________________
૧૬૮
પ્રવચન ક્રમાંક - ૫૫, ગાથા ક્રમાંક - ૭૪ થી ૭૭
ગાથા ક્રમાંક
૦૪ થી ૦૦
બંધનું કારણ - ચેતનની પ્રેરણા
પ્રવચન ક્રમાંક - ૫૫
કર્મના કર્તાપણાનું સદ્ગુરુ સમાધાન કરે છે ઃ
હોય ન ચેતનપ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ ? જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. (૭૪) જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ જીવધર્મ. (૭૫) કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ. (૭૬) કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રે૨ક તે ગણ્ય, ઈશ્વર દોષપ્રભાવ. (૭૭)
ટીકા ઃ ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય, તો કર્મને કોણ ગ્રહણ કરે ? જડનો સ્વભાવ પ્રેરણા નથી. જડ અને ચેતન બેયના ધર્મ વિચારી જુઓ. (૭૪)
આત્મા જો કર્મ કરતો નથી, તો તે થતાં નથી; તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી; તેમજ તે જીવનો ધર્મ પણ નહીં, કેમકે સ્વભાવનો નાશ થાય નહીં, અને આત્મા ન કરે તો કર્મ થાય નહીં, એટલે એ ભાવ ટળી શકે છે, માટે તે આત્માનો સ્વાભાવિક ધર્મ નહીં. (૭૫)
કેવળ જો અસંગ હોત, અર્થાત્ ક્યારે પણ તેને કર્મનું કરવાપણું ન હોત તો તને પોતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત ? પરમાર્થથી તે આત્મા અસંગ છે, પણ તે તો જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય. (૭૬)
જગતનો અથવા જીવોનાં કર્મનો ઈશ્વર કર્તા કોઈ છે નહીં; શુદ્ધ આત્મસ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે; અને તેને જો પ્રેરક એટલે કર્મકર્તા ગણીએ તો તેને દોષનો પ્રભાવ થયો ગણાવો જોઈએ; માટે ઈશ્વરની પ્રેરણા જીવનાં કર્મ કરવામાં પણ કહેવાય નહીં. (૭૭)
Jain Education International
આ તમામ ગાથાઓનું ઝુમખું છે, તેમાં આવતું ચિંતન સાથે થયું છે. જૈનદર્શનના અત્યંત મહત્ત્વના સિદ્ધાંતો આ ત્રીજા પદમાં છે. આમ તો મોક્ષ ઉપાય એ છઠ્ઠું પદ છે. મોક્ષ છે તે
For Personal & Private Use Only
www.jainelibrary.org