________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૨૩
અને સમજણપૂર્વક જુઓ. જગતમાં તમને દ્વન્દ્વ દેખાશે. એક સરખું નહિ દેખાય. વિષમતા દેખાશે. એક શંક છે, એક રાજા છે. એક ગરીબ છે અને એક અમીર છે. એક સુખી છે, એક દુઃખી છે. એક ઉચ્ચ છે, એક નીચ છે. એક રૂપરૂપનો ભંડાર છે અને એક કાળા કોલસાને પણ શરમાવે તેવો છે. એકમાં બળ છે અને એક નિર્બળ છે. આટલી બધી વિચિત્રતા જગતમાં દેખાય છે, તેનું કારણ તે વ્યક્તિને એ પ્રકારનાં પરિણામ ભોગવવાનાં છે માટે દેખાય છે. જગતમાં એક વ્યક્તિ રૂપાળી, એક કુરૂપ, એક રોગી, એક નિરોગી એમ શા માટે થાય છે ? કારણ કે જે વ્યક્તિમાં આ ઘટના ઘટે છે, તેને કંઈક ભોગવવાનું છે. કેમ ? તેણે કંઈક શુભાશુભ ભાવો કર્યા છે. શુભાશુભ ભાવો કરેલા હોવાના કારણે કાર્યણ પરમાણુઓમાં ચમત્કારિક શક્તિ ઉત્પન્ન થઈ છે. તે શક્તિને પ્રયોગ કરવો છે, અને પરિણામ આપવું છે. તે પરિણામ આપવા તેને તમારામાં કામ કરવું છે અને તમારે એ ભોગવવાનું છે. એ ભોગવવા વ્યવસ્થા અંદરમાં થાય છે અને તમે કર્મફળના ભોક્તા પણ બનો છો, શુભાશુભ જે કંઈ કર્મો છે તે ભોગવવાં પડે છે.
પરમકૃપાળુદેવે સોળ વર્ષની ઉંમરે, ‘કર્મના ચમત્કારો' શીર્ષક નીચે મોક્ષમાળામાં એક પાઠ લખ્યો છે. જગતમાં અસંખ્ય ઘટનાઓ રોજ બને છે. કેટલીક સાંભળતાં હર્ષ થાય અને કેટલીક ઘટના સાંભળી દુઃખ પણ થાય છે. જગતમાં શું નથી બનતું ? એક ઠેકાણે પાંચ પકવાન પીરસાઈ રહ્યાં છે, અને ભોજન થઈ રહ્યું છે, મિજબાની થઈ રહી છે જ્યારે બીજી જગ્યાએ મૃત્યુ થયું છે અને મરસિયા ગવાઈ રહ્યા છે. ભતૃહિરએ એમ કહ્યું છે કે સવારે અમે એક ગામમાં ગયા હતા, ત્યાં માંડવા નંખાયા હતાં, બહેનો મંગલ ગીતો ગાઈ રહી હતી. રાસ લેવાતા હતા, વાજીંત્રો વાગતાં હતાં, ભાતભાતનાં ભોજન પીરસાતાં હતાં અને સાંજે ત્યાંથી નીકળ્યા તો બહેનો છાતી કૂટતી હતી. આ જોયા પછી અમને એમ લાગ્યું કે નિં અમૃતમય વા વિષમય વા । આ સંસારને અમૃત કહેવો કે વિષથી ભરેલો કહેવો ? ખબર નથી પડતી, કેમ આવો વિષમભાવ જગતમાં જોવા મળે છે. આનું કારણ પ્રત્યેક વ્યક્તિને જુદું જુદું ભોગવવાનું છે. એક વ્યક્તિ માંદગીના બિછાને હતી, એક દિવસ એવો હતો કે તે તંદુરસ્ત હતી, શક્તિશાળી અને પહેલવાન હતી. ક્રિકેટ પણ રમતી હશે અને તે વ્યક્તિ લાખો રૂપિયા કમાતી પણ હશે, છતાં આજે તે મરણ પથારી પર પડી છે. હાથ પણ ઊંચો કરી શકતી નથી અને પાણી પણ પી શકતી નથી. આ શું થયું ? આવી હાલત કેમ થઈ ? એને પૂર્વના કર્મો ભોગવવાનાં છે. તેણે શુભાશુભ ભાવો કર્યા છે અને તેના પરિણામે કર્મમાં ચમત્કારિક શક્તિ ઉત્પન્ન થઈ છે અને એ ભોગવવા માટે જગતમાંથી સામગ્રી મળી રહે છે. આવી જગતના તંત્રની એક આશ્ચર્યકારક વ્યવસ્થા છે.
જ્ઞાની પુરુષો સંસારને આશ્ચર્યકારક કહે છે, એ અમૃતમય છે કે વિષમય છે ? પરંતુ તેમાં કોઈનો વાંક નથી. પરમકૃપાળુ દેવે કહ્યું છે કે તે તથ્ય છે, તેમાં વાસ્તવિકતા છે. સનાતન સત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org