________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૦૭
પ્રવચન ક્રમાંક - પ૯
ગાથા ક્રમાંક - ૮૨
કર્મના પ્રકારો
જીવને પોતાના કરેલા કર્મનું ભોક્તાપણું છે તેમ સદગુરુ ગાથા ૮૨ થી ૮૬ માં સમાધાન
કરે છે.
ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ;
જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ. (૮૨) ટીકાઃ ભાવકર્મ જીવને પોતાની ભ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઈ
જીવવીર્ય સ્કુરાયમાન થાય છે, તેથી જડ એવાં દ્રવ્યકર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે. (૮૨)
ક્રમ પ્રમાણે ષટ્રપદમાં ચોથું પદ આત્મા કર્મનો ભોક્તા નથી તેમ શિષ્યની શંકાનું સમાધાન કરવા સદ્ગુરુ પ્રારંભ કરે છે. આખા જગતના સાહિત્ય અને તત્ત્વજ્ઞાનમાં કર્મ ફીલોસોફી વિશે સૌથી વધારેમાં વધારે ચિંતન, અધ્યયન અને પ્રતિપાદન તથા લેખન જૈન દર્શને આપેલ છે. તુલસીદાસજીએ પણ કહ્યું છે કે
સુખ દુઃખ દોનું કરમ ફલ જાનો.”
હાનિ, લાભ, જીવન, મરણ, યશ, અપયશ વિધિ હાથ.” મહાભારતમાં મહર્ષિ વ્યાસે કહ્યું છે કે “હજાર ગાયો વચ્ચે પણ વાછરડું પોતાની માને શોધી કાઢે છે તેમ કર્મ પણ જીવને શોધી કાઢે છે. અકબરને બીરબલે કહ્યું કે કર્મ છુપે નહિ ભભૂત લગાયા. ભભૂતિ લગાડવાથી કર્મ છૂપાઈ શકતાં નથી. આ બધું કર્યતંત્રના હાથમાં છે, પરંતુ કર્યતંત્રનું વિજ્ઞાન સ્પષ્ટ થયું નથી.
જુદા જુદા ધર્મો, જુદી જુદી પરંપરાઓ કર્મ શબ્દનો ઉપયોગ તો કરે છે કેમકે તેમની સમક્ષ સમસ્યાઓ આવે છે કે જગતમાં આટલી બધી વિચિત્રતા છે, જગતમાં આટલા બધા બનાવો બને છે, આટલી બધી ઘટનાઓ ઘટે છે, અને આટલા બધા ભેદો જગતમાં છે તે શા માટે જોવામાં આવે છે? તેની પાછળ કંઈક કારણ તો છે, પણ તેનું વિજ્ઞાન સમજાતું નથી. કર્મ કઈ રીતે બને છે? કર્મ જડ હોવા છતાં કઈ રીતે કાર્ય કરે છે? કર્મમાં ક્ષમતા ક્યાંથી આવે છે? આત્મા જેવો આત્મા, અનંત વીર્યથી ભરેલો આત્મા, અનંતજ્ઞાન અને આનંદથી ભરેલો આત્મા, આટલો બળિયો, શક્તિશાળી અને સમર્થ હોવા છતાં તેને દબાવવાનું કાર્ય આ કર્મ કરે છે, આટલી બધી ક્ષમતા કર્મમાં ક્યાંથી આવે છે? ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા સિદ્ધ જેવો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org