________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૫૭ બોધ શબ્દ છે. બોધ તેને કહેવાય કે વાસ્તવિક, યથાર્થપણે જેવું તત્ત્વ છે તેવું, કંઈપણ ઉમેર્યા વિના, કંઈપણ ઘટાડ્યા સિવાય જાણવું. પ્રવચનકાર અને સ્વાધ્યાયકારની એ જવાબદારી છે કે પોતાના પ્રવચનમાં, આગમમાં જેમ છે તેમ કહેવું, પણ યથાર્થ કહેવાને બદલે મરડીને વાત કરે, જેમ હોય તેમ ન કહે, તો એ દોષિત બને છે. યથા એટલે જેમ અને અર્થ એટલે તત્ત્વ. યથાર્થ એટલે તત્ત્વ જેમ છે તેમ કહેવું. તેમ નહીં કહેવાના કારણે અનેક મતભેદો, માન્યતાઓ, સંપ્રદાયો ધર્મના નામે ઊભા થાય છે ને જીવમાં રહેલી શ્રદ્ધાનો દુરુપયોગ થાય છે. શ્રદ્ધા એ મહત્ત્વનો ગુણ છે. ભગવદ્ગીતામાં કહ્યું છે કે “શ્રદ્ધાવાન મતે જ્ઞાનમ્ ” ભગવાન મહાવીરે તેમાં એક શબ્દ ઉમેર્યો, સભ્યશ્રદ્ધા, યથાર્થ શ્રદ્ધા, મૌલિક શ્રદ્ધા અથવા તાત્ત્વિક શ્રદ્ધા.
યથાર્થ નિરૂપણ કરીને શિષ્યની પાસે તત્ત્વની વાત મૂકે તેને કહેવાય છે બોધ. સદ્દગુરુ પાસેથી આવો બોધ શિષ્યને મળે છે. જિંદગીમાં પહેલી વાર તેના કાન ઉપર આત્મા શબ્દ આવે છે, ચૈતન્ય અને સ્વરૂપ નામનો શબ્દ આવે છે.
તન ધન સ્નેહ રહ્યો નહિ વાકુ, ક્ષણ મેં ભયો રે ઉદાસી,
જાકુ જ્ઞાનકળા ઘટ ભાસી. આ જ્ઞાનકળા તેનામાં ખીલે. સૂર્ય ઊગે છે અને તેના એક કિરણમાં પ્રકાશ આપવાનું સામર્થ્ય છે, તેમ જ્ઞાનનો સૂર્ય પૂરો ખીલ્યો નથી, પરંતુ જ્ઞાનનું એક કિરણ તેની અંદર આવ્યું છે, કિરણ આવતાની સાથે ભૂલાઈ ગયેલો આત્મા તેને યાદ આવે છે. આત્મસિદ્ધિના પ્રારંભમાં પરમકૃપાળુ દેવ કહે છે કે તમે શા કારણથી દુ:ખ પામ્યા? તો જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત', સ્વરૂપ સમજ્યા નથી માટે અમે અનંત દુઃખ પામ્યા છીએ. અનંત દુઃખનું મૂળ શું? અનંત દુઃખોનું મૂળ બાહ્ય પદાર્થોનો અભાવ નહિ, પ્રતિકૂળ સંજોગો નહિ, પરંતુ સ્વરૂપની સમજણ નથી તે છે. તમારી માન્યતા-વાત જુદી છે. તમે તો કહો છો કે પૈસા નથી માટે દુઃખ છે, મકાન બરાબર નથી માટે દુઃખ છે, ઘરવાળી કે ઘરવાળો બરાબર નથી માટે દુઃખ છે. જ્ઞાની તો કહે છે આ દુઃખ નથી, પરંતુ સ્વરૂપ સમજ્યા નથી તેથી દુઃખ છે.
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત તો સ્વરૂપ સમજવા શું કરવું? તેનો ખુલાસો કરે છે કે “સમજાવ્યું તે પદ નમું કોઈકે સમજાવ્યું, કાન ઉપર ભણકાર આવ્યો, કાન ઉપર અવાજ આવ્યો, કોઈ સમજાવનાર મળ્યા. એ સમજાવનાર જે મળ્યા તે સદ્દગુરુ. તેઓ ભગવાન છે અમારા માટે. કબીરજીએ કહ્યું કે “સંત સાહેબ એક હૈ સાહેબ ન્યારા નથી પરંતુ સંત એ જ સાહેબ છે. સદ્દગુરુ ભગવંત પાસેથી બોધ અમને મળ્યો. અમને ખબર પડી કે અમે શું છીએ ? હજુ તો અમે એમ ઘૂંટતા હતા કે હું શરીર છું, હું વાણિયો છું, હું બ્રાહ્મણ છું, હું યુવાન છું, હું
સ્ત્રી છું, હું પુરુષ છું, હું કાળો છું, હું રૂપાળો છું, હું કદરૂપો છું, હું સુખી છું, હું દુઃખી છું, પરંતુ આ બધુ એક ઝાટકે ગયું. હવે સમજ પડી કે આ તો દેહની વાતો છે. આ મારી વાતો નથી. દેહ અને આત્મા એક છે તે માનવાના પરિણામે અમારો આરોપ દેહ ઉપર થતો હતો. હવે અમને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org