________________
૧૮ ૨
પ્રવચન ક્રમાંક - ૫૬, ગાથા ક્રમાંક - ૭૮ ભાન થાય, સ્વરૂપનું જો ભાન થાય, સ્વરૂપની સ્મૃતિ થાય, સ્વરૂપનો અનુભવ થાય, સ્વરૂપનું દર્શન થાય, આત્મસ્વરૂપનો નિશ્ચય થાય, તે મહત્ત્વની ઘટના છે. ભાન એટલે સમજ, ભાન એટલે અનુભવ, ભાન એટલે સાક્ષાત્કાર, ભાન એટલે પ્રતીતિ, ભાન એટલે શ્રદ્ધા, ભાન એટલે સભાનતા, ભાન એટલે કોન્સેસ, ભાન એટલે જાગરણ.
જ્યારે પોતાને પોતાનું જાગરણ થાય, પોતાના ભાનમાં જો ચૈતન્ય આવી જાય તો તેની પ્રક્રિયા બદલાઈ જાય, રીત અને જીવનશૈલી બદલાઈ જાય. જે ક્ષણે આત્માને પોતાના સ્વરૂપનું, નિજ સ્વરૂપનું ભાન થાય પછી તે આત્મા વિભાવનો કર્તા મટે છે અને સ્વભાવનો કર્તા બને છે. માત્ર કહેવાથી એ સ્વભાવનો કર્તા નથી બનતો અને માત્ર કહેવાથી એ વિભાવનો કર્તા પણ નથી મટતો. જ્યારે સ્વરૂપનું ભાન થાય, આત્માને પોતાનું ભાન થાય તો તેનું પરિણામ . આવે, તેનું ફળ આવે ત્યારે કર્તા આપ સ્વભાવ” એ પોતાના સ્વભાવનો કર્તા બની જાય છે. આત્મા કર્તા તો છે પરંતુ કર્મનો કર્તા નથી, બાહ્ય પદાર્થોનો કર્તા નથી. એ યુગલનો, જડ પદાર્થોનો કર્તા નથી, પણ કર્તા તો છે જ. વિભાવનો પણ કર્યા છે અને સ્વભાવનો પણ કર્યા છે. વિભાવનો કર્તા બને પોતાનું ભાન ન હોય ત્યારે, અને સ્વભાવનો કર્તા બને પોતાનું ભાન થાય ત્યારે. અંબાલાલભાઈએ બહુ સંક્ષેપમાં ટીકા લખી છે કે આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય આદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તે જ સ્વભાવનો કર્તા છે. અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિણમિત છે. પોતાના સ્વભાવમાં પરિણમે છે, તેને પોતાના સ્વભાવમાં રમવું એવી અવસ્થા પ્રાપ્ત થાય છે.
આત્મા ક્યાં વર્તે છે ? ક્યાં રહે છે ? ક્યાં રમે છે ? ક્યાં ઠરે છે ? ક્યાં જાય છે ? આનંદઘનજીએ તો પોકારી પોકારીને કહ્યું છે કે “વારો રે કોઈ, પર ઘર રમવાનો ઢાળ.” અમને પારકા ઘેર રમવાનો ઢાળો પડી ગયો છે. ટેવ, અભ્યાસ અથવા આદત પડી ગઈ છે. જેમ નાનું છોકરું રમતાં રમતાં રસ્તા ઉપર જાય ત્યારે તેની મા તેને સમજાવીને ઘેર પાછું લાવે અને દરવાજો બંધ કરી દે, છતાં બાળક માતાની નજર ચૂકાવી ફરી રસ્તા ઉપર ચાલ્યું જાય, તેમ આપણને આ સંતો રૂપી માતાઓ સમજાવી, સમજાવીને અંદર લાવે છે. બહારનો, પરનો જરા ટચ મળે કે આપણે ઘરની બહાર નીકળી જઈએ છીએ અને પરભાવમાં રમીએ છીએ. એ પરભાવમાં રમવાની જે આદત છે તે અમારી આદત ટાળો. આનંદઘનજી કહે છે, સહાય કરો, કૃપા કરો અને અનુગ્રહ કરો. અમને પર ઘરમાં રમવાની ટેવ પડી ગઈ છે. તેમાં રમવાના કારણે કમરચના થાય છે. રાગદ્વેષ થાય છે અને આત્મા અશુદ્ધ થાય છે.
આત્મા પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય તો તે વિભાવમાં વર્તે છે. પરભાવમાં અને કષાયમાં વર્તે છે. અને ત્યારે તે કર્મનો કર્તા બને છે. જો સ્વભાવમાં વર્તે તો સ્વભાવનો કર્તા બને, અને પરમાં રમે તો પરનો કર્તા બને. કર્મનો નિયમ ત્યાર પછી કામ કરે છે. આપણા વચ્ચે કર્મો સીધાં પ્રવેશતાં નથી.
પ્રથમ તો તે પોતાનું ભાન ભૂલી જાય તે ઘટના,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org