________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૬૩ ગાયે જા અને તને મોક્ષ મળી જશે”, પણ આવો સસ્તો સોદો નથી. એમ મોક્ષ ન મળે. પુરુષાર્થ કરવો પડે અને પુરુષની આજ્ઞાએ વર્તવું પડે.
છઠું સૂત્ર : અશુભની ઇચ્છાથી રહિત અને શુભની ઇચ્છાથી પણ રહિત થઈને એક જ માત્ર શુદ્ધ અને પરિપૂર્ણ પરબ્રહ્મ આત્માને મેળવવા માટે, વીતરાગ દશા પ્રાપ્ત કરવા માટે સતત પ્રચંડ પુરુષાર્થ જો કરે તો આ મોક્ષનો સ્વભાવ પ્રગટ થાય. “તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. આમાં કંઈ સમજાયું? આ કડી બોલતા કેટલી વાર? માત્ર બોલવાથી ન થાય. પ્રચંડ પુરુષાર્થથી જ મોક્ષનો સ્વભાવ પ્રગટ થાય. તેથી શુભાશુભ છેદીને આ રીતે પુરુષાર્થ કરવો.
સાતમું સૂત્રઃ ફરીથી ભાર દઈને આ વાત કહું છું. પ્રચંડ પુરુષાર્થ ક્યારે થાય? સંસારથી, ભોગોથી, પરિગ્રહથી, આરંભ સમારંભ વિગેરેથી છૂટવા માટે તેને તીવ્ર ઇચ્છા થાય. જેને આ પુરુષાર્થ કરવો છે, એવા જીવને, એવા આત્માને પરમકૃપાળુદેવ કહે છે કે સંસારના ભોગો અને પરિગ્રહ, આરંભ, સમારંભ છોડવાની તીવ્ર ઇચ્છા થાય છે.
છ ખંડના માલિક ચક્રવર્તી તેની ઋદ્ધિને તણખલાની જેમ માનીને સંસાર છોડી જાય છે. જરા કલ્પના તો કરો. છ ખંડના માલિકને ચૌદ રત્નો, નવ નિધાન અને કરોડો રૂપિયાનાં કિંમતી આભૂષણો હોય. ૩૨ હજાર મુગટબંધ રાજાઓ સલામ કરતા હોય, નમસ્કાર કરતા હોય, એવા ચક્રવર્તી આટલી સંપત્તિ અને માન સન્માન હોવા છતાં, જેમ સાપ કાંચળી ઉતારી ચાલી જાય તેમ સંસાર છોડી ચાલી જાય છે. આપણને તો આ બધું મળે તો ગાંડા થઈ જઈએ. એ ચક્રવર્તીને સંસાર છોડવાની તીવ્ર ઇચ્છા હોય છે. મીરાંબાઈ પણ સંસાર છોડી ચાલી નીકળ્યા. ચક્રવર્તી તો ૬૪ હજાર સ્ત્રીઓને મૂકીને ચાલી નીકળે છે. તે વખતે સ્ત્રીઓ રડે છે ને કહે છે કે અમને મૂકીને સ્વામીનાથ જશો નહિ. ૬૪ હજાર સ્ત્રીઓ રડે તો શું હાલત થાય? ચક્રવર્તીનો કેવો વૈરાગ્ય હશે ! કેવી તીવ્રતા હશે ! સંસારનો મોહ રાખનારને મોક્ષ મળતો હશે? પૂર્ણ સ્વરૂપે પ્રગટ કરવા ચક્રવર્તી ધન દોલત, સ્ત્રીઓ, માન સન્માન બધું છોડી ચાલી નીકળે છે.
આ પ્રમાણે ધન્નાજી, શાલીભદ્રજી બધું જ મૂકીને ચાલી નીકળ્યા હતા. બધાં પાછળ રોયાં હશે, પરંતુ એમને સંસાર છોડવાનું દુઃખ ન હતું, વ્યથા ન હતી, મૂંઝવણ ન હતી. એ તો સદ્ગુરુ અને જ્ઞાનીની આજ્ઞામાં સર્વથા વર્તે છે. સૂત્ર યાદ કરો, “ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર.” મન, વચન અને કાયાના એકત્વથી નિરંતર સગુરુની આજ્ઞા ધારણ કરી તે આજ્ઞા પ્રમાણે વર્તે, સર્વથા વર્ત, પરમ પ્રેમથી વર્તે તો મોક્ષ સ્વભાવ પ્રગટ થાય.
સાતમા સૂત્રમાં પણ પરમકૃપાળુ દેવ એમ કહે છે કે જ્યાં સુધી જીવને સંસારના પદાર્થો માટે તીવ્ર મૂરણા છે ત્યાં સુધી મોક્ષ સ્વભાવ ન પ્રગટે. મોક્ષ મેળવવા તીવ્ર ઝૂરણાં જોઈએ. આપણા ગામમાં તો આપણી પેઢી સરસ ચાલે છે, ધીકતી આવક છે, ઘરાકો સારા છે પરંતુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org