________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૦૫ વિશેષ શબ્દ મૂક્યો, એ છે કર્મ'. જડમાં તો આખું પુદ્ગલ આવ્યું. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ આ બધાં દ્રવ્યો આવ્યાં. આ બધાને બાદ કરી હવે ધ્યાન કર્મ ઉપર દોરે છે. કાર્મણ વર્ગણામાંથી બનતું કર્મ એ જડ છે. એ જડ કર્મને એવી શું સમજ કે આને આ ફળ આપવું છે. કર્મનો કર્તા જીવ છે, એ સિદ્ધ થયું, પણ કર્મનો ભોક્તા જીવ હોઈ શકે નહિ તેમ શિષ્ય શંકા કરે છે. જડ નિર્જીવ છે, તેનામાં જ્ઞાન નથી. એવાં કર્મ જીવને પુણ્યનું ફળ અથવા પાપનું ફળ શી રીતે આપી શકે? પુણ્યનું ફળ પણ જુદું અને પાપનું ફળ પણ જુદું. પુણ્યના પ્રકાર પણ જુદા અને પાપના પ્રકાર પણ જુદા. પુણ્ય અને પાપ ભોગવવાના પ્રકાર પણ અસંખ્ય છે. જડ એવાં કર્મને જ્ઞાન ન હોવાથી ફળ આપી શકે નહિ, માટે હે ગુરુદેવ ! અમે કહીએ છીએ કે આત્મા કર્મનો કર્તા છે પણ આત્મા કર્મનો ભોક્તા નથી. પરંતુ એક મઝાનો વિકલ્પ શિષ્ય આપે છે. શિષ્ય કહે છે કે આ મુશ્કેલી ઉકેલવી હોય તો ઉકેલી શકાય. એક રસ્તો છે. આગળની ૮૦મી ગાથામાં એ રસ્તો બતાવ્યો છે.
ફળદાતા ઈશ્વર ગણ્ય, ભોક્તાપણું ગણાય,
એમ કહ્યું ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. શિષ્યની ખૂબી જુઓ, એક ગાથામાં તેણે ઘણાં વિકલ્પો મૂક્યા. ઈશ્વર જગતનો કર્તા છે, ઈશ્વર જગતની રચના કરે છે, ઈશ્વર જીવને સુખ દુઃખ આપે છે, ઈશ્વર જીવને પ્રેરણા આપે છે એવું કહેનારો એક વર્ગ જગતમાં છે. એના લાખો ગ્રંથો અને લાખો શ્લોકો પણ છે. મોટા મોટા પંડિતો છે, તેઓ વાદ વિવાદ પણ કરે છે અને સિદ્ધ પણ કરે છે કે આ જગત છે માટે તેનો કર્તા પણ હોવો જોઈએ. એ બનાવનાર ઈશ્વર છે. તે જગતથી જુદો અને સ્વતંત્ર છે. આ બધી વાતો ઈશ્વર કર્તુત્વવાદીઓ કહે છે. અહીં શિષ્ય કહે છે, હે ગુરુદેવ! જો આ વાતનો ઉકેલ કરવો હોય તો એમ કહો કે ઈશ્વર કર્મનું ફળ આપે છે. ફળનો દાતા જ ઈશ્વર હોય તો ભોક્તાપણું સિદ્ધ થાય. આ શિષ્યની સલાહ છે. ગુરુદેવે તે માની નથી પણ ઘણા માને છે કે ઈશ્વર કર્મનું ફળ આપે છે.
ફળદાતા ઈશ્વર હોય તો ભોક્તાપણું સિદ્ધ કરી શકાય. જીવને ઈશ્વર કર્મ ભોગવાવે છે, કર્મનું ફળ આપે છે. ઈશ્વર ફળ આપતો હોય તો સુખ અને દુઃખ આત્મા ભોગવી શકે. પરંતુ સાથે સાથે શિષ્યને એમ પણ પ્રશ્ન થાય છે કે જો ફળદાતા ઈશ્વર હોય તો ઈશ્વરનું ઈશ્વરપણું ક્યાંથી રહે ? કારણ કે જીવોને ફળ આપવા માટે ઈશ્વરને દેહમાં આવવું પડે એટલે જન્મ લેવો પડે. કોર્ટમાં કેઈસ ચલાવવો હોય તો ન્યાયાધીશે કોર્ટમાં આવવું પડે. ન્યાયાધીશ અરૂપી નથી તેને રૂપ છે, શરીર છે. ઈશ્વરને પણ ફળ આપવા આવવાનું થાય તો દેહ ધારણ કરવો પડે. દેહ ધારણ કરે તો કેવો કરે? ક્યાં સુધી દેહમાં રહેવું તે પણ નક્કી કરવું પડે. દેહ ધારણ કર્યા પછી તે દેહ ધારણ કરવાનું કારણ પણ નક્કી કરવું પડે. અને જન્મ લેવો હોય તો ક્યાં લેવો? જન્મ લીધા પછી કામનો પ્રારંભ ક્યાં રહીને કરવો? આ બધું નક્કી કરવું પડે. કઈ રીતે નક્કી કરવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org