________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૬૭ છે. તે તમને કહેતી નથી કે તું હોટલમાં જા, પીક્સર જોવા જા, તે એમ નથી કહેતી કે તું મંદિરમાં જા, મને ભંડારમાં નાખ, અને અહીં ફાળો નોંધાય છે તો સો રૂપિયા ફાળામાં લખાવી દે. નોટ બોલતી નથી. અંદરથી તમને પ્રેરણા એટલે ભાવ થાય છે કે સિનેમા જોવા જવું છે. ટિકિટ નોટ દ્વારા મળશે. અહીં નોટનું કામ પૂરું થયું. તમે પીક્સરમાં ગયા પછી કહો કે આ નોટે મને હેરાન કર્યો. અરે ભલા માણસ ! નોટ તમને હેરાન કરે ? આ નોટ તો તમારા હાથમાં આવેલી ચીજ છે. નોટ શું કરે? પ્રેરણા આપવાનું કામ ચૈતન્યનું છે. જડ પ્રેરણા આપતું નથી. બીજી વાત, “જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ.” આ જવાબ આવી ગયો. જો ચૈતન્ય ન કરે તો કર્મ થતાં નથી. સમગ્રપણે જવાબદારી જડ કર્મની નથી પણ આત્માની છે. આત્મા ન કરે તો કર્મ થતાં નથી.
सिरिवीरजिणं वंदिअ कम्मविवागं समासओ वुच्छं ।
कीरइ जिओण हेऊहिं, जेणं तो भन्न कम्मं ॥ છ કર્મગ્રંથ છે. તેમાં પહેલાં કર્મગ્રંથની આ પહેલી ગાથા છે. વર્ધમાન પરમાત્મા મહાવીરને વંદન કરીને અમે સંક્ષેપમાં કર્મ વિપાકનું વર્ણન કરીએ છીએ. આમાં પહેલી વાત કે કર્મ શું છે? જીવ દ્વારા હેતુ પ્રાપ્ત કરીને જે કંઈ કરાય છે તેને કહેવાય છે કર્મ. આત્મા કરતો નથી, તો કર્મ શબ્દ જ ન આવે. કર્મ એટલે ક્રિયા, પણ કોણ કરનારો? ખાય છે કોણ? જોવે છે પણ કોણ? બોલે છે પણ કોણ? કર્મની પાછળ કર્તા જોઈએ. આ કર્તા બીજો કોઈ નહીં, કર્તા તે પોતે છે. જો કર્મ કરે તો કર્મ થયા વગર રહેતાં નથી. જો કર્મ ન કરે તો કર્મ થતાં નથી. આ બન્ને બાબતો વિગતવાર ફરી જોઈશું.
ધન્યવાદ! આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org