________________
૨૩૪
પ્રવચન ક્રમાંક - ૬૧, ગાથા ક્રમાંક - ૮૫ થી ૮૮ સંપૂર્ણપણે શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરીએ. રાગદ્વેષથી મુક્ત બનીએ તેને જ્ઞાની પુરુષોએ ધર્મ કહ્યો છે. આગળ જતાં પરમકૃપાળુ દેવ એમ કહેવાના છે કે જેમ શુભ થાય છે, તેનું ફળ છે અને અશુભ થાય છે તેનું પણ ફળ છે તેમ શુભ અને અશુભ બંનેથી નિવૃત્તિ થાય તો મોક્ષ મળ્યા વગર રહે નહિ. શું શબ્દ વાપર્યો? અશુભથી પણ નિવૃત્તિ અને શુભથી પણ નિવૃત્તિ. અશુભથી નિવૃત્તિ તો ગળે ઊતરે તેવી વાત છે, પણ શુભથી પણ નિવૃત્તિ એ વાત થોડી કાઠી પડે તેવી છે. મહાપુરુષોએ કહ્યું છે કે પુણ્યની મીઠાશને પણ દૂર કરી વીતરાગતા પ્રાપ્ત કરવાની છે. ૮૯મી ગાથામાં પરમકૃપાળુ દેવ આ વાતને સ્પષ્ટ કરવાના છે.
ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org