________________
૨૬૨
પ્રવચન ક્રમાંક - ૬૪, ગાથા ક્રમાંક - ૯૦-૧ આત્મા વિષે માહિતી મળી, દર્શનમોહ શાંત થયો, ચૈતન્ય તત્ત્વનો સ્વાનુભવ થયો. ચડવાની જે ભૂમિકાઓ છે તે તેણે જોઈ. પરંતુ હવે આગળ વધવું પડશે. જેમ શત્રુંજયની તળેટીએથી દાદાનો દરબાર છે તે જોયો. વચ્ચે ચાલવાનો રસ્તો આવશે અને ગિરિરાજ ચડવો પડશે. ભાવ છે, ભક્તિ છે, ઉપર જવું છે, તેમ આ બધી જ ભૂમિકાઓ વટાવી વીતરાગતા પ્રાપ્ત કરવાની છે. એ તાકાત મારી પોતાની છે. એ તાકાતનો પ્રયોગ ચાલુ થાય તે પાંચમું સૂત્ર છે. હવે જંપીને નહિ બેસે. કહે છે ને કે ખાઈ ખપૂચીને મંડી પડ્યો. હવે મંડી પડે છે. બધું છોડીને મંડી પડે છે. આપણે તો બાદશાહી ઠાઠથી સાધના કરીએ છીએ. ખાતે હૈં, પીતે હૈ, પહનતે હૈ, ઔર મઝા કરતે હૈં. અરે ! બરાબર પાછળ પડવું પડે છે. આનંદઘનજીએ કહ્યું છે કે રઢ મંડી”, એને ખાવું, પીવું યાદ આવતું નથી. નિદ્રા આવતી નથી. મીરાંએ ગાયું.
અન્નડા ન ભાવે રાણા, નિદ્રા ન આવે,
લોકડાં કહે છે, મીરાં થઈ ગઈ રે ઘેલી. પાંચમું સૂત્ર ફરીથી સમજી લઈએ. સમ્યગદર્શન પ્રાપ્ત કરીને ઊભા નથી રહેવાનું. સમ્યગદર્શન જેમને થયું છે તેઓ આ ભૂલ કરતા નથી. સમ્યગદર્શન થયું નથી અને અમને સમ્યગુદર્શન થયું છે એવી ભ્રમણામાં જે જીવે છે તેનાથી આવી ભૂલો થાય છે. બસ તે એમ માને છે કે હવે વાત પૂરી થઈ ગઈ. પરંતુ સમ્યગ્દષ્ટિ બરાબર જુએ, તેણે ચૈતન્યને જાણ્યું. ચૌદ ગુણસ્થાનનું સ્વરૂપ જાણ્ય, ચારિત્ર મોહને પણ જોયો, ઘાતિકર્મો પણ જોયાં અને સાતમા ગુણસ્થાન પછી ક્ષપક શ્રેણી માંડીને આ બધાનો ફેંસલો કરવાનો છે એ પણ જાણ્યું અને આ કામ કરવાની તાકાત મારામાં છે તે પણ જોયું. ચિત્ર સ્પષ્ટ થઈ ગયું, માટે જ કહ્યું કે “એકાકી વળી વિચરતો સ્મશાનમાં એમને સ્મશાન યાદ આવ્યું. તમને મોટો હોલ, લગ્નનો મંડપ યાદ આવે. સ્મશાન યાદ આવે ખરું? આમને જ્ઞાન થયું અને સ્મશાન યાદ આવ્યું. છેલ્લી વખતે, આંખો મીંચાયા પછી જ્યાં જવાનું હોય, એ સ્મશાન તેમને ઉઘાડી આંખે યાદ આવે. ત્યાં તે ધ્યાનમાં ઊભાં છે. એકાકી ઊભા છે. તથા પર્વતમાં વાઘ સિંહનો સંયોગ છે, ત્યાં અડોલા આસને મુનિ બેઠા છે. ક્ષપક શ્રેણી માંડી છે, કર્મોનો ક્ષય થઈ રહ્યો છે.
એણે પરબ્રહ્મ પરમાત્માને જોયાં છે. તેના ઉપરથી આવરણો એને ખસેડવાં છે. ચારિત્ર્ય મોહને પણ દૂર કરવો છે, તેના મંડાણ કરે છે. લોકો તો “આપો આપો ને મહારાજ અમને શિવ સુખ આપો', આમ લાંબા લાંબા હાથ કરીને માંગે છે. એમ માત્ર માંગ્યે મોક્ષ ન મળે. તપવું પડે. ઘરેણાં થવા માટે, રાજાનો મુગટ બનવા માટે સોનાને તપવું પડે છે તેમ તપવું પડે. પુરુષાર્થ કરવો પડે, સાધનાની ભઠ્ઠીમાં ઝંપલાવવું પડે. એનું નામ તપ છે. તમારે ભઠ્ઠીમાં ઝંપલાવવું નથી અને ખાતાં પીતાં મોક્ષ જોઈએ છે. ઘણા કહે છે “કંઈ કરવાની જરૂર નથી. સરળ છે. ખાતાં પીતાં મોક્ષ મળી જશે. જ્ઞાતા દ્રષ્ટા ભાવ, સાક્ષી ભાવ, અનાસક્ત ભાવ રાખો. આ તો બધું પ્રારબ્ધ છે. તું તો ખાયે જા અને પ્રારબ્ધની વાત કર્યે જા, જ્ઞાતાભાવનું ગીત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org