________________
૧૮O
પ્રવચન ક્રમાંક - ૫૬, ગાથા ક્રમાંક - ૭૮
ગાથા ક્રમાંક - ૦૮
પ્રવચન ક્રમાંક - પદ
વિભાવના કર્તા મટો
ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ;
વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. (૭૮). ટીકાઃ આત્મા જો પોતાના શુદ્ધ ચેતન્યાદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તેજસ્વભાવનો કર્તા છે,
અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિણમિત છે, અને તે શુદ્ધ ચેતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય ત્યારે કર્મભાવનો કર્તા છે. (૭૮)
વિવેચનનો પ્રારંભ કરતા પહેલાં ગાથાને સ્પષ્ટપણે સમજી લેવાનો પ્રયત્ન કરીએ. આ ગાથામાં સાધકે સાધનામાં શું કરવાનું છે તેનું ચિત્ર આપેલ છે. આ તત્ત્વજ્ઞાનની ગાથા નથી. આ ગાથા બરાબર સમજાય તો સાધના વિશે આપણી ભ્રમણાઓ, ગેરસમજો જે હોય તે દૂર થઈ જાય. ઘણી વખત, ઘણી બાબતોમાં આપણી સમજણ અસ્પષ્ટ હોય છે, ખોટી અથવા વિપરીત હોય છે. બે શબ્દો સમજી લઈએ. એક છે આત્મભાવ, તેને સ્વભાવ કહો કે ચૈતન્યભાવ કહો અને બીજો શબ્દ છે, પરભાવ, વિભાવ અથવા કર્મનો ભાવ.
જીવમાં બે ધારા ચાલે છે એક આત્મભાવની ધારા, ચૈતન્યભાવની ધારા અને બીજી ધારા તે પરભાવની-વિભાવની, કર્મભાવની ધારા. આ બંને ધારાઓનો કર્તા આત્મા છે. એ સ્વભાવનો પણ કર્યા છે અને વિભાવનો પણ કર્યા છે, પરંતુ કર્મનો કર્તા નથી. વિભાવ કર્યા પછી કર્મરચના થાય છે, પણ એ કર્મનો કર્તા નથી પરંતુ વિભાવનો જરૂર કર્યા છે. વિભાવ એટલે વિકૃતભાવ, વિકારી ભાવ, રાગદ્વેષના ભાવ. મોહભાવ કે અજ્ઞાન ભાવમાંથી જેટલા ભાવો જન્મે છે તે બધા ભાવોને જ્ઞાની પુરુષોએ વિકારી ભાવો અથવા વિભાવભાવ કહ્યાં છે. એ વિભાવભાવ અને સ્વભાવ બંને વચ્ચે આ જીવનની યાત્રા ચાલી રહી છે. આપણી યાત્રા મોટે ભાગે વિભાવની ધારાની યાત્રા છે. સ્વભાવનો સ્પર્શ ક્યારેક થયો હશે કે નહિ તે તો પ્રભુ જાણે, પરંતુ એમ નથી લાગતું કે આપણને ટચ થયો હોય ! વિભાવમાં તો આપણે ગળાડૂબ ડૂબેલા છીએ. સાધનાનું સૂત્ર કહેતી વખતે જ્ઞાનીઓને એક વાક્ય કહેવું છે કે,
‘વિભાવના કર્તા મટી જવું અને સ્વભાવના કર્તા બનવું.” આનું નામ સાધના. બહુ યાદ ન રહે તો ચિંતા કરવાની જરૂર નથી. મૂળ મુદ્દો યાદ રહેવો જોઈએ. દાળ શાકની ચર્ચા કરવાની જરૂર નથી. મીઠાઈ બરાબર છે કે નહીં તે જોવાની જરૂર. શાસ્ત્રોને એમ કહેવું છે કે વિભાવના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org