________________
૧૯૮
પ્રવચન ક્રમાંક - ૫૮, ગાથા ક્રમાંક - ૭૯ થી ૮૧
ગાથા ક્રમાંક
૦૯ થી ૮૧
ચોથી શંકા ઃ જીવ કર્મનો ભોક્તા નથી
પ્રવચન ક્રમાંક - ૫૮
(પદ ચોથું) શિષ્યની શંકા - તે કર્મનું ભોક્તાપણું જીવને નહીં હોય ? જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય ? (૭૯) ફળદાતા ઈશ્વર ગણ્ય, ભોક્તાપણું સધાય; એમ કહ્યુ ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. (૮૦) ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મનાં, ભોગ્યસ્થાન નહિ કોય. (૮૧)
ટીકાઃ જીવને કર્મનો કર્તા કહીએ, તોપણ તે કર્મનો ભોક્તા જીવ નહીં ઠરે, કેમકે જડ એવાં કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય ? અર્થાત્ ફળદાતા થાય ? (૭૯)
ફળદાતા ઈશ્વર ગણીએ તો ભોક્તાપણું સાધી શકીએ, અર્થાત્ જીવને ઈશ્વર કર્મ ભોગવાવે તેથી જીવ કર્મનો ભોક્તા સિદ્ધ થાય, પણ પરને ફળ દેવા આદિ પ્રવૃત્તિવાળો ઈશ્વર ગણીએ તો તેનું ઈશ્વરપણું જ રહેતું નથી, એમ પણ પાછો વિરોધ આવે છે. (૮૦)
તેવો ફળદાતા ઈશ્વર સિદ્ધ થતો નથી એટલે જગતનો નિયમ પણ કોઈ રહે નહીં, અને શુભાશુભ કર્મ ભોગવવાનાં કોઈ સ્થાનક પણ ઠરે નહીં, એટલે જીવને કર્મનું ભોક્તત્વ ક્યાં રહ્યું? (૮૧)
ષપદમાં પહેલા ત્રણ પદો - આત્મા છે, તે આત્મા નિત્ય છે. આત્મા કર્મનો કર્તા છે, આપણે જોયા. આ ત્રણ પદો પછી ચોથું પદ આત્મા કર્મનો ભોક્તા પણ છે. આ પદને સમજતાં પહેલાં પુદ્ગલને પૂરેપૂરું સમજી લઈએ.
શિષ્ય એવી રજૂઆત કરે છે કે આત્મા કર્મનો કર્તા હોય તો ભલે હોય, તેથી કર્મનો બંધ થાય છે, તો ભલે થાય, પરંતુ કર્મોને એવી શું ખબર પડે કે આત્માને સુખ આપવું, દુઃખ આપવું, અનુકૂળતા આપવી, પ્રતિકૂળતા આપવી, કારણ કર્મ જડ છે. આ પ્રક્રિયા જ્ઞાન વગર ન થાય અને જડકર્મમાં જ્ઞાન નથી, સંવેદના નથી, પ્રેરણા નથી, નિર્ણય નથી, એની વ્યવસ્થા નથી, માટે જીવ કર્મનો કર્તા ભલે રહ્યો પરંતુ તે કર્મનો ભોક્તા છે તે વાત બેસતી નથી, માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org