________________
૨૫૮
પ્રવચન ક્રમાંક - ૬૪, ગાથા ક્રમાંક - ૯૦-૧ એમ ખબર પડી કે દેહ જુદી વસ્તુ છે અને અંદર રહેલ આત્મા જુદો છે. હાથમાં રાખીને સદ્ગુરુએ અમને બતાવ્યો કે જો તું આ. તું જે માને છે અને સ્વીકારે છે તે તું નહિ. જે તું સમજે છે, ખ્યાલ કરે છે, તે તું નહિ, તું તેનાથી જુદો છે. આવું ભાન થયું તેને કહેવાય છે બોધ. આવો બોધ મળ્યા પછી અંદરમાં કાર્યની શરૂઆત થાય છે.
ચોથું સૂત્ર ઃ જેને બોધ મળ્યો તેને હજુ આત્મ અનુભવ થયો નથી. આત્મ સાક્ષાત્કાર થયો નથી, તેનામાં ઘટના ઘટી નથી, એને સ્વાદ મળ્યો નથી, ચૈતન્યનો સ્પર્શ એને થયો નથી. એને આત્મ દર્શન થયું નથી, પરંતુ જેનું દર્શન કરવાનું છે, જેની અનુભૂતિ કરવાની છે, તેનું સ્પષ્ટ ચિત્ર તેની સામે આવી ગયું. આર્કીટેકટના પ્લાનમાં ભૂલ ન જોઈએ. જો ભૂલ થાય તો ફરી દિવાલ તોડી નવેસરથી કરવું પડે. તેવી જ રીતે જેનું દર્શન કરવાનું છે તેનું સ્વરૂપ બુદ્ધિમાં ભૂલ વગરનું આવવું જોઈએ. ભૂલ વગરનું સ્વરૂપ, જેવું છે તેવું સ્વરૂપ બુદ્ધિમાં આવવું તેને કહેવાય છે બોધ. સમજવા પ્રયત્ન કરજો. હજુ દર્શન તો બાકી છે, અનુભવ તો બાકી છે, સાક્ષાત્કાર બાકી છે. ઘારી હજુ ખાવા મળી નથી, પણ ઘારી વિષે પૂરો ખ્યાલ આવી ગયો કે ઘારી સુરતમાં મળે છે, આટઆટલી વસ્તુથી બને છે. પૂરેપૂરું સંપૂર્ણ ચિત્ર બરોબર આવી ગયું, પણ એનો સ્વાદ નહિ આવે, પણ જ્યારે કટકો મોંમા મૂકશો ત્યારે થશે કે વાહ ! વાહ ! શું ધારી છે ! ચૈતન્યનો બોધ થયો, તે બોધ થતાં શાંતિ મળે છે, તો અનુભવ થતાં કેવી અવસ્થા આવતી હશે !
ગઈ દીનતા સબ હી હમારી, પ્રભુ તુજ સમક્તિ દાનમેં, પ્રભુ ગુણ અનુભવકે ૨સ આગે, આવત નહિ કોઉ માન
હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં. (ઉપા.યશોવિજયજી મહારાજ) પ્રભુ ! ચમત્કાર થયો. આશ્ચર્ય થયું. જીવનમાં ભય, ચિંતા, ખેદ, અકળામણ, નેગેટીવ, નકારાત્મક વલણ, ટેન્શન, સપ્રેશન, ડીપ્રેશન જે કંઈ હતું તે બધો કચરો વગર ટેબલેટે નીકળી ગયો. દુઃખના ડુંગર હતા તે ગયા. અનુભવી કહે છે કે ગઈ દીનતા સબ હી હમારી', હવે લાચારી રહી નથી. ‘અરેરે...અમે તો કર્મના ફુટેલાં', એવા શબ્દો હવે નહિ આવે. વો દિન ગયે. નિરાશા, દુઃખ, મૂંઝવણ, ભાર, બોજો જે કંઈ હતું તે બધું ગયું. કંટાળતા હતા, રોતા હતા, અકળાતા હતા, બ્લડપ્રેસર વધી જતું હતું, બીજાને દોષ આપતા હતા, તે બધું ગયું. આશ્ચર્ય થયું, પ્રભુ ! આવી ઘટના ઘટી તે માટે ઘણું આશ્ચર્ય થયું. અમે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે ટાટા, બિરલા બન્યા નથી, પરંતુ અંદરમાં એવો એક ટચ થઈ ગયો અને અમારી ચિંતા ચાલી ગઈ. હવે તો અમારી પાસે ચક્રવર્તી પણ ફિક્કો છે અને સ્વર્ગલોકનો ઈન્દ્ર પણ ફિક્કો છે.
ભગવાન નેમનાથની મારી પ્રિય વાત છે, તે તમે સાંભળી હશે. નેમનાથની જાન જઈ રહી હતી, ત્યાં રસ્તામાં તેમણે પાંજરામાં પૂરેલાં પશુઓનો પોકાર સાંભળ્યો. એમણે સારથીને પૂછ્યું કે અહીં આ બધું શું થઈ રહ્યું છે ? સારથીએ કહ્યું, સાહેબ ! તમારા લગ્ન થવાનાં છે,
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International