________________
૨ ૨ ૬
પ્રવચન ક્રમાંક - ૬૧, ગાથા ક્રમાંક - ૮૫ થી ૮૮
પ્રવચન ક્રમાંક - ૧
ગાથા ક્રમાંક - ૮૫ થી ૮૮ ભાવનું સામર્થ્ય
ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. (૮૫) તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ;
ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. (૮૬) ટીકાઃ ફળદાતા ઈશ્વરની એમાં કંઈ જરૂર નથી. ઝેર અને અમૃતની રીતે શુભાશુભ કર્મ સ્વભાવે
પરિણમે છે; અને નિઃસત્ત્વ થયેથી ઝેર અને અમૃત ફળ દેતાં જેમ નિવૃત્ત થાય છે, તેમ શુભાશુભ કર્મને ભોગવવાથી તે નિઃસત્ત્વ થયે નિવૃત્ત થાય છે. (૮૫) ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભ ગતિ છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ અશુભ ગતિ છે, શુભાશુભ અધ્યવસાય મિશ્રગતિ છે, અને તે જીવપરિણામ તે જ મુખ્યપણે તો ગતિ છે; તથાપિ ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઊર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન, શુભાશુભની મધ્યસ્થિતિ, એમ દ્રવ્યનોવિશેષ સ્વભાવ છે, અને તે આદિ હેતુથી તે તે ભોગ્યસ્થાનક હોવા યોગ્ય છે. હે શિષ્ય!જડ ચેતનના સ્વભાવ સંયોગાદિ સૂક્ષ્મ સ્વરૂપનો અત્રે ઘણો વિચાર સમાય છે, માટે આ વાત ગહન છે, તો પણ તેને સાવ સંક્ષેપમાં કહી છે. (૮૬)
આ બે ગાથાઓ વસ્તુના મૂળ સ્વભાવને સ્પષ્ટ કરે છે. પ્રત્યેક વસ્તુઓને પોતાનો સ્વભાવ હોય છે. પદાર્થ ક્યારેય પણ પોતાના સ્વભાવની મર્યાદા ઓળંગે નહિ. આમ વસ્તુ પોતાનો સ્વભાવ ક્યારેય છોડતી નથી. જ્ઞાન આત્માનો સ્વભાવ છે. વર્ણ, રસ, ગંધ, સ્પર્શ એ પુગલનો સ્વભાવ છે. અનંતકાળ થયો, પરંતુ આત્માએ પોતાનો જ્ઞાન સ્વભાવ છોડ્યો નથી અને પુદ્ગલે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ સ્વભાવ છોડ્યો નથી. કોઈ પણ જાતના કારણ વગર સ્વાભાવિકપણે ત્રણે કાળ વસ્તુમાં હોય તેનું નામ સ્વભાવ. અને સ્વભાવ સાથે જ હોવાથી વસ્તુને કાર્ય કરવા માટે બીજા કોઈ પદાર્થની જરૂર પડતી નથી. પોતાના સ્વભાવના પરિબળથી વસ્તુ કામ કરી શકે છે. જૈનદર્શને દ્રવ્યાનુયોગની વાત કરી, ત્યારે તેને કહ્યું કે પ્રત્યેક પદાર્થનું બંધારણ તમે સમજો. વસ્તુ પોતાના બંધારણ મુજબ જ કામ કરે છે, આટલી વાત જો સમજાઈ જાય તો જગતમાં જે કંઈ ઘટનાઓ ઘટે છે અથવા જે કંઈ બનાવો બને છે, તેના વિષે આપણને આશ્ચર્ય ન થાય, અને વિપરીત સમજ પણ ન થાય.
આત્મા છે, આત્મા નિત્ય છે અને આત્મા કર્મનો કર્તા છે, તે વાતનો શિષ્ય સ્વીકાર કર્યો.
Jain Education international
For Personal & Private Use Only
www.jainelibrary.org