________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૦૯ કે નહિ? મકાન વહાલું કે શરીર વહાલું? પૈસા વહાલા કે શરીર વધારે વહાલું? મકાન અને પૈસા અથવા પોતાના બૈરી છોકરાં કરતાં પણ વધારે વહાલું છે શરીર. અને આ શરીર ઉપર જ બધો ખેલ થાય છે. શરીર યુદ્ધનું મેદાન છે. આ મેદાનમાં વિભાવ અને સ્વભાવનો, આત્મા અને કર્મનો, પુદ્ગલ અને આત્માનો સંઘર્ષ ચાલે છે, માટે શરીર નોકર્મ છે. પ્રગાઢ આસક્તિ જેના ઉપર છે તે શરીર તમામ દુઃખોનું મૂળ છે. શરીર પ્રત્યે ધૃણા કરવાની જરૂર નથી, શરીર અદ્ભુત સાધન છે. શરીરને ઓળખી લો. જૈનદર્શન કહે છે કે શરીર શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, પરંતુ દુઃખનું કારણ છે. વધારેમાં વધારે આસક્તિ શરીર પ્રત્યે, અને વધારેમાં વધારે દુઃખનું કારણ પણ આ શરીર છે.
દ્રવ્યકર્મ - આ દ્રવ્ય શબ્દ પાછળ કર્મ શબ્દ લગાડ્યો એટલે સંપૂર્ણ સ્વરૂપ થયું. હવે કર્મ તરીકે તે કામ કરશે એટલે દ્રવ્યકર્મ. અને દ્રવ્યકર્મ થવાની પણ જગતમાં એક વ્યવસ્થા છે. ફરી પુનરાવૃત્તિ કરીને કહું છું કે જગતમાં જાતજાતનાં પરમાણુઓ છે. એમાં કામણ વર્ગણા નામના પરમાણુઓનો એક જથ્થો-એક જાત છે. જેમાંથી આપણું શરીર બને છે તે ઔદારિક વર્ગણા, દેવોનું શરીર બને તે વૈક્રિય વર્ગણા, મન જેમાંથી બને તે મનોવર્ગણા, ભાષા જેમાંથી બને તે ભાષા વર્ગણા અને કર્મો જેમાંથી બને તે કાર્મણ વર્ગણા કહેવાય છે. આ કાચો માલ કહેવાય. ઈરાન, ઈરાક અને અરબસ્તાનના કુવામાંથી રગડો નીકળે છે અને તેમાંથી અનેક આઈટમો થાય. તેમાંથી રીફાઈનરીમાં પેટ્રોલ, ડીઝલ, ગ્યાસતેલ ઘણું બધું થતું હશે તેની આપણને ખબર નથી. આ રગડા ઉપર પ્રોસેસ કરી બધું છૂટું પાડવું પડે છે. રગડો નાખવાથી ગાડી નહિ ચાલે, તેમાં પેટ્રોલ જ જોઈએ. અને પ્રાઈમસ પેટાવવા ગ્યાસતેલ જ જોઈએ. એ પ્રોસેસ રગડા ઉપર જ થાય, પાણી ઉપર ન થાય. એવી જ રીતે કર્મ થવામાં કામ આવે તેવું રો મટીરીયલ કાર્પણ વર્ગણા, તે જગતમાં ઢગલાબંધ છે. કાશ્મણ વર્ગણા લેવા માટે ક્યાંય આવું પાછું જવું પડતું નથી. જ્યાં આપણું શરીર છે, જ્યાં આપણે છીએ ત્યાં કાશ્મણ વર્ગણા ઠાંસી ઠાંસીને ભરી છે. અને નવાઈની વાત, મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ ક્રોડાકોડી સાગરોપમની છે, ત્યાં સુધી કર્મના પરમાણુઓ કામ કરે. આટલો મોટો જથ્થો તમે જ્યાં છો ત્યાં હાજર છે અને તમને તે મળી શકે છે. હું આ જે વાત કરી રહ્યો છું તે કાલ્પનિક નથી. અનંતજ્ઞાની પુરુષોએ પોતાના જ્ઞાનમાં જે જાણ્યું છે તે વાત કરી છે. આ કાર્મણ વર્ગણા ઉપર કંઈક અસર થાય છે ત્યારે તેમાં ટ્રાન્સફરમેશન થાય છે અને તેમાંથી તે દ્રવ્યકર્મ બને છે. આ પ્રોસેસ થઈ. કઈ અસર થાય છે તે વાત આગળ આવશે. આ પ્રોસેસ આપણામાં થાય છે, આ બધો ખેલ આપણામાં થાય છે, પરંતુ આપણે અભાન છીએ. આ વાત વીતરાગ પરમાત્માની કૃપાથી આપણને જાણવા મળી છે. અબજો માણસોને તો આ વાતની ખબર જ નથી કે કર્મ એટલે શું અને કર્મરચના કેમ થાય? કેવી રીતે ફળ મળે છે? આપણે ભાગ્યશાળી છીએ કે વીતરાગ પરમાત્માનાં શાસનમાં આપણને આ જાણવા મળ્યું છે. કાશ્મણ વર્ગણામાંથી ટ્રાન્સફરમેસન થઈ જે કર્મો બન્યા તે દ્રવ્યકર્મ કહેવાયાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org