________________
૯૪
પ્રવચન ક્રમાંક - ૪૭, ગાથા ક્રમાંક - ૫૭-૧ પર્યાય પણ અનિત્ય છે. આ નિત્યત્વ, અનિત્યત્વ આદિ ગુણો બન્નેમાં છે પરંતુ જ્ઞાન આનંદ ગુણ આત્મામાં જ છે. આ ગુણ પુદ્ગલમાં નથી. જ્ઞાન અને આનંદ તે ચેતનનો સ્વભાવ છે. જે અજ્ઞાન છે તે પણ ચેતનનો સ્વભાવ. અજ્ઞાનનો અર્થ અજાણપણું નહિ પરંતુ જ્ઞાનની અશુદ્ધ અવસ્થા તે અજ્ઞાન. ન જાણવું તે આ અજ્ઞાનની વ્યાખ્યા નથી. જ્ઞાન તો ખરું પણ અશુદ્ધ જ્ઞાન, મલિન જ્ઞાન. જ્ઞાન ગુણ પરિણમે છે, તે પરિણમતાં પરિણમતાં તેમાં અશુદ્ધિ મોહના કા૨ણે આવે છે. પર પદાર્થનું જ્ઞાન તો થયું પણ તેના પ્રત્યે મોહ જાગ્યો એટલે જ્ઞાન સાથે મોહ ભળ્યો તો જ્ઞાન અશુદ્ધ થયું. અશુદ્ધ જ્ઞાન તે અજ્ઞાન.
આનંદ એ આત્માનો ગુણ છે પણ આપણને તેનો અનુભવ થતો નથી. દુઃખનો જે અનુભવ થાય તે આનંદની અશુદ્ધ પર્યાય છે. તમારો સ્વભાવ છે આનંદ. એટલા માટે સંસ્કારી માણસો એમ પૂછે છે કે આનંદમાં તો છો ને ? દુઃખમાં છો એમ પૂછશો તો કહેશે કે પાર વગરનું દુઃખ છે. તમે સુખ દુઃખની વાત પૂછી શકો. આનંદની વાત પૂછી શકો ? આનંદ તો આત્માનો સ્વભાવ છે. આપણને જ્યાં સુખ દુઃખ દેખાય છે તે આત્માની આનંદ ગુણની અશુદ્ધ પર્યાય છે. દુઃખ ટાળવાની કોશિશ કરીએ છીએ અને સુખ મેળવવા માટે ઝંખીએ છીએ. આપણા ઉપર સુખ મેળવવા માટે હંમેશા દબાણ રહે છે કે કોઈપણ હિસાબે સુખ મેળવો. दुखद्विट् सुखलिप्सुः मोहान्धत्वाददृष्टगुणदोष: ।
યાં યાં રોતિ ઘેટાં, તયા તયા વુદ્ઘમાવત્તે । (પ્રશમરતિ ગા.૪૦)
મોહ-અજ્ઞાનથી અંધ બનેલો, દોષ અને ગુણને ન જાણતો જીવ દુઃખનો દ્વેષ કરે છે અને સુખને મેળવવા ઇચ્છતો જે જે પ્રયત્ન કરે છે તેનાથી તે દુઃખને પામે છે.
આ દુનિયામાં આટલા બધા પ્રાણીઓ રાત દિવસ મહેનત કરે છે, ઘણાં લોકો એમ કહે છે કે ખાવાની ફુરસદ નથી, અને મરવાની પણ ફુરસદ નથી. આટલું બધું કામ સતત આપણે કર્યા કરીએ છીએ. સાહેબ ! આજે નહિ આ જીવનમાં નહિ પણ અનંતકાળથી કરતા આવ્યા છીએ. શા માટે ? શું કરવા ? સુખ મેળવવા માટે, આપણા ઉપર દબાણ એટલે પ્રેસર છે. દુનિયાને સુખની ખબર છે, દુઃખની ખબર છે પરંતુ આનંદની ખબર નથી. સુખ અને દુઃખની જે ધારા આવે છે તે અસ્તિત્વમાંથી આવે છે. છે તો ગંગાની જ ધારા, પણ નીચે ઊતરી એટલે કાનપુરમાં મેલી થઈ ગઈ, અશુદ્ધ થઈ ગઈ. આનંદ આત્માનો સ્વભાવ છે પણ આપણે જાણતા નથી. સુખ અને દુઃખ શબ્દો વાપરીએ છીએ. દુઃખ ગમતું નથી, સુખ ગમે છે, બસ એ ગડમથલમાં અનંતકાળ ગયો. આ પચાસ વર્ષની વાત નથી, અનંતકાળ આમ જ કાઢ્યો. દુ:ખ ટાળવું છે અને સુખ મેળવવું છે પરંતુ સુખ દુઃખ તો આનંદની અશુદ્ધ પર્યાય છે. આત્મા સુખ સ્વરૂપ છે, આત્મા દુઃખસ્વરૂપ છે તેમ નહિ કહો પણ આત્મા આનંદમય છે અને સમગ્ર પ્રકૃતિમાં તમને આનંદનો અનુભવ થાય. જ્યારે આનંદની અનુભૂતિ તમને થાય છે, ત્યારે ખરા સુખનો સ્વાદ તમને આવે છે, ત્યારે જે ટચ થાય અને તમને આનંદ મળે તે સુખનો આસ્વાદ છે.
આમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org