________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૮૭
વાત એ કે આત્મા વિભાવ કરે છે. તેના કારણે કર્મનો કર્તા બને છે. એ કર્મ કરે છે ખરો પણ કર્મનો ભોક્તા બની શકતો નથી.
તેને કર્મને ભોગવવાં પડે નહિ તેનું પહેલું કારણ એ કર્મો પરમાણુમાંથી બનેલાં છે. એ પુદ્ગલ દ્રવ્યનો ભાગ છે. પુદ્ગલ દ્રવ્યમાં જ્ઞાન સ્વભાવ નથી. જો જ્ઞાન ન હોય તો, હેતુ ન હોય, ઈરાદો ન હોય, ઈન્ટેશન ન હોય. ફળ ક્યાં આપવું, આને આ શિક્ષા કરવી તે જડને ખબર ન હોય. તમે ખુરશી પર બેઠાં અને ખુરશી ઉલળી પડી, તો ખુરશી તેમ નહિ કહે કે સોરી સાહેબ ! અથવા એમ પણ નહિ કહે કે ધ્યાન રાખીને બેસતાં શીખો. જડ પદાર્થમાં ફળ આપવાની બુદ્ધિ નથી. જ્ઞાન હોય ત્યાં સમજ હોય. જ્ઞાન હોય ત્યાં પરિણામ હોય, હેતુ હોય, ઈરાદો હોય. જ્ઞાન હોય તો પ્રવૃત્તિ હોય, જ્ઞાન હોય તો ફળ આપવાનું હોય. પરંતુ પુદ્ગલ દ્રવ્યમાં જ્ઞાન નથી, વર્ણ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે, આકૃતિ છે, વજન છે. એ બધું ખરું પણ જ્ઞાન નહિ, સમજણ નહિ, પ્રેરણા નહિ, ક્ષમતા નહિ, શક્તિ નહિ. એ બધાથી રહિત છે. આવું જડકર્મ આત્માને કેવી રીતે કર્મનું ફળ આપી શકે ? શંકા સમજાય છે ? આત્માને કર્મ કઈ રીતે ફળ આપી શકશે ? કર્મ તો જડ છે તેમ અત્યાર સુધી વાત કરતા આવ્યા છીએ. કર્મ જડ છે. કાર્મણ વર્ગણામાંથી તૈયાર થયેલું છે એ તત્ત્વ કાર્મણ વર્ગણા જડ, તેમાંથી બનેલું કર્મ જડ. એવું કર્મ કેવી રીતે ફળ આપે કે પરિણામ આપે ? જીવને કર્મનો કર્તા કહીએ પણ કર્મનો ભોક્તા જીવ નહિ હોય. એમ શિષ્ય પૂછે છે.
અંબાલાલભાઈ તેમની ટીકામાં કહે છે, આત્મા કર્મનો કર્તા છે, એમ કહીએ અને સ્વીકારીએ, તો કર્મનો ભોક્તા જીવ નહિ ઠરે ? જડ એવા કર્મ શું સમજે કે આ વ્યક્તિને આ ફળ આપવાનું છે ? જડ કર્મ શું સમજે કે આ વ્યક્તિને અહીં જન્મ આપવો છે. અહીંથી લઈ જવાનો છે. કર્મો જડ છે અને જડ કર્મો ફળ આપી શકતાં નથી. કર્મો જડ એટલે નિર્જીવ છે. તેના બે પરિણામો છે. પુણ્યનું ફળ અનુકૂળતા અને પાપનું ફળ પ્રતિકૂળતા. સુખ સગવડ ભરેલી જિંદગી એ અનુકૂળતા. અનુકૂળ જિંદગી હોય તો નિરાંત થઈ જાય. પ્રતિકૂળતા આવે તે પાપનું કામ, તમારી વાત ખરી પરંતુ કર્મને શું સમજણ પડે કે આને પ્રતિકૂળતા આપવી અને આને અનુકૂળતા આપવી ? સમજણ તો કર્મમાં છે નહિ. માટે હે ગુરુદેવ ! અમને સમજાય છે કે આત્મા કર્મનો કર્તા છે. પણ આત્મા કર્મનો ભોક્તા નથી. આટલી વાત સ્પષ્ટ થઈ જાય તો શિષ્યને બહુ અનુકૂળતા થઈ જાય. કર્મનો કર્તા ભલે હોય પણ ફળ તો આપી શકે નહિ. કર્મનો કર્તા છે તેમ નક્કી કરો કંઈ વાંધો નહિ પણ ફળ આપી શકશે નહિ. તો પછી ચિંતા કરવાનું રહ્યું નહિ. એટલા માટે આ વાત કરી કે આત્મા કર્મનો કર્તા છે અને કર્મફળનો ભોક્તા નથી. અહીંથી વાત પૂરી કરીએ છીએ. આ બન્ને ગાથાઓ આવતી કાલના સ્વાધ્યાયમાં ફ૨ી જોઈશું.
ધન્યવાદ ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org