________________
૨ ૨૫
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા હોવો જોઈએ, ધૂની હોવો જોઈએ. તેને સમજણ ઓછી હોવી જોઈએ.
જગતમાં કારણ વગર કાર્ય થતું નથી. શુભ અને અશુભ બે ભાવ છે. શુભ ભાવનું કાર્ય સુખ અને અશુભ ભાવનું કાર્ય દુઃખ છે. જગતને જોતાં શુભ અને અશુભ બને કારણો કામ કરે છે. શબ્દ બહુ મઝાનો વાપર્યો છે, તે જ શુભાશુભ વેદ્ય'. વેદ્ય એટલે ભોગવવા લાયક. આપણે શું ભોગવીએ છીએ? આપણે કરેલું શુભભાવનું ફળ સુખ અથવા તો આપણે જ કરેલું અશુભ ભાવનું ફળ દુઃખ ભોગવીએ છીએ. માટે પતિએ કરેલું શુભ પત્ની ભોગવી શકે નહિ. અને પત્નીનું કરેલું અશુભ પતિ ભોગવી શકે નહિ. જે જેણે કર્યું હશે, તે તેણે ભોગવવું રહ્યું. વિનિમય કે ટ્રાન્સફર થતું નથી. મિલ્કત કે મકાન ટ્રાન્સફર થાય. પરંતુ શુભ અશુભ ટ્રાન્સફર થતું નથી. આ વ્યવસ્થા હોત તો ખબર નથી કે શું પરિણામ આવત? પણ ટ્રાન્સફર થતું નથી, આપ-લે થતી નથી. “શુભાશુભ વેદ્ય'. શુભ કર્મ ભોગવવા યોગ્ય છે, અને અશુભ કર્મો પણ ભોગવવા યોગ્ય છે. આ કર્મો ભોગવવાની વ્યવસ્થા સમગ્ર વિશ્વમાં છે. આ સમજણ જો પ્રાપ્ત થાય તો, ગમે તે હાલત કે ગમે તે સંજોગોમાં આ જીવ, શાંતિથી, સમતાથી, સમભાવથી પસાર થઈ શકે.
એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ,
કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય. આટલી વાત કરીને ગુરુદેવ આપણી ગેરસમજ દૂર કરે છે. તે ગેરસમજ એવી છે કે આત્માએ કર્મ કર્યા તે વાત સાચી, શુભાશુભ ભાવ આત્મા કરે છે તે વાત પણ સાચી, અને તેના પરિણામે કર્મ રચના પણ થાય છે, તે વાત પણ સાચી. પરંતુ તે શુભાશુભ ભાવનું ફળ આપવા કોઈ એજન્સી હોવી જોઈએ. એ એજન્સી કર્મ પ્રમાણે ફળ આપે. કર્મોને શું ખબર પડે કે શું ફળ આપવું? આવી એજન્સીનું નામ ઈશ્વર છે તેમ શિષ્યનું કહેવું છે. અને ગુરુદેવ તેનું સમાધાન એમ કહીને કરે છે કે આવી કોઈ એજન્સી જગતમાં નથી. પ્રત્યેક પદાર્થ સ્વતંત્ર છે. પ્રત્યેક પદાર્થનો પોતાનો અલગ અલગ સ્વતંત્ર સ્વભાવ છે અને એ સ્વભાવ હોવાના કારણે ભોગવવું પડે છે, અને ભોગવવાથી કર્મો ભોગવાઈ પણ જાય છે. તેમાંથી આપણો છુટકારો પણ થાય છે.
આવી સ્પષ્ટતા ૮૫મી ગાથામાં ગુરુદેવ કરશે. અને ૮૬મી ગાથામાં જગતમાં કર્મો ભોગવવાનાં જુદા જુદા સ્થાનો છે, તે સ્થાનો પર જઈ સુખ અને દુઃખ ભોગવાય છે. ત્યાં જુદી જુદી ઘટનાઓ અને બનાવો બને છે તેનું વર્ણન આ ૮૬મી ગાથામાં આગળ આવશે.
ધન્યવાદ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org