________________
૨૪૮
પ્રવચન ક્રમાંક - ૬૩, ગાથા ક્રમાંક - ૯૦ વૈષ્ણવજન કહેવાય. અને બીજી પણ ચોખ્ખી વાત કરી કે પીડ પરાઈ જાણી શકાય, પર દુઃખે ઉપકાર કરી શકાય, પરંતુ મેં કર્યું તેવું અભિમાન ન કરાય. મનમાં પણ અભિમાન ન થવું જોઈએ. આપણે તો કહીશું કે અમે પાંચ લાખ રૂપિયા આપ્યા છે. અમારું નામ તખતી પર લખો. એક સાધુ મહારાજ કહેતા હતા કે ત્રીસ વર્ષ પહેલાં મેં મારી સંપત્તિને લાત મારી દીધી અને હું સાધુ બન્યો. કોઈ અનુભવીએ કહ્યું કે લાત તો મારી પરંતુ બરાબર લાગી નથી, કેમકે લાત મારી તે હજુ તમને યાદ છે. આ અંદર આસક્તિ રહી ગઈ, અભિમાન અંદર રહ્યું કે મેં લાત મારી, મેં છોડ્યું. “પર દુઃખે ઉપકાર કરે, તોયે મન અભિમાન ન આણે રે.” એમ કહેવું પડ્યું?
શુભ પ્રવૃત્તિ એટલા માટે કરવાની છે કે તેનાથી અંતઃકરણની શુદ્ધિ થાય, ચિત્ત અને મનની શુદ્ધિ થાય. દર્પણમાં મોટું જોવું હશે તો દર્પણ સ્વચ્છ જોઈશે. મેલું હશે તો મોટું નહિ દેખાય, એમ જો અંતઃકરણ શુદ્ધ નહિ હોય તો ધ્યાન નહિ થાય, ભક્તિ નહિ થાય, વૈરાગ્ય પ્રગટ નહિ થાય, અંતઃકરણ શુદ્ધ ન હોય તો મંત્ર જાપ પણ નહિ થાય. શુદ્ધ અંતઃકરણ આપણું દર્પણ છે. આપણો અરિસો છે.
સઘળા સંતો કહે છે કે જ્ઞાન વગર, આત્મ અનુભવ વગર મોક્ષ પ્રાપ્ત ન થાય. પછી કોઈએ પૂછ્યું કે સત્કર્મો કરીએ, તેથી લાભ થાય ખરો? તો કહે કે મોક્ષ તો આત્મજ્ઞાનથી જ થશે, અને આત્મજ્ઞાન થાય તે માટે ત્રણ પ્રક્રિયાઓ કરવી પડશે. શ્રોતવ્યો, મંતવ્યો, વિવિધ્યાતિવ્યો. આત્માનું શ્રવણ કર, મનન કર, તેનું નિદિધ્યાસન કર. એ પ્રક્રિયા કરવા માટે તારી પાસે નિર્મળ અંતઃકરણ એટલે ચોખ્ખું મન જોઈએ. કબીરજી કહે છે
‘મન છેસો નિર્નમયો, નૈસો ગંગા નીર.” અમારું મન ગંગાના પાણી જેવું નિર્મળ થઈ ગયું છે. પહેલાં કબીર, હરિ હરિ કરતાં હતા, અને હવે હરિ કબીર કબીર કરે છે. કારણ? એમનું અંતઃકરણ પવિત્ર થયું છે. અધ્યાત્મની સાધના કરવી હોય, ધાર્મિક સાધના કરવી હોય તો માણસ પાસે ગંગાના પાણી જેવું સ્વચ્છ શુદ્ધ મન જોઈશે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ત્રીજા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે,
सोही उज्जुयभूयस्स धम्मो सुद्धस्स चिट्ठइ । (३/१२) ઋજુ એટલે સરળ જીવની શુદ્ધિ થાય છે. શુદ્ધ થયેલ જીવમાં ધર્મ ટકે છે. જેમ જમીનમાં વાવેતર કરવું હોય તો કાંટા કાંકરા કાઢી નાખવા પડે, જમીનને ખેડીને પોચી કરવી પડે. પોચી જમીન હોય તો બીજ ઊગે. ભગવાન કહે છે કે હૃદયની જમીન પોચી નહિ હોય તો ધર્મનું બીજ નહિ ઊગે. પોચા એટલે નરમ હૃદયના બે લક્ષણ છે. એક સરળતા અને બીજું લક્ષણ છે શુદ્ધિ. સરળ અને શુદ્ધ હૃદય જેની પાસે છે તેના અંતઃકરણમાં જ્ઞાન પ્રગટ થાય છે. શાન્ત મનસિ, જ્યોતિઃ પ્રશિત T શાંત મનમાં જ્યોતિ પ્રકાશે છે. એટલા માટે કહ્યું કે અંતઃકરણની શુદ્ધિ માટે સત્કર્મની પ્રવૃત્તિ નિષ્કામ ભાવે-કામના વગર, બદલાની આશા વગર, કંઈ પણ વેતનની આશા વગર કરવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org