________________
૨૧૨
પ્રવચન ક્રમાંક - ૫૯, ગાથા ક્રમાંક - ૮૨ કરો. ટોલસ્ટોયે કહ્યું કે હું તને મદદ તો કરીશ, પણ તારે મને સામે કંઈક આપવું પડશે. તું મને તારી આંખ આપી શકીશ ? પેલાએ કહ્યું કે આંખ વગર હું કરીશ શું ? ગમે તેટલા પૈસા આપો તો પણ આંખ તો ન જ આપી શકું. પછી ટોલસ્ટોયે નાકનું, કાનનું, જીભનું, હાથનું પૂછ્યું. બધાના બદલામાં લગભગ કરોડ રૂપિયા થયા. અને ટોલસ્ટોયે સમજાવ્યું કે તારી પાસે કરોડની તો સંપત્તિ છે. તને ખ્યાલ નથી. તેનો ઉપયોગ કર તો જીવન સુધરી જશે. તમારી પાસે પણ સંપત્તિ છે તેનો તમને ખ્યાલ છે કે નહિ ? મન, વાણી અને શરીર તમારા સાધનો છે.
એક ઉપયોગ અને બીજો યોગ એમ બે થયા. ઉપયોગ જાણવાનું કામ કરે અને યોગ પ્રક્રિયાનું કામ કરે. આપણો બધો ખેલ બે શબ્દોમાં ચાલે છે. યોગ અને ઉપયોગ. જેમ આ ચોખ્ખું પાણી-મીનરલ વોટર અને આ ગટરનું ગંદુ પાણી. પાણી તો ખરું પણ બે જુદા જુદા પ્રકારના પાણી, તેમ ઉપયોગના બે પ્રકાર છે (૧) શુદ્ધ ઉપયોગ, રાગ નહિ, દ્વેષ નહિ માત્ર પ્યોર નોલેજ અને જ્યાં વીતરાગતા છે ત્યાં શુદ્ધોપયોગ. (૨) અશુદ્ધ ઉપયોગ, તેના બે પ્રકાર : અશુભ ઉપયોગ અને શુભ ઉપયોગ. હિંસાનો ભાવ, અસત્યનો ભાવ, ચોરીનો ભાવ, કોઈનું પડાવી લેવાનો ભાવ, ઠેકાણે પાડવાનો ભાવ, કોઈને શીશામાં ઉતારવાનો ભાવ, બતાવી દઈશ, ઠેકાણે લાવી દઈશ, ખબર પાડી દઈશ-આ બધો અશુભ ઉપયોગ છે. આ અંદર ભાવો થયા, હજુ કંઈ કર્યું નથી. પરંતુ ઉપયોગ બગડ્યો. શેનાથી બગડ્યો ? આ ભાવો કરવાથી. તેવી રીતે બીજાનું ભલુ કરવું છે, મંગલ કરવું છે, બીજાનું હિત કરવું છે, બીજાને શાંતિ આપવી છે, ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપવું છે, માંદાને દવા આપવી છે, દાન આપવું છે, શીલ પાળવું છે, તપ કરવું છે, વિગેરે શુભ ઉપયોગ છે, આમ શુભ ઉપયોગ પણ થાય અને અશુભ ઉપયોગ પણ થાય. અને શુદ્ધ ઉપયોગ પણ થાય. તમારું જ્ઞાન ત્રણ ભાગમાં કામ કરે છે. અશુભ, શુભ અને શુદ્ધ. આ બધા ભાવો અંદર કામ કરે છે. અંદરમાં ભાવ જ્યારે ઊઠે, ત્યારે અંદર સ્પંદન થાય, કંપન થાય. પછી મન, વાણી અને શરીરમાં ભાવ ઊતરે એટલે ક્રિયાની શરૂઆત થાય. ઉપયોગ જેવો અંદર હશે તેવો યોગ થશે, તેવી ક્રિયા થશે. આ બધાની ઈફેક્ટ કાર્મણ વર્ગણા ઉપર પડે ત્યારે એમાંથી કર્મ રચના થાય. આ કર્મનું જ્ઞાન સ્પષ્ટ થયું ? એમ ને એમ કર્મની વાતો ન કરશો. ઉપયોગ પણ જોઈએ અને યોગ પણ જોઈએ. ઉપયોગ તે આત્માનું ક્ષેત્ર અને યોગ મન, વચન અને શરીરની ક્રિયા તે શરીરનું ક્ષેત્ર. તે બંનેની ઈફેક્ટ કાર્મણ વર્ગણા ઉપર પડે છે. એમાંથી જે રચના થાય તેનું નામ કર્મ, એટલે કે દ્રવ્યકર્મ.
જે વખતે કર્મ૨ચના થાય ત્યારે ચોક્કસ જગ્યા એટલે ક્ષેત્ર પણ નક્કી થઈ જાય છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશબંધ, ઉદય, ઉદીરણા, બદ્ધ, સ્પષ્ટ, નિધત્ત, નિકાચિત આમાં પ્રારબ્ધ-ભોગવવા લાયક, ક્ષય કરવા લાયક, ટ્રાન્સફર કરવા લાયક, બદલવા અને ન બદલવા લાયક આ બધા ઓપ્શન છે. અને આના ઉપર આખું કર્મતંત્ર નક્કી થાય છે. ઝીણામાં ઝીણા ભાવની અસર થાય છે. આ સૂક્ષ્મભાવની કોઈને ખબર પડતી નથી. પાસે બેઠેલાને પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org