________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૬૯
પાંચમું પદ છે. પરંતુ ત્રીજા પદમાં મોક્ષનો સૂત્રપાત છે, મોક્ષની ચાવી છે. શિષ્યની શંકાનું સમાધાન કરવા જતાં મોક્ષનો ખરો ઉપાય આમાંથી પ્રાપ્ત થાય છે. શિષ્યે બે અત્યંત મહત્ત્વની વાતો કરી છે. એક વાત એ કરી છે કે ‘કર્તા જીવ ન કર્મનો.' સાહેબ ! આત્મા કર્મનો કર્તા છે, અમે તે સ્વીકારતા નથી. કર્મ જડ છે તેથી આત્મા કર્મનો કર્તા હોઈ શકે નહિ. કર્મ જડ છે અને જડમાં આત્મા કશું જ કરી શકતો નથી. આત્મા પણ સ્વતંત્ર છે અને જડ પણ સ્વતંત્ર છે. અને જડની અંદર આત્મા કંઈ કરવા જાય તો પાયાનો જે સિદ્ધાંત ‘કોઈ દ્રવ્ય, અન્ય દ્રવ્યનું કંઈ કરી શકતું નથી’, તે ખોટો પડે. એ વાતની વિચારણા કોઈ વખતે થશે. આના વિષે ઘણી ગેરસમજ થઈ છે, ઘણી ભ્રમણાઓ છે તે કોઈ વખત સ્પષ્ટ કરીશું.
આ સિદ્ધાંત છે કે તમામ દ્રવ્યો સ્વતંત્ર છે. સ્વયં સંપૂર્ણ છે, તમામ દ્રવ્યો સક્ષમ છે, અને અનંત શક્તિથી ભરેલા છે. તમામ દ્રવ્યો નિરપેક્ષ છે, તમામ દ્રવ્યો અસહાય છે, કોઈ પણ દ્રવ્ય લાચાર નથી, આત્મ દ્રવ્યને કંઈપણ કરવા માટે પુદ્ગલ દ્રવ્યની સહાય લેવી પડે તેવી લાચારી આત્મામાં નથી, અને પુદ્ગલ દ્રવ્યને આત્માની સહાય લેવી પડે તેવી લાચારી પુદ્ગલ દ્રવ્યની નથી. પરંતુ સહકાર છે, સંબંધ છે, સહયોગ છે, નિમિત્ત નૈમિત્તિક મેળ છે. પરંતુ દ્રવ્ય પોતે સ્વતંત્ર છે. આત્મ દ્રવ્યમાં જે કંઈ આવશે તે આત્મામાંથી આવશે. અને પુદ્ગલ દ્રવ્યમાં જે કંઈ આવશે તે પુદ્ગલમાંથી જ આવશે. વિશ્વમાં નાનામાં નાનો પરમાણુ સ્વયં સંપૂર્ણ એકમ છે. આ શબ્દ સમજી લેજો. એક પરમાણુ એ સ્વયં સંપૂર્ણ એકમ છે. તમે માટીનું ઢેફું જુઓ છો, તેમાં અનંત પરમાણુઓનો સંગમ છે. તેને સંધ કહેવાય. સ્કંધના ભાગો કરીએ તેને દેશ કહેવાય. દેશનો મતિ કલ્પનાથી ચિંતવેલો એક અત્યંત સૂક્ષ્મ ભાગ તેને પ્રદેશ કહેવાય. અને તે છુટ્ટો પડે કે છૂટો હોય તેને પરમાણુ કહેવાય. એક એક પરમાણુ સ્વયં સંપૂર્ણ છે. તેમાં જે કંઈ બનશે, જે કંઈ ઘટના ઘટશે, જે કંઈ પ્રક્રિયા થશે, જે પર્યાયો થશે, જે કંઈ અવસ્થાઓ આવશે એ બધાને ઉત્પન્ન કરવાની ક્ષમતા પરમાણુમાં પોતામાં છે. આત્મા જે કંઈ કરે છે તે કરવાની ક્ષમતા આત્મામાં પોતાનામાં છે. આ બંને દ્રવ્યો પોતે સ્વતંત્ર છે. રેલના બે પાટાઓ છે, તેમાં ના નહિ. પરંતુ બંને જુદા છે. ગાડી ચાલશે તો બે પાટાથી ચાલશે - પરંતુ જે દિવસે પાટા ભેગા થશે તે દિવસે ગાડી નહિ ચાલે. પાટા જુદા જ રહેવા જોઈએ. એ ભેગા થાય તે ન ચાલે.
બંને દ્રવ્યો સ્વતંત્ર છે, અને સ્વતંત્ર હોય તો શિષ્યનું કહેવું છે કે સાહેબ, જીવ કર્મનો કર્તા નથી. આ શીર્ષક નીચે જુદા જુદા તેણે અભિપ્રાય આપ્યા, પણ ‘કર્તા જીવ ન કર્મનો.' આ એક લીટીના પેટમાં કર્મ એ જ કર્મનો કર્તા છે તે સમાઈ જાય છે, અથવા સહજ સ્વભાવ છે તે સમાઈ જાય છે, અથવા કર્મ જીવનો ધર્મ છે એ સમાઈ જાય છે. અથવા આત્મા અસંગ છે અને પ્રકૃતિ કરે છે તે સમાઈ જાય છે, આત્માને ઈશ્વર પ્રેરણા આપે છે અને કર્મ થાય છે તે સમાઈ જાય છે. પરંતુ સાહેબ ! એક વાત સ્પષ્ટ છે કે આત્મા કર્મનો કર્તા નથી. માટે મોક્ષના ઉપાયનો કોઈ હેતુ જણાતો નથી. આ મોક્ષની વાત કરવી, મોક્ષ માટે સાધના કરવી, તપશ્ચર્યા, વ્રતો, અનુષ્ઠાનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org