________________
૧૭૨
પ્રવચન ક્રમાંક - પ૫, ગાથા ક્રમાંક - ૭૪ થી ૭૭ તરીકે જે કામમાં આવે છે તેને કહેવાય છે ઔદારિક વણા. ભાષા તરીકે જે કામમાં આવે છે તેને કહેવાય છે ભાષા વર્ગણા. બધી ક્વોલીટી જુદી જુદી છે. આખો કોઠાર હોય તેમાં એક ઘઉંનો કોથળો, એક જારનો કોથળો, એક બાજરાનો, એક ચણાની દાળનો કોથળો હોય, તેમાં જુદી જુદી જાતનું અનાજ છે. બજારમાં જાવ તો કેરી નામ તો એક જ પણ ક્વોલીટી જુદી જુદી છે. કંઈ સમજાય છે ? હાફુસ, લંગડો, રત્નાગીરી, કેસર, તોતાપુરી, પરંતુ મૂળ તો કરી. એમ પુદ્ગલ દ્રવ્ય એક, પરંતુ ક્વોલીટી જુદી જુદી. તેમ પુદ્ગલની વર્ગણાઓ જુદી જુદી, તે અલગ અલગ કામમાં આવે. કર્મ તરીકે રચનાના કામમાં ઔદારિક વર્ગણા ન ચાલે. કર્મ તરીકે રચનામાં કાર્મણ વર્ગણા જ કામમાં આવે. કાર્મણ વર્ગણા છે તે કશું કરતી નથી. પણ જે ક્ષણે, જે સમયે ચૈતન્યમાંથી પ્રેરણા ઊભી થશે તે પ્રેરણા પ્રમાણે કાર્મણ વર્ગણામાં પ્રક્રિયાની શરૂઆત થશે. કંઈ સમજાય છે? આમાં મોક્ષનું સૂત્ર સમજાવેલ છે. યશોવિજયજી મહારાજે કહ્યું, આપહી બાંધે, આપહી છોડે, નિજમતિ શક્તિ વિકાસી.
ચેતન! જો તું જ્ઞાન અભ્યાસી. એક સાંકડા મોંઢાના ઘડામાં બોર ભર્યા હોય, વાંદરો તેમાં હાથ નાખે અને મજબૂત મોટી મુઠ્ઠી બોરની ભરે, પછી હાથ બહાર કાઢી શકતો નથી. હવે બૂમ પાડે તો કોણ છોડાવવા જાય? એ વાંદરાને કહેવા જનાર કોઈ નથી. પરંતુ તમને કહેનાર કોઈ તો છે ને? તો અહીં એમ કહેવું છે કે તને કોણે પકડ્યો છે? કાશ્મણ વર્ગણાએ તને પકડ્યો? ના. કાર્પણ વર્ગણામાં કામ, કર્મ તરીકે ટ્રાન્સફર થવાની પ્રક્રિયાનો પ્રારંભ તારા કર્યા પછી થશે. તું શા માટે પ્રેરણા આપવાનું કામ કરે છે? રાગ એ પ્રેરણા, વૈષ એ પ્રેરણા, આસક્તિ, ઈર્ષા, હિંસા, ચોરી, દુરાચાર એ બધું કરવું તે પ્રેરણા, અભક્ષ્યનું ભક્ષણ એ પ્રેરણા. તારી જો પ્રેરણા થાય તો કાર્મણ વર્ગણાનું કામ શરૂ થાય. તે વખતે કાશ્મણ વર્ગણા મટી તે કર્મ બની જશે. જેમ ઘઉંના લોટમાંથી ભાખરી બને ત્યારે ઘઉંનો લોટ મટી તે ભાખરી તરીકે ટ્રાન્સફર, પરિવર્તન થયો. તેમ આત્મા પ્રેરણા કરે, એ પ્રેરણામાંથી કાશ્મણ વર્ગણા કર્મ તરીકે બને અને કર્મ બન્યા પછી નિયમ પ્રમાણે ફળ આપે.
“જડ સ્વભાવ નહિ પ્રેરણા.” બીજી સ્પષ્ટ વાત જડ તત્ત્વો કે પુગલ તત્ત્વમાં પ્રેરણા આપવાનો સ્વભાવ નથી. પહેલાં વાત થઈ હતી, ડબ્બામાં મોહનથાળ ભર્યો છે, પરંતુ મોહનથાળ તમને એમ નહિ કહે કે તમે મને ખાવ. તમને જડ પદાર્થ સામે ચાલીને કહેશે નહિ, પરંતુ તમે મન કરી ખાવા જાઓ છો. અને પછી કહો છો કે આ પુદ્ગલ દ્રવ્ય અમને હેરાન કરે છે.
મોક્ષનું સૂત્ર આમાં છે. તમે અહીં કંટ્રોલ કરી લો. પ્રેરણા આપવાનું બંધ કરો. તો સાહેબ ! કોઈ સાધના કરવી નહિ પડે. જો પ્રેરણા નહિ આપો તો તમને કર્મો નહિ બંધાય. જડનો સ્વભાવ પ્રેરણા આપવાનો નથી. તમારામાં જડ કંઈ ભાગ ભજવતું નથી. “જુઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org