________________
૧૭૬
- પ્રવચન ક્રમાંક - ૫૫, ગાથા ક્રમાંક - ૭૪ થી ૭૭ બધા બેભાન દશામાં છીએ. અને જ્ઞાની પુરુંષો સભાન દશામાં છે. અભાન, બેભાન અને સભાન એમ ત્રણ અવસ્થાઓ છે.
નિજ ભાન એટલે પોતાનું ભાન. પોતાને પોતાનું ભાન થાય છે. પોતાની પોતાને ખબર પડે છે. આપણે બીજાને એમ કહીએ છીએ કે તને તારું ભાન છે? તું કોણ છે? તો નિજ ભાન એટલે પોતાનું ભાન. “અસંગ છે પરમાર્થથી” તું પરમાર્થથી, નિશ્ચયનયની અપેક્ષાથી અસંગ જ છો. પરંતુ અત્યારે તારામાં કષાયો થાય છે, માટે જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ પણ થાય છે તો જ્ઞાનાવરણાદિ આવરણ રહિત એવા આત્માનો અનુભવ તને કેમ થાય? જો હંમેશા આત્મા કર્મરહિત સદા જુદો હોત, તો તને કમરહિત આત્માનો અનુભવ થાત. પણ તને એવો અનુભવ થતો નથી. અંદર તું જો. રાગ થાય છે ને ? કૅષ થાય છે ને? અહંકાર અને વૃત્તિ ઊઠે છે ને ? કામવાસના જાગે છે ને? માયા, લોભ થાય છે ને? જગતના પદાર્થોનું આકર્ષણ તને થાય છે ને ? ગમો, અણગમો થાય છે ને ? તો તું અસંગ શેનો ? તું પરમાર્થથી અસંગ છો પણ એવી અવસ્થા તે હજુ પ્રાપ્ત કરી નથી. તું નિશ્ચયનયથી અસંગ છો, કર્મ રહિત છો પરંતુ આવી અસંગદશાનો અનુભવ થશે ક્યારે? “પણ નિજ ભાને તેમ' નિજનું ભાન થશે, પોતાનું ભાન થશે, પોતાના સ્વરૂપનું ભાન થશે ત્યારે થશે. આટલી બધી મહેનત આપણે શા માટે કરીએ છીએ? રોજ સત્સંગમાં જવું, પ્રવચનો સાંભળવાં, રોજ શાસ્ત્રો વાંચવાં. આ બધું શા માટે? કારણ કે એક જ કામ કરવું છે, નિજનું ભાન કરવું છે. કોઈ પણ હિસાબે નિજનું ભાન કરવું છે. મઝાની વાત તો એ છે કે ૫૦, ૫૦ વર્ષથી આપણે આટલા જણાં બેઠા છીએ, પણ નિજભાન થયું નથી. આ બહુ નવાઈની વાત છે કે આપણો અનુભવ થતાં વાર કેટલી ? પણ અનુભવ થતો નથી. આટલા બધા શાસ્ત્રો અને સિદ્ધાંતો વાંચ્યા, આટલા ઉપાયો કર્યા પણ મૂળ મુદ્દો રહી ગયો. પોતાને પોતાનું ભાન થયું નહિ.
જેમ ડબ્બાનું ઢાંકણું મજબૂત બંધ થઈ ગયું હોય, ઉઘડતું ન હોય પછી ચારે બાજુથી ખોલવા તમે પ્રયત્ન કરો છો, ઊંચું કરો, નીચું કરો, ડબ્બો ઠપકારો પણ ઢાંકણું કેમે કરી ખુલતું નથી. પરંતુ સાચો પ્રયત્ન થાય તો ખૂલે. તેવું જ આ છે. તમે ચારે બાજુથી વાંચો. સમયસાર વાંચો, અધ્યાત્મસાર વાંચો, આત્મસિદ્ધિ અને વચનામૃત પણ વાંચો. આની પાસે જાવ, તેની પાસે સમજવા જાવ. પણ આપણે એટલા પાકા છીએ કે નિજ ભાન થવા દેતા નથી. “નિજ ભાન” આ મોક્ષની ચાવી છે. મોક્ષનો ઉપાય સાવ સરળ છે. અમે ગપ્પાં નથી મારતા, અમે તમને વાસ્તવિકતા કહીએ છીએ તેમ શ્રી સગુરુ કહે છે,
કેવળ હોત અસંગ તો ભારત તને ન કેમ?' જો આત્મા અસંગી જ હોત તો તને અનુભવ કેમ ન થાય ? આત્મા અસંગ છે, તે તારી વાત સાચી. પણ નિશ્ચયથી, પરમાર્થથી. તો સાહેબ ! એ અનુભવ ક્યારે થાય? “પણ નિજ ભાને તેમ’ પોતાને પોતાના સ્વરૂપનું જો ભાન થાય તો તેને એ આત્માનો સ્વાનુભવ થાય. ત્યાં સુધી એ આત્માનો સ્વાનુભવ થાય નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org