________________
૨૩૨
પ્રવચન ક્રમાંક - ૬૧, ગાથા ક્રમાંક - ૮૫ થી ૮૮ શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાંય;
અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. (૮૮) ટીકા કર્તા ભોક્તા જીવ હો, પણ તેથી તેનો મોક્ષ થવા યોગ્ય નથી, કેમ કે અનંતકાળ થયો તો પણ
કર્મ કરવારૂપી દોષ હજુ તેને વિષે વર્તમાન જ છે. (૮૭). શુભ કર્મ કરે તો તેથી દેવાદિ ગતિમાં તેનું શુભ ફળ ભોગવે, અને અશુભ કર્મ કરે તો નરકાદિ ગતિને વિષે તેનું અશુભ ફળ ભોગવે; પણ જીવ કર્મરહિત કોઈ સ્થળે હોય નહીં. (૮૮)
આત્મા કર્મનો કર્તા છે, એ માન્યું. આત્મા કર્મનો ભોક્તા છે તે પણ માની લીધું, પરંતુ મોક્ષ નહિ થાય. કારણ? અનંતકાળ ગયો. જો થવાનો હોત તો થઈ ગયો હોત. ચાન્સ મળ્યો હોત, ઘટના ઘટી હોત, અવસર આવ્યો હોત, બીના બની હોત અને મોક્ષમાં પહોંચી ગયા હોત. અનંતકાળ વીત્યો પણ વર્તમાનમાં દોષ છે. વર્તમાનમાં સંસાર તો ઊભો જ છે, જન્મ મરણ તો થયા જ કરે છે. મોક્ષ પ્રાપ્તિ હજુ થઈ નથી, તેના ઉપરથી એમ લાગે છે કે મોક્ષ નથી. મોક્ષ નથી તેમ જો નક્કી થાય તો કર્મો અમને વળગેલાં છે તે કાયમ રહેશે. અમારા કર્મો સાથે છૂટાછેડા નહિ થાય. પતિ પત્ની વચ્ચે છૂટાછેડા થાય, પણ કર્મો સાથે નહિ થાય. વર્તમાનકાળમાં પણ આ જીવ દોષથી ભરેલો જ છે. દોષમાંથી મુક્ત થયા નથી એટલે જન્મ મરણ પણ હજુ ઊભાં જ છે. આજે પણ દેહમાં છીએ, આજે પણ રાગદ્વેષ કરીએ છીએ. આનો અર્થ એમ થયો કે અનંતકાળ ગયો, અમે એવા ને એવા રહ્યા, અને અનંતકાળ એવા ને એવા રહીશું, માટે મોક્ષની પ્રાપ્તિ નહિ થાય. શિષ્ય આવી શંકા પ્રગટ કરે છે. બીજી મહત્ત્વની વાત શિષ્ય એ કરે છે કે નિયમ પ્રમાણે શુભ કર્મ કરે તો શુભ ફળ મળે, અશુભ કર્મ કરે તો અશુભ ફળ મળે. આનંદધનજી મહારાજે શ્રેયાંસનાથ ભગવાનના સ્તવનમાં એક મઝાની કડી મૂકી છે કે...
જે કિરિયા કરી, ચઉગતિ સાધે, તે અધ્યાત્મ નવ કહીએ રે. જગતમાં મોટા ભાગના ધર્મો શુભ સુધી પહોંચ્યા છે. એમણે શુભની વાત કરી છે. ઉત્તર મિમાંસા, પૂર્વ મિમાંસા અને વેદોમાં એમ કહ્યું છે કે તમે આ યજ્ઞ કરશો તો આવો દેવલોક મળશે. આવું પાપ કરશો તો નરકનું પરિણામ ભોગવવું પડશે. પરંતુ તેઓ ચાર ગતિથી આગળ ગયા નથી. ચાર ગતિ છે તેમ માનનારા મોટા ભાગના દર્શનો છે, તેમની બધી વ્યવસ્થા બે જ પાયા શુભ અને અશુભ ઉપર છે. શુભને પણ વટાવી શુદ્ધમાં ડોકિયું કરવાનું સાહસ લગભગ જગતના બીજા ધર્મોએ કર્યું નથી. શુભ સુધી પહોંચાયું છે, પરંતુ શુભની આગળ શુદ્ધ છે તેમાં ડૂબકી મારી નથી.
વીતરાગ પરમાત્માના દર્શનમાં અશુભનો સ્વીકાર કર્યો, શુભનો સ્વીકાર કર્યો અને શુભાશુભથી પર થઈને શુદ્ધમાં ડૂબકી મારવાની વાત કરી છે. જે શુદ્ધમાં ડૂબકી મારે છે તે વીતરાગ અવસ્થાને પ્રાપ્ત કરે છે, રાગદ્વેષથી મુક્ત બને છે. આપણી હાલત એવી છે કે શુભ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org