________________
૨૦૦
પ્રવચન ક્રમાંક - ૫૮, ગાથા ક્રમાંક - ૭૯ થી ૮૧ સ્થિર છો પણ ચાલશો ત્યારે ગતિમાન થશો. ચાલવાની અને સ્થિર રહેવાની બે જુદી જુદી ક્રિયાઓ છે. બીજું દ્રવ્ય અધર્માસ્તિકાય, તે સ્થિર રહેવામાં સહાય કરે છે. જો જગતમાં અધર્માસ્તિકાય ન હોય તો બહુ પ્રોબલેમ થાય. તમે ચાલતા હો તો ચાલ્યા જ કરો, ચાલ્યાં જ કરો, પરંતુ ઊભા રહેવું હોય તો કોણ મદદ કરશે? ઊભા રહેવું હોય અથવા સ્થિર થવું હોય તો અધર્માસ્તિકાય સહાયક બનશે. સ્વાધ્યાય પૂરો થયો, ઊભા થઈને ચાલવું છે તો ધર્માસ્તિકાયની મદદ ન હોય તો ચાલી ન શકો. અને ચાલતાં ચાલતાં ઊભા રહેવું હોય અને થાક ખાવો હોય તો અધર્માસ્તિકાયની મદદની જરૂર પડશે. તો ગતિ તેમજ સ્થિતિ બંને માટે સહાયક દ્રવ્યો જોઈએ.
હવે ત્રીજું દ્રવ્ય છે આકાશ. આ આકાશ તમામ દ્રવ્યોને અવકાશ આપે છે. આકાશમાં અનંત પુદ્ગલો રહે છે. આકાશમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અનંત જીવ રહે છે. તેનું દિલ મોટું છે. તે બધાને રહેવાનો અવકાશ આપે છે, ના પાડતું નથી. આપણે તો ઘરની બહાર લખીએ કે પરવાનગી સિવાય આવવું નહિ. પરંતુ આકાશ તો બધાને અવકાશ આપે છે. અને કાળ દ્રવ્ય પરિવર્તનમાં નિમિત્ત છે. તમે બાળક હતા, યુવાન થયા, પછી વૃદ્ધ થયાં. માથે કાળા વાળ હતા, ધોળા થયા. આપણે પૂછીએ છીએ કે ઉંમર કેટલી થઈ? ઉંમર વધારવી તે કાળનું કામ. કાળ નવી વસ્તુને જૂની કરે છે. પરિવર્તન લાવવું તે કાળનું કામ છે. કેરી કાચી હતી, પછી એ પાકી થઈ. તેમાં કાળે તેને નવી અવસ્થા આપી. એક મહત્ત્વની એ વાત કે આ ચાર દ્રવ્યો આપણા જીવનમાં સહાયક થાય છે, પણ બીજો કોઈ વિક્ષેપ કરતાં નથી. બાકી રહ્યું રૂપી પુગલ દ્રવ્ય.
અનંતકાળથી આપણે પુદ્ગલ દ્રવ્ય સાથે જીવીએ છીએ. સમજવું અત્યંત જરૂરી છે કે પુદ્ગલ દ્રવ્ય વિશે આપણો અભિગમ બહુ બરાબર નથી. સંસારનું નિમિત્ત પુગલ દ્રવ્ય છે. પુગલ ન હોત તો સંસાર ન હોત. મુક્ત થતા પહેલાની આપણી જીવનયાત્રાનો આધાર પુદ્ગલ છે. અને મુક્ત થઈએ પછી શરીર, શ્વાસોચ્છવાસ, ઈન્દ્રિયો કે આહાર એ કોઈપણ વસ્તુની જરૂર ન જ હોય. ભાષાની પણ જરૂર નથી. આખું પુદ્ગલ દ્રવ્ય આપણા જીવનમાંથી બાકાત થઈ ગયું. મુક્ત થયા નથી ત્યાં સુધી જીવનમાં પુદ્ગલ દ્રવ્યની સહાય અનિવાર્ય છે. આપણી જીવનયાત્રામાં મુખ્ય સહાયક પુદ્ગલ દ્રવ્ય, તે એક વાત. બંધનું કારણ પણ પુદ્ગલ દ્રવ્ય છે. જીવ પુદ્ગલ તરફની આસક્તિથી બંધાય છે. અને મોક્ષનું સાધન પણ પુદ્ગલ દ્રવ્ય છે. સાધના કરવી હોય તો આર્યદેશ, ઉત્તમકુળ જોઈએ, સંસ્કારી માતા પિતા જોઈએ, શરીર, ઈન્દ્રિયો, પ્રાણ અને મન જોઈએ. આ બધું પુદ્ગલ છે. પુદ્ગલ તમને સાધન તરીકે સહાય કરે છે. પુદ્ગલની હાજરી મહત્ત્વની છે. પુદ્ગલ પોતે પોતામાં કશું જ કરતું નથી. પરંતુ આત્મા પુદ્ગલનો ઉપયોગ કરી કાર્ય કરે છે. સમજવા કોશિશ કરજો. આનંદઘનજી મહારાજે પણ કહ્યું છે કે “પુદ્ગલસે રાતો રહે, માને એહ નિધાન” પુદ્ગલમાં જ તે રાતો છે. આપણો ખજાનો,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org