________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૧૫ જ્યારે શિષ્ય કહે છે કે “શું સમજે જડકર્મ કે ફળ પરિણામી હોય?' ત્યારે ગુરુદેવ જવાબ આપે છે ભાવકર્મ એટલે પોતાની કલ્પના અને તેના ઉપર જે માળ ચણાય છે તેને કહેવાય છે રાગદ્વેષ. રાગદ્વેષ તમે કોના ઉપર કરો? સામે કંઈક સાધન જોઈએ ને ? વ્યવસ્થા જોઈએ ને? કોઈના પ્રત્યે આકર્ષણ ને કોઈના પ્રત્યે અણગમો, પણ કોઈક તો જોઈએ ને ! એ કોઈક તે નોકર્મ અને જે કરો તે ભાવકર્મ, અને ભાવકર્મ થવા તે વિભાવ. અંદરમાં ભાવકર્મ થાય, વિભાવ થાય, રાગદ્વેષ થાય એની ઈફેક્ટ આત્માનો જે વીર્ય ગુણ છે તેના ઉપર પડે. વીર્ય સ્કુરાયમાન થાય. વીર્ય સ્ફરે. જેમ સિતારને આંગળી અડાડો અને અંદરથી ઝણકાર આવે, સંગીત ગુંજે તેમ આત્મામાં ભાવ થાય એટલે આત્મામાં રહેલું જે વીર્ય એટલે શક્તિ, તે શક્તિનો પ્રયોગ થાય. ક્રોધમાં આત્માની શક્તિનો પ્રયોગ છે. અહંકારમાં આત્માની શક્તિનો પ્રયોગ છે. માયા, કામવાસના વગેરેમાં શક્તિનો પ્રયોગ છે. વૈષ, મમત્વમાં પણ શક્તિનો પ્રયોગ છે. શું વાપર્યું તમે? વીર્ય. કોનું વીર્ય ? આત્માનું વીર્ય. ક્યાં હતું તે? આત્મામાં હતું. એ વીર્ય Úર્યું ક્યારે ? ભાવ કર્યા ત્યારે. ઈફેક્ટ પહેલી કોને મળી ? અનંત વીર્યને મળી. તેમાંથી શક્તિ વાપરી. ક્રોધમાં અને કામમાં પણ તમે તમારી શક્તિ વાપરો છો, માટે જ્ઞાની પુરુષોએ કહ્યું કે...
આપહી બાંધે, આપહી છોડે, નિજમતિ શક્તિવિકાસી. શક્તિ એટલે વીર્ય, આત્માનું અનંત વીર્ય છે. જેવો ક્રોધ તેવી શક્તિ. અનંતાનુબંધી ક્રોધ કરો તો તેવી શક્તિ અને અપ્રત્યાખ્યાની ક્રોધ કરો તો તેવી શક્તિ, પ્રત્યાખ્યાની ક્રોધ કરો તો તેવી શક્તિ, ને સંજ્વલન ક્રોધ કરો તો તેવી શક્તિ, તીવ્રતમ ક્રોધ કરો તો તેવી શક્તિ, તીવ્ર ક્રોધ કરો તો તેવી શક્તિ, મંદ ક્રોધ કરો તો તેવી શક્તિ. જેવો ભાવ તેવી શક્તિ, તેવું વીર્ય વપરાય. જીવની વીર્યની ફુરણા થાય.
અંદર ભાવકર્મ નિજ કલ્પના થઈ, રાગદ્વેષ વિભાવ થયો. વીર્ય સ્કુરાયમાન થયું. તો કાર્ય ક્યાં થશે ? મનમાં, વાણીમાં અને શરીરમાં. એ મન વચન અને શરીર ત્રણેમાં જ્યારે કામ થાય ત્યારે “ગ્રહણ કરે જડ ધૂપ.' આ કાર્મણ વર્ગણાની ધૂળ ગ્રહણ કરે, જેમ પોદળો પડે ને ધૂળ ગ્રહણ કરે. અંબાલાલભાઈ કહે છે કે “ભાવકર્મ જીવને પોતાની જ ભ્રાંતિ છે, માટે તે ચેતનરૂપ છે. અને તે ભ્રાંતિને અનુયાયી થઈને જીવ વીર્ય સ્કુરાયમાન થાય છે. તેથી જડ એવાં દ્રવ્યકર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે.” અંદર જે ભાવ થાય તે તરફ તમારી શક્તિ વપરાય. રાગ થયો તો રાગમાં અને દ્વેષ થયો તો ટ્રેષમાં, જે વિભાગ સંભાળો તે વિભાગ તરફ તમારી શક્તિનો વ્યય થાય. દિશા બદલવાની જરૂર છે.
બોરીબંદર સ્ટેશનથી ગાડી ઊપડે તો અમદાવાદ તરફ પણ જાય અને મહારાષ્ટ્ર તરફ પણ જાય. જે દિશા તરફ દોરો ત્યાં જાય. રાગભાવ થયો તો રાગમાં શક્તિ વપરાય, દ્વેષભાવ થયો તો ષમાં વપરાય, અને ક્રોધનો ભાવ થયો તો ક્રોધમાં વપરાય. જેવો ક્રોધ, જેવો અહંકાર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org