________________
૨ ૫૬
પ્રવચન ક્રમાંક - ૬૪, ગાથા ક્રમાંક - ૯૦-૧
પ્રવચન ક્રમાંક - ૪
ગાથા ક્રમાંક - ૯૦-૧
મોક્ષસ્વભાવપ્રાગટ્યના સૂત્રો
વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ;
તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. (૯૦) કડી છેલ્લી - ઊપજે મોક્ષ સ્વભાવ.
મોક્ષ આપણો સ્વભાવ છે, તે શું કરવાથી પ્રગટ થાય છે? શુભ અને અશુભ એ બને વિભાવો, ક્રિયાઓ, પ્રવૃત્તિઓ છે, તેનો છેદ મૂકવાથી મોક્ષ સ્વભાવ પ્રગટ થાય. તેનાં થોડાં સૂત્રો આપણે જોઈ રહ્યા છીએ.
ત્રીજા સૂત્રમાં એવું સૂચવવામાં આવ્યું કે જન્મ અને મરણથી ત્રાસ થાય તો મોક્ષ મેળવવાનો પ્રયત્ન થાય. આ ત્રાસ શબ્દ બહુ મહત્ત્વનો છે. કોઈપણ માણસ પજવતો હોય તો આપણે કહીએ છીએ કે આ મને બહુ ત્રાસ આપે છે. તેનાથી છુટકારો થાય તો સારું. આ જે પજવે છે, ત્રાસ આપે છે, પીડા આપે છે એ બધા કરતાં જન્મ મરણની પીડા સૌથી વધારે છે. હવે જન્મ લેવો નથી એવી ઝંખના અંદર ચાલુ થાય. કારણ? જમ્યા પછી આ બધું બને છે.
પૂ. ઉમાસ્વાતિ ભગવંતે કહ્યું કે, જગતમાં જેટલા દુઃખો છે, તેમાં આ શરીર નિમિત્ત છે. જન્મતાં શરીર મળે છે અને શરીર આપણને બહુ વહાલું અને પ્રિય છે. શરીર બહુ સુંદર ભલે હોય પણ જેટલાં દુઃખો છે તે શરીર પાછળ આવે છે. વૃદ્ધાવસ્થા જન્મ પછી, રોગ જન્મ પછી, મૃત્યુ જન્મ પછી, ઈષ્ટનો વિયોગ જન્મ પછી, સંયોગ જન્મ પછી, અનુકૂળતા અને પ્રતિકૂળતા જન્મ પછી, ભૂખ, તૃષા, સન્માન, અપમાન જન્મ પછી આવે. જો જનમ્યા જ ન હોત તો કોઈ ઉપાધિ જ ન હોત. આ જન્મ દુઃખનું નિમિત્ત છે. તો કઈ રીતે જન્મ ટળે? જન્મવું નથી તેમ કહેવાથી દુઃખ કે જન્મ બંધ નહિ થાય, પરંતુ તેની એક પ્રક્રિયા છે, એક ક્રિયા છે, વિકાસ છે, એની એક પદ્ધતિ છે, રીત છે.
સૌથી પહેલાં જન્મ મરણથી બચવા એ સદ્ગુરુની શોધ કરીને સદ્ગુરુના શરણે જાય તો કામ થાય. આ જગતમાં અલગ અલગ વિભાગો છે, અલગ અલગ યોજનાઓ છે. પરંતુ જન્મ મરણ ટળે તેવી યોજના સદ્ગુરુ પાસેથી જ મળે. વકીલ કાયદાની સલાહ આપે, ડૉક્ટર દર્દનું નિદાન કરે, એજીનિયર પ્લાનીંગ કરી આપે, પરંતુ જન્મમરણ ટળે તે વ્યવસ્થા તો સદ્ગુરુ પાસેથી જ મળે. સદ્ગુરુ શરણે આવેલા શિષ્યને બોધ આપે છે. જ્ઞાન શબ્દ નથી પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org