________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૫૯
એટલે લગ્નમાં મીજબાની આપવા આમાંથી ભોજનિયાં ગંધાશે. ‘સાજન માજન કાજે ભોજનિયાં રંધાશે.’ નેમનાથનું હૃદય કકળી ઊઠ્યું અને બોલ્યા કે ‘મજા અમારી, સજા બીજાને આ તે ક્યાંનો ન્યાય ?’ આ માનવતા નથી, માણસાઈ નથી, અમારી મજા માટે બીજાને સજા, પોતાના સુખ માટે બીજાને દુઃખ ? આપણી શાંતિ માટે બીજાને અશાંતિ ?
નથી પરણવું, નથી પરણવું, ગર્જયા નેમકુમાર, સારથિ રથને પાછો વાળ. સારથિએ રથ પાછો વાળ્યો. અને સખીઓએ રાજમતીને કહ્યું કે નેમ દગો આપીને પાછા વળી ગયા. સખીઓની ટીકા ટીપ્પણી ચાલુ થઈ કે વરરાજા આવા છે ને તેવા છે. બહુ સારું થયું કે લગ્ન પહેલાં ખબર પડી ગઈ, અમને એમ પણ સમાચાર મળ્યા છે કે નેમકુમાર રંગે ભીનેવાન છે. કુંવારી કન્યાને તો સો વર અને સો ઘર હોય. આના કરતાં વધારે સુંદર રાજકુમાર શોધી લઈશું. આમ સખીઓ અંદર અંદર વાત કરે છે ત્યારે રાજીમતી અદ્ભુત ઉત્તર આપે છે. દેખો માઈ ! અજબ રૂપ જિનજીકો,
ઉનકે આગે ઓર સબહુ કો, રૂપ લાગત મોહે ફીકો.
મેં નેમનાથ ભગવાનને જોયા, એમની પાસે બધા રૂપ મને ફિક્કા લાગે છે. મારે નેમનાથ જ જોઈએ, મારે બીજા કોઈ જોઈતા નથી. શું થયું ? પરિવર્તન, ટ્રાન્સફરમેશન થયું. તેમ અહીં અંદરમાં ક્રાંતિ થઈ અને અંદ૨માં બોધ મળ્યો. બોધથી શાતા મળી, શાંતિ મળી. જ્યારે અનુભવ થશે, ત્યારે મુખમાંથી શબ્દો સરી પડશે, ‘ગઈ દીનતા સબહી હમારી’, પણ એ માટે પ્રક્રિયામાં ઢળવું પડશે. એ અનુભવ માટે સાધનાની ભઠ્ઠીમાં તપવું પડશે. હિંચકે બેઠાં બેઠાં અને આઈસક્રીમ ખાતાં ખાતાં આત્મજ્ઞાન નહિ થાય. લોકો આશ્રમમાં આવે તો પૂછે છે કે જમવાની શું વ્યવસ્થા છે ? ચા કેટલી વખત મળશે ? બાજુમાં પેપ્સી, કોકાકોલાની દુકાન ખરી ? જીવને આ બધા વગર ચાલતું નથી. સોનુ એમ કહે છે કે અમારે અલંકારરૂપ બનવું હશે તો ભઠ્ઠીમાં પહેલાં તપવું પડશે. આરસપહાણના પથ્થરને મૂર્તિ બનતા પહેલાં હજારો ટાંકણાંનો માર સહન કરવો પડે છે. ટાંકણાં ખમવાની તાકાત જેનામાં હશે તે ભગવાનની મૂર્તિ બનશે. તે જ પ્રમાણે તપ કરવાની તાકાત જેનામાં હશે તેને સમ્યગ્દર્શન થશે. એમ ને એમ સમ્યગ્દર્શન નહિ થાય. સમ્યગ્દર્શન મોક્ષનું દ્વાર છે. કોઈ એમને એમ વારસાગત સમ્યગ્દર્શન આપી શકે નહિ. તે માટે કિંમત ચૂકવવી પડે છે. ‘સંતપણા મફતમાં નથી મળતાં, એના મૂલ્ય ચૂકવવા પડતાં.’
આ પરમકૃપાળુદેવ મોતીડાંનો મેહ વરસાવી રહ્યા છે. આવો બોધ મળે, બોધની મૂડી મળે એટલે તેની પાસે આત્માનું સ્પષ્ટ ચિત્ર આવે. એને આત્માનો અનુભવ નથી થયો પણ આત્મા વિષે સત્ય, યથાર્થ જેમ છે તેમ ભૂલ વગર બોધ મળ્યો. આવો બોધ મળ્યા પછી પ્રમાદ મૂકીને નિરંતર પુરુષાર્થ કરવો પડે. પ્રમાદ એટલે નિદ્રા, આળસ, ભોગવિલાસ, રસીલાપણું, દુરાચાર, કષાય. આ બધા પ્રમાદના લક્ષણો છે, સ્વરૂપ છે. પ્રમાદ છોડીને નિરંતર પુરુષાર્થ કરતાં કરતાં દર્શનમોહ મંદ પડે છે. અંદર કામ થાય છે. દૃષ્ટિમાં જે મૂંઝવણ પેદા કરે તેનું નામ
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International