________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૩૭
પ્રાપ્ત થાય. આ દુઃખ ભોગવવાની બે જગ્યા. (૧) નરક ગતિ અને મધ્યમ દુ:ખ ભોગવવાની અવસ્થા તે (૨) પશુગતિ. ઢોરને દુઃખ તો છે જ પરંતુ નારકી જેટલું નથી. ઉત્કૃષ્ટ અને પરાકાષ્ટાનું દુઃખ નારકીને ભોગવવાનું છે. અને મોટી મુશ્કેલી એ છે કે અધવચ્ચે આયુષ્ય ખતમ થાય નહિ. ત્યાં કોઈ એક્સીડન્ટ ન થાય કે માંકડ મારવાની દવા કે ઝેર મળે નહિ કે જે પીને મરી જવાય. પરમેનન્ટ જીવવું પડે. જેટલું આયુષ્ય હોય તે ભોગવવું જ પડે, ત્યાં કોઈ બચાવનાર કે છોડાવનાર નથી. કોઈ રક્ષણ કરનાર નથી. કુટુંબ સગાવહાલાં નથી, ત્યાં કોઈ મદદે આવનાર નથી. બે મીઠા શબ્દો બોલનાર નથી. તમે જાણો અને તમારું કર્મ જાણે. આવું દુઃખ નરકગતિમાં ભોગવવાનું અને મધ્યમ દુઃખ પશુગતિમાં ભોગવવાનું હોય છે. ત્યાં દુઃખ ભોગવાય છે અને પાપનો ક્ષય થાય છે. પાપ પુણ્યનો ક્ષય થઈ શકે છે. ફરી નવેસરથી પાપ પુણ્યની શરૂઆત થાય છે. જૂનાં કર્મો ભોગવાય, ક્ષય થાય અને નવાં કર્મો બંધાય છે.
શિષ્ય કહે છે કે હે ગુરુદેવ ! ‘કર્મ રહિત ન ક્યાંય'. ક્યાંય પણ આત્મા કર્મરહિત થયેલો જોવામાં આવતો નથી. જીવમાત્ર કર્મ સહિત હોવાથી તેઓ શુભ અને અશુભનું ફળ ભોગવતાં જણાય છે. આ પ્રક્રિયા કાયમની છે. જીવ શુભ કરે, પુણ્ય બંધાય. અશુભ કરે, પાપ બંધાય. પુણ્ય અને પાપ ભોગવવા જુદી જુદી ગતિઓમાં જવું પડે. ત્યાં પુણ્ય ભોગવે પણ અહંકાર કરે, ભોગવે છે પુણ્ય, કરે છે અશુભ ભાવ, મારા જેવો કોઈ સુખી નથી. દુઃખ પાપ ભોગવતાં દ્વેષ કરે, દુઃખી થાય, દુર્ધ્યાન કરે અને ફરી કર્મ બાંધે છે, માટે કર્મરહિત સ્થળ ક્યાંય જોવામાં આવતું નથી.
છેલ્લી વાત, અત્યાર સુધી શુભ ભાવો કે અશુભ ભાવો કર્યા છે. કર્મ પણ શુભ કે અશુભ બાંધ્યાં છે, અને પ્રવૃત્તિ પણ કાં તો શુભ અથવા અશુભ કરી છે. કાં તો પુણ્યનો બંધ અથવા પાપનો બંધ કર્યો છે. અને બધું ભોગવતાં ભોગવતાં અનંતકાળ વીત્યો પરંતુ તેનો મોક્ષ થયો નથી. માટે હે ગુરુદેવ ! મને કહેવા દો કે તે કર્તા છે, ભોક્તા છે, કર્મના પરિણામ વારંવાર ભોગવવાં પડે છે, પરંતુ તેનો છુટકારો અથવા મોક્ષ ક્યારેય નથી.
શિષ્યની વાત અહીં પૂરી થાય છે. હવે સદ્ગુરુ તેનું સમાધાન કરવાનો પ્રારંભ કરે છે. તેઓ કહે છે કે તારી વાત ઘણી સ્પષ્ટ છે.
જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ;
તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. (૮૯)
અહીંથી સંબોધન બદલાઈ ગયું. ગુરુદેવ સંબોધનમાં સુજાણ શબ્દ વાપરે છે. સારી પેઠે જાણે તેને સુજાણ કહેવાય. ગુરુદેવ તરફથી પ્રમાણપત્ર મળ્યું કે તું વિચક્ષણ છે, સારી પેઠે સમજી શકે તેવો છે, તારામાં સમજવાનું સામર્થ્ય છે માટે વિચાર કર. ઊંડાણથી વિચાર કર. તાત્ત્વિક વિચાર કર, પારમાર્થિક વિચાર કર.
પહેલી વાત, જેમ શુભ અને અશુભ આ બન્ને કર્મ છે, તેમ તેનાં ફળ પણ છે. શુભ કર્મનું ફળ પુણ્ય અને અશુભ કર્મનું ફળ પાપ છે. પુણ્ય ભોગવતી વખતે શાતા અને પાપ ભોગવતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org