________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૭૭
આમ એક એક વાત લઈને સદ્ગુરુએ શિષ્યની તમામ શંકાનું સમાધાન કર્યું. તેમણે નક્કી કરાવ્યું કે આત્મા કર્મનો કર્તા છે. પરંતુ આત્મા કર્મનો કર્તા તો જ થાય જ્યારે આત્મા પ્રેરણા આપે અથવા રાગદ્વેષ કરે. રાગદ્વેષની પ્રેરણા આપવી તે આત્માનો સ્વભાવ છે જડનો સ્વભાવ નથી, માટે જડ પ્રેરણા આપી શકે નહિ. જડ કર્મ કરી શકે નહિ. સહજ રીતે કર્મો થાય છે તેવું પણ નથી. આત્મા જો રાગદ્વેષ નહિ કરે તો કર્મો કદી પણ થશે નહિ.
આપહી બાંધે, આપ હી છોડે, નિજમતિ શક્તિ વિકાસી.
ભાઈ ! કર્મો ક૨વામાં તારી શક્તિ તું વાપરે છે. વિભાવ કરવામાં શક્તિ જોઈએ. રાગ કરવામાં, દ્વેષ કરવામાં, ક્રોધ કરવામાં પણ શક્તિ જોઈએ ને ? ક્રોધ કરે છે ત્યારે કેવી શક્તિ આવી જાય છે ? ક્રોધમાં માણસ આખો પથ્થર ઉઠાવી લે છે. જેમ વિભાવ કરવામાં શક્તિ જોઈએ, તેમ સ્વભાવમાં ઠરવામાં પણ શક્તિ જોઈએ છે. તો ભલા માણસ ! વિભાવમાં શક્તિ વાપરવા કરતાં તારી શક્તિ સ્વભાવમાં ઠરવામાં વાપર ને ! નિજ ભાન કરીને પોતાની શક્તિ, પોતાના સ્વરૂપમાં ઠરવા માટે જ વાપરવી તેનું નામ મોક્ષનો માર્ગ. આ નેશનલ હાઈ વે, ખુલ્લો જ છે. જ્ઞાનીએ તે ખુલ્લો રાખ્યો છે. બધાને તે માર્ગ બતાવે છે. નિજ ભાન અને નિજમાં ઠરવું તે મોક્ષની ચાવી છે. પરમાર્થથી તું અસંગ તો છે જ. પણ તું પૂછે છે ને કે અનુભવ કેમ થતો નથી ? પરંતુ એ માટે એક શરત અનિવાર્ય છે કે સમ્યગ્દર્શન જો થશે તો જ તને અનુભવ થશે.
આટલી વાત કરીને ગુરુદેવ શિષ્યને છેલ્લી વાત કરે છે.
કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ;
અથવા પ્રેરક તે ગણ્ય, ઈશ્વર દોષપ્રભાવ. (૭૭)
તું એમ કહે છે ને કે ‘ઈશ્વર પ્રેરણા આપે છે’ આપણા હાથમાં રહેલું છેલ્લું સાધન પણ સદ્ગુરુ ઝૂંટવી લે છે. છેલ્લું આપણું શસ્ત્ર એ હતું કે અમે શું કરીએ ? ઈશ્વર જેમ કરાવે તેમ કરીએ છીએ. તો એ પણ ઝૂંટવી લીધું. મહાભારતમાં દુર્યોધન કહે છે કે હું ધર્મને જાણું છું, પણ ધર્મમાં પ્રવર્તન કરી શકતો નથી, હું અધર્મને જાણું છું પણ અધર્મમાંથી નિવૃત્ત થઈ શકતો નથી. હું પાપને જાણું છું પણ પાપ કર્યા વગર રહી શકતો નથી. હું સત્કર્મને જાણું છું પણ સત્કર્મ કરવાનો પુરુષાર્થ કરી શકતો નથી. કારણ કે ઈશ્વર મને જે પ્રેરણા આપે તે પ્રમાણે કરું છું. જુઓ, આ ડાહ્યો દીકરો બાપને વગોવે છે. ઈશ્વર તો બાપ કહેવાય ને ? હવે તે એમ કહે છે કે એ મને દારૂ પીવાની પ્રેરણા આપે છે, આ મને દુષ્કર્મ કરવાની પ્રેરણા આપે છે. આપણને કહેવાનું મન ન થાય કે તું કોને વગોવે છે ? ઈશ્વર તેવો છે જ નહિ. અને ઈશ્વર કંઈ જ પ્રેરણાં આપતા નથી. ધારો કે પ્રેરણા આપે તો સારી પ્રેરણા આપે, સારી શિખામણ આપે. એ કંઈ દીકરાનો હાથ પકડી દારૂના પીઠામાં ન લઈ જાય. એ એમ પણ ન કહે કે તારે જેટલો પીવો હોય તેટલો ધરાઈને પી લે. ઈશ્વર પ્રેરણા ન આપે. ઈશ્વર છે પણ તે કર્તા નથી પણ તેમણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org