________________
૧૬૬
પ્રવચન ક્રમાંક - ૫૪, ગાથા ક્રમાંક - ૭૧ થી ૭૩ કર્મ નિજ કલ્પના, માટે ચેતન રૂપ” અને તેમાં પરમકૃપાળુ દેવ કહેવાના છે કે આ જે પ્રેરણા આપવી તેનું નામ ભાવ કરવો. રાગ કરવો તે પ્રેરણા, દ્વેષ કરવો તે પ્રેરણા, ક્રોધ કરવો, અહંકાર કરવો, ઈર્ષાની વૃત્તિ ઊઠવી તે પ્રેરણા છે. અસત્ય બોલવું, હિંસા કરવી તે પ્રેરણા કરવા બરાબર છે. આ બધા ભાવો, પરિણામો કર્યે જ જઈએ છીએ અને પછી તેનું પરિણામ આવે ત્યારે થાય કે આ બધું કેમ થયું? કોઈએ ગાયું છે કે “કોણે રે લખ્યા રે વિધિના લેખ?” કોઈએ લખ્યા નથી. આ લેખ લખનાર કોઈ નવરો નથી. કોઈ ઓફિસર નથી કે ત્યાં બેસીને લખે. અને તમને આપે ને કહે કે “લો ભાઈ ! આ લેખ લઈને જાવ દુનિયામાં. આપણે કોઈ લેખ લઈને આવ્યા નથી, પરંતુ આપણે પ્રેરણા આપી છે. આપણે જુદા જુદા ભાવો કર્યા છે. પ્રેરણા આપવી તે જડનું કાર્ય નથી, પુગલનું કામ નથી. ધારો કે સાંજનો ટાઈમ થયો છે, દેખાતું નથી. ઘરમાં અંધારું છે. સ્વીચ અને પાવર બધું છે, પરંતુ તમે સ્વીચ ઓન કરતા નથી. તે વખતે શું સ્વીચ તમને કહેશે કે ભાઈ ! ઊઠ અને લાઈટ કર. કોઈ દિવસ સ્વીચ બોલી? તેણે
ક્યારેય પ્રેરણા આપી? જડમાં પ્રેરણા આપવાની ક્ષમતા નથી, પણ પ્રેરણા ઝીલવાની ક્ષમતા છે. પ્રેરણા આપનાર આત્મા છે. પ્રેરણા આપવાની પ્રક્રિયા તેને કહેવાય છે ભાવ. તમે તમારી અંદર જુઓ, ૨૪ કલાક અંદર કંઈક ને કંઈક પ્રક્રિયા ચાલી રહી છે. તમે અત્યારે શાંતિથી બેઠા છો એવું લાગે છે. કંઈ જ બહારની પ્રવૃત્તિ ચાલતી નથી. પરંતુ અંદર શું કરી રહ્યા છો તે થોડું દેખાય? તમને અહીં બેઠાં બેઠાં યાદ આવી જાય, “પેલો મારા માટે શું બોલ્યો હતો ?' અહીં હોલમાં બેઠાં બેઠાં આત્મસિદ્ધિના પ્રવચનો સાંભળો છો. પરંતુ મનમાં ભાવ પ્રગટે છે કે પેલો શું બોલ્યો હતો? મળશે ત્યારે બરાબર કરીશ. આને કહેવાય પ્રેરણા. આ કોણ પ્રેરણા આપે છે? એ પ્રેરણા આત્મા આપે છે અને જડકર્મ પ્રેરણાને ઝીલે છે.
આ કર્યતંત્રની વાત અભુત છે. વ્યવસ્થા અદ્ભુત છે. બીજું ઉદાહરણ લઈએ. લોટ ઘઉંનો પડ્યો છે. ઘઉંનો લોટ એમ નથી કહેતો કે કેમ તમે રાહ જુઓ છો? કંઈક તો બનાવો. પણ આપણને અંદરથી પ્રેરણા થાય છે કે ભાખરી બનાવો. પ્રેરણા થઈ, અને લોટ ઉપર તમારા હાથ જશે. રોટલીનો લોટ જુદી રીતે બંધાય અને ભાખરીનો લોટ જુદી રીતે બંધાય. મનમાં નક્કી કર્યું છે કે ભાખરી કરવી છે તો લોટ એ પ્રકારે જ બંધાશે. તમે બાંધશો તો એ લોટ બંધાવા તૈયાર છે. એ પ્રેરણા ઝીલે છે. કહેવાનું, કરવાનું કામ તમારું અને બંધાવાનું કામ લોટનું. ભાવ કરવાનું કામ તમારું, અને રચના કરવાનું કામ કર્મનું. આવી કર્મની રચના નિરંતર થયા જ કરે છે. ચેતનની પ્રેરણા જો ન હોય તો કોણ કર્મો ગ્રહણ કરે ? હે શિષ્ય ! તું એમ કહે છે ને કે આત્મા કર્મનો કર્તા નથી. કર્મ જ કર્મ કરે છે. અથવા સહજ સ્વભાવ છે, કર્મ જ જીવનો ધર્મ છે. અથવા આત્મા અસંગ છે અને પ્રકૃતિ (દ્રવ્યકર્મ) કરે છે. અથવા ઈશ્વર પ્રેરણા આપે છે. ખરેખરી વાત એ છે કે ચેતન જો પ્રેરણા ન આપે તો કર્મને કોણ ગ્રહણ કરે? જડ સ્વભાવ નહિ પ્રેરણા' કારણ કે જડમાં પ્રેરણા આપવાનો સ્વભાવ નથી. તમારા હાથમાં સો રૂપિયાની નોટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org