________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૯૭ માણસ મળ્યો, તે મજૂર હતો, તેણે કહ્યું કે પૂછ પૂછશું કરો છો? પૂછવાથી ગામ આવતું હશે? ચાલવાથી ગામ આવે. એ ગુરુ હોંશિયાર ! આપણી પણ આ જ હાલત છે. જેટલા ગુરુ મળ્યા, બધાને એ જ પૂછ્યું, કેટલું ચાલવાનું છે? પરંતુ તું ચાલ તો ખરો. ઊભા જ છો ને તો કેવી રીતે પાર આવે ? નિજ ભાનમાં હો તો ચૈતન્યનું બળ વધે, અને સ્વભાવનો કર્તા બને, અને પોતાના સ્વભાવમાં ન રહે તો ચૈતન્યનું બળ ઘટે. રાગદ્વેષ કરે તો પરભાવમાં ગયો. સામસામે બે લશ્કરો ઊભાં છે, કોઈ એક ડગલું આગળ વધે તો, ફાઈટ શરૂ થાય. બંદૂકની ગોળી ચાલુ. આગળ કેમ આવ્યો ? આપણે આપણા સ્વભાવની મર્યાદા છોડીને એક ડગલું આગળ આવીએ છીએ, એટલે પરભાવમાં દાખલ થઈએ છીએ, માટે કર્મો આપણને પકડી લે છે. આ અલંકારિક ભાષામાં વાત કહી. ખરેખર તો કર્મોને કંઈ પડી નથી. એમને આપણી સાથે શું લેવા દેવા છે? પણ આપણે રાગદ્વેષ કરીને અને કષાયો કરીને પ્રભાવ પાડીએ છીએ, પછી આત્મા કર્મથી બંધાય છે.
શિષ્ય એમ કહે છે કે, આપની વાત સાચી છે કે આત્મા કર્મનો કર્યા છે, તે વાત અમે સ્વીકારી લીધી, પણ તે કર્મના ફળનો આત્મા ભોક્તા નથી. આના સંબંધી ઘણી વાત છે. આગળ કરીશું, શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે કર્મનો બંધ થાય છે પણ “શું સમજે જડકર્મ જડ કર્મો ફળ આપવાનું કેવી રીતે સમજે? જીવને હેરાન કરવો કે ફળ આપવું કે બદલો લેવો એ ભાવના તેને ન હોય. એ સુખ પણ ન આપે કે દુ:ખ પણ ન આપે. એ શું સમજે છે કે તે ફળને આપી શકે, માટે અમને એમ લાગે છે કે આત્મા કર્મનો કર્તા છે, પણ આત્મા કર્મનો ભોક્તા નથી. ફરી મળીશું ત્યારે વિગતવાર ચર્ચા કરીશું.
ધન્યવાદ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ.દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org