________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૯૧ સામ્યવાદ છે કે નિગોદથી માંડીને સિદ્ધ સુધી જેટલા આત્માઓ છે તે દરેકની મૂળ મૂડી સરખી છે, ઓછી વધતી નથી. “સર્વ જીવ છે સિદ્ધ સમ', કોઈ અપવાદ નહીં, બધા જીવો સિદ્ધ સમ છે.
આમાંથી એક માનનીય સિદ્ધાંત નીકળે છે. તમે સૌનો આદર કરો, સૌનું સન્માન કરો. સૌને પ્રેમ આપો. સૌ પ્રત્યે નમ્ર રહો. સૌને વંદન કરો, સૌ પ્રત્યે સભાવ વ્યક્ત કરો. કારણ સૌ પરમાત્મા જેવા છે. અહીં પરમાત્મા એક જ નથી. પરમાત્મા હોવું તે એકનો ઈજારો નથી. જેટલા જીવો છે તે બધા પરમાત્મા જેવા છે.
આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો સિદ્ધ,
બિચકા પરદા મિટ ગયા, તો પ્રગટ ભયી નિજ રીત. આત્મા એ પરમાત્માની નાનકડી આવૃત્તિ છે. તમે મૂળમાં પૂર્ણ છો. એ પૂર્ણ સામટું છે, એકી સાથે છે, એક સમયે છે, એક ક્ષણમાં સાથે જ છે. જુઓ, આ પૂર્ણતા ક્રમમાં નથી, પણ તમે જ્યારથી છો ત્યારથી પૂર્ણ જ છો. પૂર્ણતામાં ઉમેરો કે ઘટાડો કરવાની જરૂર નથી. તમને થતું હશે કે હું શા માટે આટલી માથાકૂટ કરું છું, પરંતુ હું જાણી જોઈને આ કહું છું, કારણ કે તમને ખ્યાલ આવે કે તમે શું છો ? તમે બધા માની બેઠા છો કે તમે મોટા ઉદ્યોગપતિ છો, ધનપતિ છો, પ્રોફેસર છો, કોઈના પિતા તો કોઈના પુત્ર છો. આગેવાન છો કે પ્રધાન છો. આ તો બહુ નાની વાત છે, પણ તમે તો પૂર્ણ છો. પૂર્ણની અપેક્ષાએ આ બધી નાની નાની વાતો છે. મૂળમાં આત્મતત્ત્વ પરિપૂર્ણ છે, એક સમયમાં, એક ક્ષણમાં-એકી સાથે છે. એ પૂર્ણમાંથી જેટલા જેટલા અંશે પ્રગટ થાય તે તમારો આવિર્ભાવ છે. તમે વિકાસની પ્રક્રિયામાં ઢળ્યા. ડાર્વિન ઉત્ક્રાંતિવાદ કહે છે, પરંતુ આપણે બીજા અર્થમાં વાત કરીએ છીએ. જગતમાં અસંખ્ય અવસ્થાઓ છે, માત્ર ૧૪ ગુણસ્થાનો એટલી જ અવસ્થા નથી, અસંખ્ય અવસ્થાઓ છે. જુદી જુદી અવસ્થાઓ એટલા માટે થાય છે કે દરેકના ભાવો જુદા, દરેકનો આવિર્ભાવ જુદો, દરેકની પ્રગતિ જુદી અને દરેકનું ખીલવું જુદું. તમે જાતે જગત સામે નજર નાખો ને ? જાતજાતનાં માણસો, જાતજાતનાં પાત્રો, શરીરની આકૃતિ જુદી જુદી, બુદ્ધિ પણ જુદી, વ્યવહાર પણ જુદો, અભિગમ, રુચિ, પસંદગી, ના પસંદગી બધું જુદું જુદું. આ બધો જગતમાં જમેલો છે.
અનંત પ્રાણીઓ આ જગતમાં આપણને જોવા મળે છે. બધામાં પૂર્ણ તત્ત્વ મૂળમાં છે સરખું. એ પૂર્ણ તત્ત્વ હાજર છે, પણ પૂર્ણ તત્ત્વ તિરોભૂત છે, છૂપાયેલું છે, એને પ્રગટ કરવું, ખીલવવું એ જે પ્રક્રિયા જીવનમાં થાય તેને કહેવાય છે સાધના. એક બીજ ધરતીમાં જાય છે, અલોપ થઈ જાય છે, દેખાતું નથી, પણ ધીમે ધીમે એક દિવસ ઊગી નીકળે છે. ખેડૂત રાજી થાય છે. વાવેતર કર્યા પછી થોડા દિવસ પછી ખેડૂત જોવા જાય, તરત જતો નથી. આપણે તરત જોવા જઈએ. આપણને ધીરજ રહેતી નથી. એક ભાઈ ધ્યાન કરતા હતા. ત્રણેક દિવસ ધ્યાન કર્યું, પછી મને કહે કેમ દેખાણું નહિ? અરે ! આટલી બધી ઉતાવળ? ત્રણ દિવસમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org