________________
૧૯૦
પ્રવચન ક્રમાંક - પ૭, ગાથા ક્રમાંક - ૭૮-૧ અવસ્થા તો આ છે. આ સમાચાર તને કોઈ આપે તો આનંદ નથી આવતો? આલ્હાદ નથી આવતો ? અંદરમાં સંભાવના કેટલા પ્રકારની છે તેનું માપકયંત્ર ચૌદ ગુણસ્થાનો, યોગની આઠ દૃષ્ટિ અને છ વેશ્યા છે. કોઈ પણ પ્રશ્ન, ઘટના પરત્વે તમે કેવા વિચાર કરો છો? તમે કોઈ સાથે કેવો વ્યવહાર કરો છો ? તે તમારું માપક યંત્ર છે.
શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું કે આંબાના ઝાડ નીચે થોડા માણસો બેઠા હતા, તેમને કેરીઓ ખાવી હતી. તો એક જણ કહે કે હમણાં જ વાવાઝોડું પસાર થયું, ઘણી પાકેલી કેરી ખરી છે, તે આપણે ખાઈ લઈએ. તો કોઈ કહે ના, એવી નહિ, ઝાડ ઉપરથી ઉતારો અને તે ખાઓ. ત્રીજો કહે આખું ઝાડ પાડો ને? બધું ખાઈ લઈએ. કેરી ખાવાનો દરેકનો અભિગમ જુદો જુદો છે. અર્થાત્ આપણે કેવા છીએ તે આપણી અભિવ્યક્તિ ઉપરથી ખ્યાલ આવે છે. આપણું હોવાપણું અને આપણી અભિવ્યક્તિ બન્ને ઉપરથી આપણું પોતાનું માપ નીકળે છે. શાસ્ત્રોએ કહ્યું કે તમે જ્યારે પ્રથમ ગુણસ્થાને હો છો ત્યારે તમારી તૈયારી થાય છે. તમે અધ્યાત્મ માર્ગ તરફ વળો છો, હવે તમારી પરમાર્થ માર્ગની યાત્રા નીકળવાની છે. એની થોડી તૈયારી પ્રથમ ગુણસ્થાનથી થાય. મિથ્યાત્વ શબ્દ બોલતાં એમ ન સમજશો કે તમારી તૈયારી નથી. મિત્રા, તારા, બલા, અને દીપ્રા આ ચારે દૃષ્ટિઓનો વિકાસ પ્રથમ ગુણસ્થાને હોય છે. મહર્ષિ પતંજલિની પરિભાષામાં યમ, નિયમ, આસન અને પ્રાણાયામ આ ચાર યોગના અંગો અનુક્રમે પહેલી ચાર દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક પરિભાષામાં ખેદ, ઉદ્વેગ, ક્ષેપ, ઉત્થાન દોષો જાય. ધર્મ કરવાની તત્પરતા આવે. આટલી પ્રગતિ પહેલે ગુણસ્થાને થાય. તમે આટલાં ખીલ્યાં, તમે આટલાં વિકસ્યાં, થોડા પ્રગટ્યા અને પછી ક્રમે ક્રમે વિકાસ પામતા જાવ. ગઈ કાલે વાત કરી હતી અને ફરી યાદ કરાવું છું કે જેટલો તમારો આંતરિક વિકાસ થાય તે તમારી મૂડી છે. તમારું મૂળ રોકાણ તો અનંત છે, તમારી મૂળ મૂડી અનંત છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં એક શ્લોક છે.
ॐ पूर्णमदः पूर्णमिदं, पूर्णात्पूर्णमुदच्यते ।
पूर्णस्य पूर्णमादाय, पूर्णमेवावशिष्यते || આ શ્લોક પશ્ચિમમાં એક ફીલોસોફરે વાંચ્યો, ત્યારે તેને થયું કે આ માણસનું મગજ બરાબર ન હોવું જોઈએ. આ પાગલ હોવો જોઈએ. એ કહે છે કે આ પણ પૂર્ણ છે, તે પણ પૂર્ણ છે, પૂર્ણમાં પૂર્ણ ઉમેરો તો પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરો તો પણ પૂર્ણ છે, પૂર્ણને પૂર્ણથી ગુણો કે ભાગો તો પણ પૂર્ણ છે. અરે ! આ શું બોલે છે? એ માણસ સાચું કહે છે. મૂળભૂત દ્રવ્ય અથવા તત્ત્વ અથવા અસ્તિત્વ પૂર્ણ જ છે. તમે એક અર્થમાં પૂર્ણ છો, તમારી પાસે પૂરેપૂરી મૂડી છે. આજે અમે આધ્યાત્મિક સામ્યવાદ કહીએ છીએ. રશિયામાં ઘણો પ્રયત્ન થયો, બધું સરખું કરવા માટે. બધું સરખું થાય તે માટે ચાલીને એક કરોડ માણસોને ખતમ કર્યા. પરંતુ બધા એકસરખા થયા નહિ. અને સરખા થયેલાં પણ ગયા અને સામ્યવાદ પણ ગયો. આ આધ્યાત્મિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org