________________
૧૯૪
પ્રવચન ક્રમાંક - પ૭, ગાથા ક્રમાંક - ૭૮-૧ વહાર્ભિા હું બ્રહ્મ છું. આપણે ઉતાવળમાં અનુભવ થયા પહેલાં બોલીએ છીએ, પણ હજુ ખીચડી પાકી નથી અને બોલી નાખીએ છીએ કે હું બ્રહ્મ છું. ભગવાન કહેવરાવવું એક વાત છે, અને ભગવાન હોવું એ બીજી વાત છે. ભગવાન હોવામાં ભગવત્તા છે. તેમાં અહંકાર નથી, જ્યારે ભગવાન કહેવરાવવામાં અહંકારની વૃત્તિ છે.
અહં બ્રહ્માસ્મિ એ અનુભવ થાય એને માટે જૈન પરંપરા કહે છે કે હું સિદ્ધ જેવો છું. સિદ્ધ, બુદ્ધ, મુક્ત, નિરંજન, નિરાકાર જે શબ્દો વાપરવા હોય તે વાપરો. આ શબ્દોમાં આખી ઘટના છે, આખી અવસ્થા છે. આવી મૂળભૂત અવસ્થા જે છે તેને પણ જાણો, અને તમારી વર્તમાન અવસ્થાને પણ જાણો. સિદ્ધ અવસ્થાને પણ જાણો, તમે શું થઈ શકો છો તે પણ જાણો. ધર્મ કરવો એક વિજ્ઞાન છે, ધર્મ એ માત્ર ક્રિયાકાંડ નથી. ધર્મ એ માત્ર ક્રિયા પ્રક્રિયા નથી. જગતમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિજ્ઞાન જો કંઈ હોય તો ધર્મ છે.
બાળક જે સમયે ગર્ભમાં આવે છે તેની પહેલી ક્ષણ અને એંશી વર્ષનો વૃદ્ધ બને છે એ ક્ષણ-એ બે વચ્ચે કેટલો વિકાસ થયો? પરંતુ જે દિવસે તે ગર્ભમાં આવ્યો ત્યારે પણ તે પૂર્ણ હતો, આખી આકૃતિ પૂર્ણ હતી, પરંતુ ખીલતાં ખીલતાં ૮૦ વર્ષ લાગ્યાં. ૮૦ વર્ષ ખીલ્યા, પછી ગયા, પરંતુ સિદ્ધ અવસ્થા એવી છે કે પ્રાપ્ત કર્યા પછી ખોવાની વાત નહિ. એંશી વર્ષના રવીન્દ્રનાથ ટાગોર પણ બહુ રૂપાળા હતા, જોવા ગમે તેવા હતા. એમનું શરીર, દાઢી બધું સુંદર હતું. ટાગોરજીનું વ્યક્તિત્વ ખીલતાં એંશી વર્ષ લાગ્યા. આત્માનું પૂરેપૂરું અસ્તિત્વ ખીલતાં સમય લાગે છે, સમયનું મહત્ત્વ નથી, પરંતુ અસ્તિત્વ પૂરેપૂરું ખીલવું જોઈએ.
મેં, ત્રણ વાત કરી. મૂળમાં તમે જે છો તે સમજી લો, વર્તમાનમાં તમારી જે અવસ્થા છે તે સમજી લો. અને મૂળ તેમજ વર્તમાનનો ફરક છે તે ટાળી દો. ફરક ટાળવો, અથવા બે વચ્ચેનું અંતર ટાળવું, એ ટાળવાની પ્રક્રિયા તેને કહેવાય છે ધર્મની સાધના, ધ્યાનની સાધના. તે સાધના તમે કરો છો ત્યારે બહુ મહત્ત્વની ઘટના ઘટે છે. એ ઘટનાનું વર્ણન આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પરમકૃપાળુ દેવ કરે છે. એમણે એમ કહ્યું કે ચેતન જો પોતાના ભાનમાં રહે તો પોતાના સ્વભાવનો કર્તા થાય છે. ભાન બહુ મહત્ત્વની વસ્તુ છે. સભાનતા બહુ મહત્ત્વની વસ્તુ છે. હિંદીમાં કોઈ કહેતા હોય કે હોશ રખો, હોલસે બાત કરો. ટ્રેઈનમાં ચડતા હો, પગથિયું ચૂક્યા તો ગયાં. ઉતાવળ તો હોય પરંતુ પગ ક્યાં મૂકાય છે તેનું ધ્યાન તો રાખવું જોઈએ ને? સભાનતા જોઈએ. આપણને આપણું ભાન જોઈએ, આપણે કોણ છીએ? આપણે શું છીએ? એવું પોતાનું નિજ ભાન. ચેતનને નિજ ભાન થાય ને નિજ ભાનમાં રહે, તો આખી System બદલાઈ જાય. આ પ્રક્રિયામાં શું થાય છે? જો તેને સભાનતા હોય તો તે પોતના સ્વભાવનો કર્તા બને છે. પોતાના સ્વભાવના કર્તા બનવું તે પરિપૂર્ણ સાધના છે. સ્વભાવના કર્તા બનો. જ્ઞાન, ચારિત્ર્ય, શ્રદ્ધા, ક્ષમા, નમ્રતા, સરળતા આ તમારો સ્વભાવ છે. આ વ્યાપકભાષાને બદલે એક શબ્દમાં કહેવું હોય તો વીતરાગતા તમારો સ્વભાવ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org