________________
૨૨૦
પ્રવચન ક્રમાંક - ૬૦, ગાથા ક્રમાંક - ૮૩-૮૪ ઠરાવીએ છીએ અને તેમાંથી આપણે બાકાત રહીએ છીએ. એમ જ કહીએ છીએ કે “અમે શું કરીએ? અમારાં એવાં કર્મો અથવા જેવી ઈશ્વરની મરજી. અમારા કર્મનો એવો ઉદય હશે? આવું ઘણું બધું બોલીએ છીએ. પરંતુ શરૂઆત તમે જો ન કરો તો કર્મચના ન થાય. દ્રવ્યકર્મ શબ્દનો પ્રયોગ તમે સરળતાથી સીધી રીતે કદી પણ કરશો નહિ. પહેલાં જુઓ કે ઉપયોગમાં હલચલ મચી ગઈ ? ભાવની ધારા ઊઠી? અસંખ્ય ભાવો અંદર ઊઠે છે. શુભ કે અશુભ ભાવો અસંખ્ય પ્રકારના છે. તેમની હલચલ નિરંતર ચૈતન્યમાં થતી જ હોય છે. તમે ઊંઘમાં હો તો પણ ભાવની ધારા ચાલે છે. તમે કોઈના પૈસા વ્યાજે લાવ્યા હો અને તમે રાત્રે સૂઈ જાવ તો શું વ્યાજ બંધ થઈ જાય? તમે સૂતા હો ત્યારે વ્યાજ બંધ રહેતું નથી, ચાલુ રહે છે, તેમ ભાવની ધારા તો ચાલુ જ રહે છે. શુભ કે અશુભ જે ધારા હોય તે આત્માના કેન્દ્રમાં જ છે. આ આત્માની જે ક્રિયા છે તેને વિભાવ કહે છે, અથવા તો તેને વિકાર કે અશુદ્ધ ઉપયોગ પણ કહે છે. ભાવની ધારા આત્મામાં થાય છે, અહીં સુધી તમારું ક્ષેત્ર છે.
તમારી આજુબાજુ પુદ્ગલના પરમાણુઓ જથ્થાબંધ રહેલા છે. તે પુગલમાં જુદા જુદા પ્રકાર છે. તેમાં કાર્પણ વણા નામનો પણ પ્રકાર છે. આપણું શરીર જેમાંથી બન્યું તે ઔદારિક વર્ગણા, દેવોનું શરીર વૈક્રિય વર્ગણામાંથી બનેલ છે, ચૌદ પૂર્વધારી મુનિ હોય, તેમને શાસ્ત્ર અધ્યયન કરતાં કરતાં અથવા તત્ત્વ ચિંતન કરતાં કરતાં અથવા દેશના આપતી વખતે પણ અંદર કંઈક સમાધાન ન થયું તો આહારક વર્ગણામાંથી પરમાણુ લઈને આહારક શરીરની રચના કરે છે અને જ્યાં સાક્ષાત તીર્થકરો બિરાજમાન હોય ત્યાં તે આહારક શરીર જાય, પ્રશ્નો પૂછે, સમાધાન કરે અને પાછું આવે. આ શરીર બનાવવા જે વર્ગણા કામમાં આવે તેને આહારક વર્ગણા કહેવાય છે. તે રીતે કાર્યણ નામની વર્ગણાના પણ પરમાણુઓ છે. કાર્પણ વર્ગણાના પરમાણુઓ પર આત્માના ભાવની અસર થવાથી, તેમાંથી કમરચના થાય છે. અને પરિણામે જે રચના થાય તેને દ્રવ્યકર્મ કહેવાય છે. આ ભાવ કર્મ અને દ્રવ્યકર્મ મળીને કર્યતંત્ર થાય છે. હવે સમજાયું ને કે કર્મ બંધ થવામાં તમારો ફાળો કંઈ ઓછો નથી. તમે રોકાણ ઓછું કરશો તો કર્મની પેઢી ચાલશે નહિ. એકલું જડ કર્મ શું કરશે ? કર્મ કહે છે કે અમે તો જગતમાં રહેવાના, અમારામાં કોઈ હલચલ કે પ્રક્રિયા નથી. અમારું પરિણમન છે ખરું, અને અમારામાં જે પર્યાય થાય છે તે થવાની. પણ તમે ભાવ કરો એટલે કે તમે કૃપા કરો તો તમારો અને અમારો સંબંધ બંધાશે. તમારામાં ભાવ કરવાની શક્તિ છે અને અમારામાં આકર્ષાવાની શક્તિ છે. આવો નિમિત્ત નૈમિત્તિક મેળ છે. આ જગતની એક વ્યવસ્થા છે. જેમ આકાશમાં મેઘ ગાજે અને મોરલા ટહુકે. કોણ કહેવા ગયું હતું મોરલાને કે તમે ટહુકો. આકાશમાં વાદળાં આવ્યા નથી ને મોરલા ટહુક્યા નથી, તેમ આત્મામાં ભાવ થયો નથી કે કાશ્મણ વર્ગણામાં હલચલ મચી નથી. પછી કર્મ રચના થાય છે. આ એક વૈજ્ઞાનિક પ્રોસેસ છે. કોમ્યુટરમાં તમે ફીડ કર્યું હોય તો કોમ્યુટર કામ કરે, પણ ફીડ કરનાર તો જોઈએ ને, અંદર નાખનાર તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org