________________
પ્રવચન ક્રમાંક - ૫૪, ગાથા ક્રમાંક - ૭૧ થી ૭૩ મહાભારતમાં મહર્ષિ વ્યાસે એમ કહ્યું કે, કોઈ એવો પ્રેરણા દેનારો બેઠો છે કે જે માણસને પ્રેરણા આપે છે, તેથી તે સત્કર્મ દુષ્કર્મ કરે છે. ઈશ્વરની પ્રેરણાથી માણસ સારું અને ખોટું કરતો હોય અને ઈશ્વર જ બધું કરાવતા હોય તો જેને જે કરવું હોય તે કરે. તેની વૃત્તિ અને વાસના પ્રમાણે કરે. પોતાની ઇચ્છા પ્રમાણે કરે. પોતાની વૃત્તિ પ્રમાણે કરવું છે અને કહે છે કે ઈશ્વરે પ્રેરણા આપી. અમારે કંઈ કરવું ન હતું, પરંતુ ઈશ્વરે ધક્કો માર્યો કે આ કામ કર. ઈશ્વર પ્રેરણા સ્વીકારીએ તો જે કંઈ કરીએ છીએ તે ઈશ્વરની પ્રેરણાથી કરીએ છીએ, એટલે જીવ કર્મનો કર્તા નથી.
૧૬૪
આટલા વિકલ્પો આપ્યા પછી એક સિદ્ધાંત નક્કી થયો કે ‘તેથી જીવ અબંધ'. જીવ અબંધ છે. તે બંધાયેલો નથી અને બંધાતો પણ નથી. ફરી જરા યાદ કરી લઈએ. (૧) આત્મા કર્મનો કર્તા નથી. (૨) કર્મ જ કર્મને કરે છે. (૩) અનાયાસે કંઈ પણ કર્યા વગર સહજતાથી કર્મો થયા જ કરે છે. (૪) કર્મ જીવનો ધર્મ છે, સ્વભાવ છે, ગુણ છે. (૫) આત્મા અસંગ છે અને પ્રકૃતિ જ કર્મનો બંધ કરે છે. (૬) કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર આપે છે તેથી કર્મ કરીએ છીએ.
આટલા મુદ્દાઓ શિષ્ય રજુ કર્યા અને શિષ્ય કહે છે કે હે ગુરુદેવ ! આત્મા અબંધ છે. એ કર્મથી બંધાયેલ નથી. અને કર્મથી બંધાતો પણ નથી. માટે મોક્ષના ઉપાયનો હેતુ અમને જણાતો નથી. આત્મા કર્મનો કર્તા નથી એ નક્કી થઈ જાય તો મોક્ષ ઉપાયનો હેતુ કોઈ જણાતો નથી માટે સવારે ચાર વાગ્યે ઊઠો, પદ્માસન કરો અને પ્રાણાયામ કરો, આત્મામાં વૃત્તિ રાખો, મનથી વિચાર થતા હોય તો સાક્ષી ભાવથી, દ્રષ્ટા ભાવથી જોયા કરો. આમાંનું કશું જ કરવું ન પડે. શાસ્ત્રોમાં આટલાં બધાં વર્ણનો અને ઉપાયો બતાવેલા છે કે આમ કરવાથી મોક્ષ મળે છે. અમને તો આ બધું અર્થ વગરનું લાગે છે. કશું કરવાની જરૂર નથી. સાધુઓ અને પંડિતો સ્વાધ્યાય કરવા અમને બોલાવે છે પણ જો આત્મા કર્મથી બંધાયેલો છે જ નહિ તો આ બધી ઉપાધિ શા માટે ?
આટલા બધા મુદ્દાઓ અમે રજુ કર્યા, એ બધાનું ફળ, એ બધાનો સારાંશ, અનુભવ એ આવ્યો કે મોક્ષના ઉપાયનો હેતુ અમને જણાતો નથી. છેલ્લું કારણ, કાં તો આ આત્મામાં કર્મનું કર્તાપણું નથી અને કર્તાપણું જો હોય તો તે કર્તાપણું કદી જાય નહિ. કાં તો આત્મા કરતો નથી અથવા સદાય કર્યા કરે છે. આ શબ્દોની ખૂબી જુઓ. કાં કર્મનું કર્તાપણું નથી, અને જો એમ કહો કે કર્મનું કર્તાપણું છે તો ‘કાં નહિ જાય’ તે નહિ જાય. કર્મનું કર્તાપણું જશે નહિ તો કર્મો કાયમ વળગેલાં જ રહેશે. જો આ કર્મનું લફરું કાયમ રહેશે તો અમે ભલા અને અમારાં કર્મો ભલાં. આ સંસારે ભલો અને સંસારની રખડપટ્ટીઓ ભલી. રોવું કે હસવું, સુખ કે દુઃખ જે હોય તે ભલે. આ ગડમથલ જિંદગીભર કર્યા કરવાની. શિષ્ય આ શંકાઓ તો રજુ કરી પરંતુ એક વાત મહત્ત્વની છે કે તે આ શંકાઓ રજુ કરે છે પરંતુ તેમાં તેનો આગ્રહ નથી કે આમ જ છે. તેની ભૂમિકા એવી છે કે તથ્ય અને સત્ય સમજાય તો ગુરુની વાત માનવા તે તૈયાર છે. તેને તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org