________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૫૩ જેવો આત્મા, જાણવા જેવો આત્મા, ધ્યાન કરવા જેવો આત્મા, સાક્ષાત્કાર કરવા જેવો આત્મા, મેળવવા જેવો પણ આત્મા અને આપણા સૌનો ખજાનો પણ આત્મા. મીરાંબાઈ કહે છે,
વસ્તુ અમોલીક દી મેરે સદગુરુ, કિરપા કરી અપનાયો,
પાયોજી મૈને રામરતન ધન પાયો. મારા સદ્ગુરુએ મારા ઉપર કૃપા કરી. મારા સદૂગુરુએ મને અમૂલ્ય વસ્તુ આપી. સદ્દગુરુ તમને શું આપે ? આત્મા આપે. સગુરુ શેરના ભાવ ન આપે, સદ્ગુરુ લગ્ન માટે કન્યા શોધી ન આપે. સદ્ગુરુ ઘોડિયાં ન બંધાવે, એ સદ્ગુરુનું કામ નથી. સદ્ગુરુ તો જે આત્મા ભૂલાઈ ગયો છે તે યાદ કરાવે. આત્મા આપવાની ચીજ નથી. તમે પોતે જ આત્મા છો, તે છે પણ તમે જાણ્યો નથી. જો આત્મા જાણ્યો જ નથી તો ઉપયોગ આત્મામાં ઠેરવશો કઈ રીતે?
શુભ અશુભને છેદીને, પોતાના સ્વરૂપમાં કરવું તે સમ્યગુદર્શન વિના બનતું નથી અને એ માટે બીજું સૂત્રઃ હું બંધાણો છું, હું દુઃખમાં છું અને હું અશાંત છું, તેવું તીવ્ર ભાન થવું.
હું વિકારો અને કર્મોથી બંધાયેલો છું, દુઃખી છું તેમ લાગવું જોઈએ. તમને દુઃખ લાગે છે કે નથી લાગતું તેની અમને ખબર નથી. પરંતુ જ્ઞાની પુરુષ કહે છે કે છ ખંડનો માલિક ચક્રવર્તી પણ દુઃખી જ છે, જેની પાસે ૮૪ લાખ રથ, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘોડા છે અને ૯૬ કરોડ ગામના જે સ્વામી છે, જેને ૬૪ હજાર સ્ત્રીઓ છે. આ વાત સાંભળી ગભરાશો નહિ, આ ચક્રવર્તીની વાત છે. આટલું બધું હોવા છતાં ચક્રવર્તી દુઃખી છે. અને ઝૂંપડીમાં જ રહે છે, રોટલો અને છાશ જેને ખાવા માટે છે એવો સમ્યગૃષ્ટિ મહાત્મા ઈન્દ્ર કરતાં પણ સુખી છે. તમારા સુખ દુઃખની વ્યાખ્યા બદલાવો. તમારું સુખ ટકનાર નથી, કાયમ નથી. સુખ તો અંદરથી આવે છે એ અંદરની પેદાશ છે. સુખ તમારો સ્વભાવ છે. જેમ સાકર ગળી છે તેમ આત્મા સુખમય છે. આત્મામાં તમે જાવ, તમને સુખનો અનુભવ થાય.
પહેલો અનુભવ એમ થવો જોઈએ કે હું પરતંત્ર છું, બંધાયેલો છું, પરાધીન છું. તમારી ઇચ્છા પ્રમાણે શું બને છે? કહો. તમારી ઇચ્છા પ્રમાણે તમારી તબિયત સારી રહે છે? તમારી ઇચ્છા પ્રમાણે ઘરમાં બધા વર્તે છે? તમારી ઇચ્છા પ્રમાણે ધન દોલત મળે છે ? તમારી ઇચ્છા પ્રમાણે ઠંડી ગરમી આવે છે? તમે કેટલા પરતંત્ર છો? કેટલા પરાધીન છો? તમારા દુઃખનો પાર નથી પણ કહેતાં નથી. બધાં જ દુઃખી છે, કોણ કોને કહે? કોઈને પૂછવા જેવું છે નહીં કે કેમ છો? જો પૂછ્યું તો એક કલાક બગાડશે. કહેશે કે, દુઃખની વાતો કોને કહું? આ હૈયું ક્યાં ખાલી કરું? આ સંસારી દુઃખ. તો હું અશાંત છું, દુઃખી છું, કર્મથી બંધાયેલો છું, તેનું ભાન થવું જોઈએ. ત્રીજું સૂત્રઃ જન્મ-મરણથી ત્રાસ છૂટે. શંકરાચાર્યજીએ સરળ ભાષામાં કહ્યું...
पुनरपि जननं पुनरपि मरणं, पुनरपि जननीजठरे शयनम् ।
इह संसारे खलु दुस्तारे कृपयापारे पाहि मुरारे ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org