________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૫૫ તમારી દાસી હું. અબ જમાના બદલ ગયા. હવે હું દાસી છું એમ નહીં કહે, પણ તમે દાસ છો, એમ કહેશે. શરણે જવું એટલે સ્વસ્વામિત્વ મૂકી દેવું. મારો હક્ક નહિ, અધિકાર નહિ અને સ્વામિત્વ પણ નહિ. પછી શું થાય ? સદ્ગુરુને બધું સોંપી દેવાથી એમની પાસેથી બોધ પ્રાપ્ત થાય. બોધ ખજાનો છે. પ્રવચનની, વ્યાખ્યાનની વાત જ નથી. પ્રવચન, ભાષાણ, વ્યાખ્યાન આ તો ખેલ છે, પરંતુ બોધ ખજાનો છે. બોધ અંદર ઊતરે, અંદર ફેરફાર કરે, બધું બદલાવી નાખે. જેમ દવાની ગોળી લો ને અંદર ફેરફાર થાય, તેમ બોધ પ્રાપ્ત થવાથી અંદર ફેરફાર થાય. બોધ પ્રાપ્ત થાય એટલે સમજ બદલાઈ જાય, મૂલ્યાંકન બદલાઈ જાય, વલણ બદલાઈ જાય. આ બોધ બહુ મહત્ત્વનું કામ કરે છે. બોધ જીવનની મૂડી છે. બોધને તે અનુસરે છે અને બોધ આવ્યા પછી ગુરુદેવ જે આજ્ઞા આપે તે માત્ર પાળે છે, તેમ નહિ પરંતુ આરાધના કરે છે.
જગતમાં ઘણી ઘટનાઓ બની છે. એક શિષ્ય ગુરુ પાસે આવ્યો છે. મોટો રાજા હતો. તેને વૈરાગ્ય થયો અને ગુરુ ચરણમાં તેણે મસ્તક ઝુકાવી કહ્યું, ગુરુદેવ! મારે શું કરવાનું છે? ગુરુદેવે કહ્યું, કરીશ? તો કહે હા કરીશ. આ સાવરણી પડી છે તે લઈ વાળવા માંડ. ક્યાં સુધી કરું તેમ પૂછવાનું નહિ, બસ વાળવાનું જ. સાવરણી લઈને વાળ્યા કરવું. કોઈપણ જાતના વિકલ્પો વગર તેણે વાળવાની શરૂઆત કરી, એને અહંકાર ઓગાળી નાખવો હતો. હજારો મણ લોખંડનો ગઠ્ઠો ઓગળી જાય, પણ આ અહંકાર ઓગળતો નથી. અહંકાર બહુ ભારે અને જબરો છે. સગુરુ જે આજ્ઞા આપે છે, તે આજ્ઞાની તે આરાધના કરે છે. અને એ આજ્ઞાની આરાધના કરતાં કરતાં તેને સદ્ગુરુ પાસેથી બોધ મળે છે.
ત્રણ સૂત્રો જોયાં. આવા ચૌદ સૂત્રો છે. આ ચૌદ સૂત્રોમાં મહત્ત્વની પ્રક્રિયાઓ છે, સંપૂર્ણ કાર્યક્રમ છે. હવે પૂછવું નહિ પડે કે અમારે શું કરવું? પાયાથી માંડીને શિખર સુધીનો કાર્યક્રમ છે. વચમાં અટકીને ઊભા નહિ રહો. ૯૦મી ગાથામાં ગુપ્ત ખજાનો છે. પરમકૃપાળુ દેવે કહ્યું છે કે તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.” મોક્ષ સ્વભાવ ઉત્પન્ન કરવાની આ સામગ્રી છે.
બાકીનાં સૂત્રો હવે પછી જોઈશું.
ધન્યવાદ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org