છે ને? તું પુરુષાર્થ કરે છે ને? તો તું તારા હૈયામાં આ વાત કોતરી લે કે “આ વિષયભોગનાં સાધનો, પદાર્થો અને વસ્તુઓ, શાતા અને અશાતા, તારા ડહાપણથી નહિ મળે, એ કર્મને આધીન છે.” જીવન-મરણ, યશ-અપયશ, હાનિલાભ, સુખ મળવું કે દુઃખ મળવું, વિદ્યા, કીર્તિ, એ બધું વિધિના હાથમાં છે, કર્મના હાથમાં છે, પ્રારબ્ધના હાથમાં છે. જેવા કર્મો બાંધ્યાં હશે તે પ્રમાણે ફળ મળશે.
કોઈનો જન્મ મહારાજાને ત્યાં થાય. કંઈ માથાકૂટ જ નહિ. હીરા અને માણેકજડિત ઘોડિયામાં જ ઝુલવાનું. ૨૦ થી ૨૫ નોકરો સંભાળ લેવા માટે હોય. આવું આખી જિંદગી મથીએ, ૮૦ વર્ષ થાય તો પણ જોવા ન મળે. કારણ? ઓલો બાંધીને આવ્યો છે. જેવા કર્મો બાંધીને આવ્યા હોય તેવું મળે. આ કર્મતંત્રની સત્તા છે. તમારી સત્તા નથી, માટે કહીએ છીએ કે આ બધું કર્મને આધીન છે.
દસમું સૂત્ર : ફક્ત ચિંતા કરવાથી મોક્ષ મળતો નથી. આપણને તો કેટલી ચિંતાઓ વળગી છે?
બગીચામાં છોડ ખીલેલો હોય ત્યારે લાંબા લાંબાં પાંદડા છોડ ઉપર ઝૂલતા હોય છે. બીજે દિવસે જઈએ તો પાંદડામાં કાણાં દેખાય છે. આ શું થયું? માળી કહશે કે મોટી મોટી ઈયળો પાંદડામાં પડી છે અને તેણે પાંદડાઓ કોરી ખાધાં છે. તેવી જ રીતે ચિંતાની ઈયળો આપણા હૈયાને કોરી ખાય છે. આપણું હૈયું મોંઘુ નથી? કોઈ હાર્ટફેઈલથી મરી જાય તો શું થયું તેને? બધું બરાબર સાબદું હતું પણ આ હૃદય ગયું. એને ચિંતા રૂપી ઈયળો ખાઈ જાય છે. શેની ચિંતા છે તમને? મોક્ષ ક્યારે મળશે તેની? દશમા ગુણસ્થાને પહોંચવાની ? ક્ષેપક શ્રેણીની? વીતરાગ દશાની ? સંત ક્યારે મળશે તેની? બોલો તો ખરા? કોઈ કવિએ કહ્યું કે “ચિંતા કરતાં ચિતા ભલી.” ચિતા સારી, કેમકે તે મર્યા પછી બાળે છે પરંતુ ચિંતા તો જીવતા બાળે છે. કોઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org