________________
૨૨૧
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા જોઈએ ને ! એકલું કોયૂટર લાવીને દસ વર્ષ મૂકી રાખો તો એકલું તે કશું નહિ કરે, તેમ કર્મ કહે છે કે તમે ભાવ કરો, ફીડ કરો, પછી જ અમારું કામ ચાલુ થાય છે. ત્યાર પહેલાં અમારું કામ ચાલું થતું નથી. આ વાત જેટલી વહેલી ઝડપથી સમજાશે તેટલો વહેલો ખ્યાલ આવશે કે ઓહો ! આ તંત્ર તો મારા હાથમાં છે. આની ચાવી મારા હાથમાં છે. આમાં કર્મનો કંઈ વાંક નથી.
કર્મ છે તે વ્યવસ્થા છે. ધારો કે ટ્રાફિક સિગ્નલની લાલ લાઈટ ચાલુ થઈ ગઈ છે અને તમારી ગાડી આગળ લઈ ગયા તો પોલીસ તમને પકડશે. કેમકે નિયમ હોવા છતાં તમે આગળ ગયા ને? તેમ ભાવની ધારા થઈ તો કર્મ રચના થઈ ને? કર્મનો દોષ છે જ નહીં. યશોવિજયજી મહારાજ કહે છે, કેસે દેત કર્મનકુ દોષ.” અલ્યા તને વિચાર નથી આવતો? તું કર્મને કેમ દોષ આપે છે? ઉપયોગ તારો, શુભાશુભ ભાવો તારા અને યોગ પુલનો. આ ઠેકાણે યોગ એટલે મન, વચન અને શરીર એ ત્રણેની ચંચળતા. મનની ચંચળતા તે વિચાર, વચનની ચંચળતા તેનો અર્થ ભાષા અને શરીરની ચંચળતા તેનો અર્થ શારીરિક ક્રિયા. મન, વાણી અને શરીરમાં ચંચળતા થઈ. અશુભની ધારા અંદર ઊઠી તેથી મનમાં મેલો વિચાર આવે, ભાષામાં કડકાઈ આવે અને શરીરથી પાપની ક્રિયા થાય. જે કંઈપણ મન, વચન અને શરીરમાં ક્રિયા થાય છે તેને કહેવાય છે યોગ. આત્મામાં જ્ઞાનની ધારા થાય છે તેને કહેવાય છે ઉપયોગ. ઉપયોગ + યોગ તેનો સરવાળો થવાથી કર્મતંત્ર બને છે. આ બંને જો ભેગા ન થાય તો કર્યતંત્રની રચના કદી પણ થતી નથી માટે જ્ઞાની પુરુષો કહે છે કે રાગ દ્વેષ સહિત પરમાં પરિણમવું એ પ્રક્રિયા જે તારામાં થાય છે તેને ભાવકર્મ કહે છે. અને તેથી એમ કહ્યું કે “ભાવકર્મ નિજ કલ્પના માટે ચેતનરૂપ.”
આ ભાવકર્મ જે થાય છે તે તારી કલ્પના છે, તારો ભાવ છે, તારી ધારા છે માટે અમે તેને ચેતનરૂપ કહીએ છીએ. આટલો ચેતનનો ફાળો ભાવ, તેનાથી વિભાવ પરિણામ થાય છે અને વિભાવ થવાના પરિણામે આત્માના પ્રદેશમાં કંપન થાય છે અને કંપન થવાના પરિણામે કાર્પણ પરમાણુઓમાં હલચલ થાય છે અને તેમાંથી કમરચના થાય છે, તેને દ્રવ્યકર્મ કહે છે, એ દ્રવ્યકર્મ સંસારની આખી બાજી સંભાળી લે છે. તે જડ છે પણ તેનામાં પ્રક્રિયા થાય છે. તમને લાડુ બનાવવાનો ભાવ ઊઠ્યો તો લોટ, ઘી, ગોળ ના નહિ પાડે. તેનામાં અંદર પરિણમવાની ક્ષમતા છે. પુદ્ગલ દ્રવ્યમાં પરિણમવાની ક્ષમતા છે અને આત્મદ્રવ્યમાં પણ પરિણમવાની ક્ષમતા છે, આ બંનેના સહિયારા પ્રયાસથી જે અંદર તૈયાર થાય તેને જ્ઞાનીઓ કર્યતંત્ર કહે છે. આપણે જ્યાં છીએ ત્યાં કાશ્મણ વર્ગણા છે. તે એમને એમ પડી છે પણ આપણામાં હલચલ મચે, ભાવની ધારા થાય તો કાર્પણ પરમાણુઓ આપણી તરફ ખેંચાય અને આત્મપ્રદેશો અને કાર્યણ પરમાણુઓ બને પરસ્પર ચોટે. આ ચોંટવું તેનું નામ કર્મનો બંધ.
જૈનદર્શને સમગ્ર વિશ્વમાં ઢોલ પીટાવીને આ વાત કરી છે. ઈશ્વર વચમાં આવતા નથી.
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org