________________
૨૦૬
પ્રવચન ક્રમાંક - ૫૮, ગાથા ક્રમાંક - ૭૯ થી ૮૧ કે આ માણસને સુખ આપવું કે દુ:ખ આપવું ? આમ ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય. કોઈ લાંચ રૂશ્વત આપે, કોઈ તેને ફોડી પણ નાખે. આવી બધી ગરબડ થાય તો ઈશ્વર ઉપાધિમાં આવી પડે. શિષ્યનું કહેવું છે કે ફળ આપવામાં રાગ દ્વેષ કરવા પડે અને રાગ દ્વેષ ઈશ્વર કરે તો તેનું ઈશ્વરપણું જ જાય. આજે પણ આપણને થાય છે કે આપણો પાડોશી સારો નથી છતાં તે સુખી છે. અમે રોજ મંદિરમાં જઈએ છીએ પણ અમે દુ:ખી છીએ. ક્યાંક ગોટાળો છે, ક્યાંક ફાઈલમાં ગરબડ છે. કોઈને સુખ આપવું અને કોઈને દુઃખ આપવું એ પ્રમાણે જો બધું થાય તો ઈશ્વરનું ઈશ્વ૨૫ણું જાય.
ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય,
પછી શુભાશુભ કર્મના, ભોગ્યસ્થાન નહિ કોય.
ફળદાતા ઈશ્વર જો સિદ્ધ ન થાય તો જગતનો કોઈપણ નિયમ રહેશે નહિ અને શુભાશુભ કર્મ ભોગવવા માટે કોઈ સ્થાન જગતમાં નહીં હોય, આટલી મોટી માથાફોડ ઊભી થાય, આનાં કરતાં અમે કહીએ છીએ કે આત્મા કર્મનો કર્તા છે પણ આત્મા કર્મનો ભોક્તા નથી. આ પ્રકારનો પક્ષ શિષ્યે મજબૂત રીતે નક્કી કર્યો, પરંતુ આત્મા કર્મનો ભોક્તા છે અને તે કઈ રીતે છે ? કયા નિયમથી છે એ વાતનો પ્રારંભ ગુરુદેવ ૮૨મી ગાથાથી રજૂ કરશે.
ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
૪
For Personal & Private Use Only
www.jainelibrary.org