________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
કર્તા મટો અને સ્વભાવના કર્તા બનો.
જીવ લાગી રહ્યો પરભાવમેં,
સહજ સ્વભાવ લખે નહિ અપનો, પડિયો મોહ કે દાવમેં.
આ પદ નથી પણ યશોવિજયજી મહારાજની વેદના છે. આ ભજન કે કાવ્ય નથી પરંતુ અંદરની મૂંઝવણ છે. અંદરની વ્યથા છે. આટલાં શાસ્ત્રો વાંચ્યા, આટલાં સિદ્ધાંતો વાંચ્યા, આટલાં અનુષ્ઠાનો, જપ, તપ, વ્રતની સાધના કરી તોપણ અમારો આત્મા પરભાવમાં લાગેલો છે. પરભાવમાં જ છે. આપણે ચર્ચા કેટલી ઊંચા પ્રકારની કરીએ છીએ, ૧૧મા ગુણસ્થાનકની ચર્ચા કરીએ છીએ. ૧૧મા ગુણસ્થાનેથી જે પાછો આવે છે તે જીવ હલકો નથી, એ નીચો કે નબળો નથી. ભૂલે ચૂકે એમ ન માનતા કે તમે એમના કરતાં ઊંચા છો. એ ભ્રમણામાં ન રહેશો. એમની તો અદ્ભુત સાધના છે. સાધના કરતાં કરતાં ઉપશમભાવને કારણે નીચે આવ્યા છે. તારું તો ગજુ પણ નથી કે તું એ શ્રેણી માંડી શકે. તેઓ શ્રેણી માંડીને શ્રેણીમાં દાખલ થયા અને નિયમ પ્રમાણે ઉપશમભાવમાં ગયા, ઉપશમભાવનો કાળ પૂરો થયો અને નીચે આવ્યા, પરંતુ તેઓ નીચે રહેવાના નથી. તેઓ ચઢવાના છે. તું તારું જો. તારી સ્થિતિ કેવી છે ? સહજ સ્વભાવ લખે નહિ અપનો, પડિયો મોહ કે દાવમેં, જીવ લાગી રહ્યો પરભાવમેં’ તેમ યશોવિજયજી મહારાજ કહે છે. આજે પણ જીવ પરભાવમાં વિભાવમાં લાગેલો છે. પોતાનો સહજ સ્વભાવ એ લક્ષમાં લેતો નથી, સમજતો નથી, જાણતો નથી, અને મને કહેવા દો કે આત્મા મોહના હાથનું રમકડું બની ગયો છે.
ખરેખર સાધનામાં જે કંઈ કરવાનું હોય, તેની સ્પષ્ટતા આ ૭૮મી ગાથામાં કરવાની છે. ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ;
૧૮૧
વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ.
જૈન દર્શનનો નિચોડ આ ગાથામાં છે. જ્ઞાનીને બે વાતો સ્પષ્ટ કરવી છે. ખરેખર સાધનામાં એક ધારામાંથી બહાર નીકળી બીજી ધારામાં પ્રવેશ કરવાનો છે. જે કર્મની ધારા છે, વિભાવની ધારા છે તેમાંથી બહાર નીકળી સ્વભાવની ધારામાં આપણે ઠરવું છે. સ્વભાવની ધારામાં ઠરવા માટે શું પ્રક્રિયા કરવાની છે ? તેની કઈ રીત છે ? કઈ પદ્ધતિ છે ?
પહેલી વાત, ‘ચેતન જો નિજ ભાનમાં', આત્માને જો પોતાનું ભાન થાય, બહુ વિચિત્ર વાત લાગે છે કે આત્મા આપણે પોતે છીએ. આ કોઈ બીજી પાર્ટીની વાત નથી. કોઈ બીજા આત્માની વાત કરતા હોય તો બરાબર. આત્માને-આપણને પોતાનું જ ભાન નથી.
આપ આપકું ભુલ ગયા; ઈનર્સે ક્યા અંધેર ?
સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર.
આ સૌથી મોટું આશ્ચર્ય છે કે પોતે પોતાને જ ભૂલી ગયો છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં આ જ ભૂલ થાય છે કે પોતાનું વિસ્મરણ પોતાને થાય છે. ‘ચેતન જો નિજ ભાનમાં’ ચેતનને પોતાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org