________________
૨૪૦
પ્રવચન ક્રમાંક - ૬૨, ગાથા ક્રમાંક - ૮૯-૯૦ શાસ્ત્રીય પરિભાષામાં જ્ઞાન માટે એક શબ્દ છે ઉપયોગ. ઉપયોગ એટલે જાણવું અને જોવું, એ જોવે છે બહાર અને જાણે છે બહાર. તેના બદલે અંતર તરફ વળી જે પોતાના સ્વરૂપને જ જાણે, જે પોતાના સ્વરૂપમાં જ સ્થિર છે, એવી અવસ્થા જ્યાં થાય છે ત્યાં વિકલ્પો ઊઠતા નથી. આવી નિર્વિકલ્પ અવસ્થાને કહેવાય છે શુદ્ધ ઉપયોગ. આપણો ઉપયોગ આત્મામાં સ્થિર થાય ત્યારે બીજી એક ઘટના ઘટે છે. કઈ? જે કર્મો આવતાં હતાં, જે આવક થતી હતી તે આવક બંધ થઈ ગઈ.
કર્મોનું આવવું બે પ્રકારે થાય છે. એક શુભ એટલે પુષ્ય રૂપે, બીજું અશુભ એટલે પાપ રૂપે. આ આવક જો હોય તો તેની વ્યવસ્થા નવા નવા જન્મો લઈ કરવી પડે છે, પરંતુ એક એવી અવસ્થા છે કે જ્યાં આવક જ નથી. કર્મો ન આવે એવી જે અવસ્થા તેને શાસ્ત્રીય પરિભાષામાં સંવર કહે છે. દરવાજા અને બારી બારણાં ખુલ્લા હોય તો કચરો ધૂળ આવે પણ બારી બારણાં બંધ હોય તો કચરો ધૂળ અંદર ન આવે, તેમ કર્મો આવવાના દ્વાર ઉઘાડા છે એટલે પુણ્ય અને પાપ આવે. એક અવસ્થા એવી છે કે કર્મ આવવાનાં દ્વાર બંધ થયાં, કારણ? ઉપયોગ સ્થિર થયો.
સ્થિર ઉપયોગ જો હોય તો ચંચળતા ગઈ,
ચંચળતા ગઈ તો નિજ કલ્પના ગઈ, નિજ કલ્પના ગઈ તો રાગદ્વેષ ગયા, રાગદ્વેષ ગયા તો કષાયના ભાવો ગયા, કષાયના ભાવો ગયા તો વૃત્તિઓ ગઈ, વૃત્તિઓ ગઈ તો વિકલ્પો ગયા,
વિકલ્પો ગયા તો તે ઠર્યો,
ઠર્યો ત્યાં કર્મબંધ થતો નથી. આવી એક અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય છે. ઉપયોગ સ્થિર થાય ત્યારે સંવર એટલે નવાં કર્મોની આવક બંધ થાય છે. સંવર સાથે એક બીજી પણ ઘટના નિર્જરાની ઘટે છે, તમે નવા કર્મો આવતાં રોક્યા, પણ તમારી પાસે કર્મોનું જમા ખાતું ઘણું જ મોટું છે. ૭૦ કોડાકોડી, ૩૦ કોડાકોડી સાગરોપમ કાળ સુધી કર્મો રહે તેટલી મોટી બેલેન્સ છે. હવે નવા કર્મો આવતાં રોકાયા તો જૂનાં કર્મોનું શું થશે? જ્યારે તમારું જ્ઞાન, તમારો ઉપયોગ તમારા આત્મામાં સ્થિર થાય ત્યારે નવા કર્મો આવતાં રોકાય અને જૂનાં કર્મો જ પડ્યા છે તેનો નિકાલ થતો જાય.
જાણ ચારિત્ર તે આત્મા, નિજ સ્વભાવે રમતો રે,
લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહ વને નવિ ભમતો રે. આત્મસિદ્ધિમાં પણ એક કડી આગળ આવશે કે “વૃત્તિ વહી નિજ ભાવમાં અહીં ટર્નંગ
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org