________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૭૩ વિચારી મર્મ. હે શિષ્ય ! તું વિચાર કરી જો. જો ચેતનની પ્રેરણા ન હોય તો કર્મ કોણ ગ્રહણ કરે? હું વિગતવાર સમજાવવાની કોશિશ કરું છું. એક એક વાત બે વખત સમજાવવાની કોશિશ કરું છું. તો પ્રેરણારૂપે ગ્રહણ કરવાનું કામ જડ તત્ત્વ કરતું જ નથી. જડ તત્ત્વમાં આ પ્રકારની ઘટના ઘટતી જ નથી. જો જડ તત્ત્વ પ્રેરણા આપતું હોય તો ખુરશી પણ તમારા ઉપર ગુસ્સો કરે કે મારા ઉપર કેમ બેઠા? ઘડો પણ એમ બોલતો થઈ જાય કે મને ખુલ્લો કેમ રાખ્યો? ઢાંકી દો. આ ઉપરથી નક્કી થાય છે કે જડ પદાર્થો પ્રેરણા આપતા નથી કે ક્રોધ પણ કરતાં નથી. રાગદ્વેષ પણ કરતાં નથી અને કર્મને પણ ગ્રહણ કરતાં નથી. કોઈને એવો અનુભવ થતો નથી કે પુદ્ગલ દ્રવ્ય પ્રેરણા આપતું હોય. તેથી નક્કી થાય છે કે આત્મા પ્રેરણા આપે છે તેથી જ કર્મની રચના થાય છે, બંધ થાય છે. માટે અમે કહીએ છીએ કે આત્મા કર્મનો કર્તા છે. પ્રેરણા આપવી એ તમારું કામ છે. પ્રેરણા આપીને મોટી ઉપાધિ તમે વહોરી લો છો.
કર્મનો કર્તા કર્મ પણ નહિ કહેવાય કારણ કે કર્મમાં પણ પ્રેરણા આપવાનો ધર્મ નથી. માટે આત્મા પોતે જ કર્મનો કર્તા છે, અને કર્મનું કરવાપણું જીવના અધિકારમાં જાય છે, એ જીવના ક્ષેત્રમાં જાય છે. એ પુદ્ગલના ક્ષેત્રમાં જતું નથી. માટે અહીં સિદ્ધાંત આપવામાં આવ્યો કે...
જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મી. છેદ મૂકી દીધો.
જો ચેતન કરે નહિ તો કર્મ થતાં નથી. બે બાબતો સમજી લ્યો. કર્મરચના થયા પછી તે કર્મનો નિકાલ કરવાની પ્રવૃત્તિ કરવી એ એક વાત થઈ. અને કર્મ રચના થતાં પહેલાં ચેતન પ્રેરણા ન આપે આ બીજી વાત. બીજી વાત મહત્ત્વની છે જો ચેતન પ્રેરણા ન આપે, ભાવ ન કરે, રાગદ્વેષ ન કરે, તો કદી પણ કર્મો ન થાય. કર્મો જો ન થાય તો કર્મોનો નિકાલ કરવા માટે જે કંઈ પણ વ્યવસ્થા, મથામણ કરવી પડે છે તે ન કરવી પડે. ૧૪ ગુણસ્થાનકો, આઠ કર્મો, છે લેશ્યા, ઉપશમ શ્રેણી, ક્ષપક શ્રેણી, સદ્ગુરુ, સુવિચાર, સત્શાસ્ત્ર, અધ્યયન, શ્રવણ, ચિંતન, મનન, નિદિધ્યાસન, ધ્યાન, પ્રાણાયામ વિ. કેટલું બધું કરવું પડે છે. પરંતુ ઉપાધિ તો આપણે જ પ્રેરણા આપીને કરીએ છીએ.
મોક્ષ આ સૂત્રમાં છે કે જો આત્મા પ્રેરણા જ ન આપે તો, કંઈપણ કરવાની જરૂર નથી. કર્મ તો ન થાય અને તે કર્મનો નિકાલ કરવા જે વ્યવસ્થા કરવી પડે છે, તે ન કરવી પડે. તમને કંઈપણ કર્યા વગર મોક્ષ જોઈએ છે. તમે કહો છો, આશીર્વાદ આપો ને સાહેબ ! મોક્ષ મળી જાય. કર્મો તમે કરો અને આશીર્વાદ અમારે આપવાના? “જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ. આ જૈન દર્શનની અલૌકિક વાત છે. જગતના કોઈ દર્શનમાં આવી વાત કરી નથી. તું સંપૂર્ણ રીતે સ્વતંત્ર છો. તું પ્રેરણા આપવાનું બંધ કર. કર્મો સાથે તારો સંબંધ નહિ થાય. કર્મોને તારી સાથે લેવા દેવા નથી. નિયમ સાથે લેવા દેવા છે. તમે જેવી પ્રેરણા આપશો કે તરત કાર્મણ પરમાણુમાંથી કર્મરચના થશે. જેવી રચના થશે, તેવું ફળ નક્કી થશે. જેવું ફળ નક્કી થશે તેવું આયોજન થશે. અને તે આયોજનમાં તમારે સામેલ થવું પડશે. અને રખડવા માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org