________________
પ્રવચન ક્રમાંક - ૬૧, ગાથા ક્રમાંક - ૮૫ થી ૮૮ મદિરા માંસ આહાર, ભોજન નિશિ અંધાર; ગુણી નિંદાનો ઢાળ, લેશ્યા દૂર અધિકાર; નારકીમાં અવતાર, એણે લક્ષણ નિરધાર.
આવા ભાવો અને ક્રિયાઓ નરકગતિમાં લઈ જનાર છે. દાન, સરાગ સંયમ, તપ, ઉત્કૃષ્ટ આરાધના, વ્રતો વિગેરે શુભ ભાવો, શુભ અધ્યવસાયો અને શુભ ક્રિયાઓ શુભગતિમાં લઈ જનાર છે. અને તે તે પ્રકારના શુભ અધ્યવસાય મનુષ્ય ગતિમાં અને અશુભ અધ્યવસાય પશુગતિમાં પણ લઈ જાય. લોકો પૂછતાં હોય છે કે અમારે મર્યા પછી ક્યાં જન્મવાનું થશે ? જ્ઞાની પુરુષો કહે છે કે આખી જિંદગીનો ચોપડો વાંચી જા, આપોઆપ ખબર પડશે કે તારી જગ્યા ક્યાં છે ? ભાવ કરી કરીને આપણે આપણી જગ્યા નક્કી કરીએ છીએ. આ સંસારમાં ચાર ગતિ છે. ઉત્કૃષ્ટ શુભભાવ હોય તો ઊર્ધ્વગમન અને પરિણામે દેવલોક. ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય હોય તો અધોગમન અને પરિણામે નરકગતિ. તેમજ તે તે પ્રકારના મધ્યમ શુભ અશુભ ભાવ જો હોય તો મધ્યમસ્થિતિ અને પરિણામે મનુષ્યગતિ અથવા પશુગતિ.
દરેક દ્રવ્યનો આવો વિશેષ સ્વભાવ છે, અને એ સ્વભાવ જીવનમાં જ્યારે કામ કરે છે ત્યારે જે પ્રકારનો ભાવ તે પ્રકારનું ફળ આવે છે. જે પ્રકારનાં પરિણામ હોય તે પ્રકારનાં પરિણામ ભોગવવા માટેનાં સ્થળો પણ આ જગતમાં હોવા જોઈએ. આવી વ્યવસ્થા જગતમાં અનાદિકાળથી છે.
૨૩૦
ફરી સમજવા કોશિશ કરીએ, દરેક પદાર્થનો વિશિષ્ટ સ્વભાવ છે. પરમકૃપાળુદેવે કહ્યું, આ વાત ઘણી ગહન છે. દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે. પુણ્યનો વિશેષ સ્વભાવ છે, અને આત્માનો પણ પોતાનો સ્વભાવ છે. આત્મા રાગ કરે છે તો રાગમાં પણ શક્તિ વાપરે છે, અને દ્વેષ કરે છે તો દ્વેષમાં પણ શક્તિ વાપરે છે. અશુભ વૃત્તિ અને શુભ વૃત્તિ થાય છે. અને જેવો ભાવ થાય, તે પ્રમાણે ક્રિયા થાય છે. એ ભાવ અને ક્રિયા ભેગા થવાથી રચના થાય છે. તેના ઉપર ફળ ભોગવવાનું નક્કી થાય છે. એ ફળ અથવા પરિણામ ભોગવવા માટે જુદા જુદા સ્થળો ચોર્યાશી લાખ જીવાયોનિ છે. એક નાની કીડી જુઓ, એક મચ્છર જુઓ, એક પક્ષી, એક પશુ અને એક મનુષ્ય જુઓ, આમ જુદા જુદા ગણીએ તો તેમના ઉત્પત્તિ સ્થાનો-યોનિઓ ચોર્યાશી લાખ છે. જગતના કોઈ કારખાનામાં આ પ્રકારો તૈયાર થતા નથી, કોઈ આને ઘડતું પણ નથી.
પદાર્થનો-દ્રવ્યનો પોતાનો અચિંત્ય સ્વભાવ છે અને તે પ્રમાણે કામ થાય છે. આના ઉપરથી નક્કી થાય છે કે જીવનમાં જે કંઈ ફળ ભોગવવાનું આવે છે, અથવા જે પરિણામ આવે છે, તેની રચના કરનાર આપણે પોતે જ છીએ. પરિણામ આવે ત્યારે આપણે બૂમાબૂમ કરીએ છીએ, પણ જેવાં કર્મો કરીએ તેવું ફળ, તેવું સ્થાન મળે છે. વિશેષ પુણ્ય ભોગવવાનાં, વિશેષ પાપ ભોગવવાનાં અને મધ્યમ પુણ્ય તથા મધ્યમ પાપ ભોગવવાનાં સ્થાનો આ જગતમાં છે. તેના કારણે સુખ દુઃખ થાય તેવી ઘટનાઓ પણ જગતમાં ઘટે છે. એ પ્રકારનાં કર્મો ભોગવવાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org