________________
૧૬૨
પ્રવચન ક્રમાંક - ૫૪, ગાથા ક્રમાંક - ૭૧ થી ૭૩ ઉદયમાં આવે છે. જ્યારે કર્મ ઉદયમાં આવે છે ત્યારે ભોગવવાની વ્યવસ્થા થાય છે. અને એ ભોગવતી વખતે ભોગવતાં ન આવડે તો હર્ષ, શોક, રાગ, દ્વેષ, ગમવું, ન ગમવું, પ્રિય, અપ્રિય આ બધા ભાવો કરી પ્રત્યાધાત આપે છે તેથી નવાં કર્મો બંધાય છે. અને લીંક ચાલે છે. આવી લીંક બે પાંચ વર્ષથી નથી ચાલતી પણ અનંતકાળથી છે. આ લીંકમાં હજુ કશો ફેરફાર થયો નથી. આ આપણી વ્યવસ્થા, અને આપણું કર્મતંત્ર બરાબર કામ કરે છે. આ દ્રવ્યકર્મ છે તેને સાંખ્ય દર્શન પ્રકૃતિ કહે છે. ભગવદ્ ગીતાનો એક શ્લોક છે.
प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः ।
અદળારવિમૂઢાત્મા દિમિતિ મન્યતે II (૩/૨૭)
પ્રકૃતિ કર્મ કરે છે. સાંખ્યદર્શને બે તત્ત્વ સ્વીકાર્યાં. એક પુરુષ (આત્મા) અને એક પ્રકૃતિ. (જડ, દ્રવ્યકર્મ.) સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણથી જે બને છે તેને કહેવાય છે પ્રકૃતિ. જૈન દર્શનમાં પ્રકૃતિ માટે શબ્દ છે દ્રવ્યકર્મ. દ્રવ્યકર્મ કહો કે પ્રકૃતિ કહો. આ પ્રકૃતિ કર્શી છે, કરવાવાળી છે. પ્રકૃતિ કરે છે માટે રચના થાય છે, કર્મ થાય છે. શાંતિથી સાંભળજો તો વસ્તુ સ્પષ્ટ થશે. પ્રકૃતિ જે કરે છે તેના ગુણો પણ છે. કર્મો પણ છે. પદ્ધતિ પણ છે અને ફળ પ્રકૃતિ ભોગવે છે. કરે છે પણ પ્રકૃતિ, ભોગવે છે પણ પ્રકૃતિ. વચમાં આત્મા ક્યાંય આવતો નથી. અમારું કહેવું છે કે કર્મ જ કર્મ કરે છે એ કર્મમાંથી પરંપરા ચાલે છે.
ત્રીજી વાત – અથવા એમ સ્વીકારો કે તે સહજ સ્વભાવ છે. આત્મા કરતો નથી અને કર્મ પણ કરતા નથી. અનાયાસે એટલે કોઈપણ જાતના પ્રયત્ન વગર, પરિશ્રમ વગર કર્મ થાય છે. સહજ રીતે અનાયાસે કર્યા વગર થાય છે. બધા છુટ્ટા થઈ ગયા. આત્માને મુક્તિ મળી, કર્મને મુક્તિ મળી, બધું આવ્યું સહજ ઉપર. આ તો બહુ સારું કે કોઈપણ જાતની મહેનત કોઈ કરતું નથી અને એની મેળે સહજ કર્મની રચના થાય છે. આપણે તો નિષ્ક્રિય છીએ. આવું પણ માનનારા જગતમાં છે, આવો પણ એક માર્ગ છે, માન્યતા છે.
(૪) છેલ્લી વાત, કર્મ જ જીવનો ધર્મ છે, જેમ જ્ઞાન આત્માનું લક્ષણ, જેમ શ્રદ્ધા આત્માનું લક્ષણ, તેમ કર્મ પણ આત્માનું લક્ષણ હોવું જોઈએ. આવું જો નક્કી થઈ જાય કે કર્મ કરવાં એ આત્માનો ધર્મ છે, તો જેમ જ્ઞાન વગર આત્મા રહી શકતો નથી, તેમ કર્મ વગર પણ આત્મા રહી શકતો નથી. તો તમે જે કર્મનો ક્ષય કરવાની વાત કરો છો તે કેવી રીતે થઈ શકે ? આત્મા કર્મથી મુક્ત કેવી રીતે થાય ? કારણ કે કર્મ કરવાં એ તો આત્માનો ધર્મ છે, સ્વભાવ છે. અને કદી પણ આત્મા કર્મથી મુક્ત ન થાય.
ચાર વાતો કરી. (૧) જીવ કર્મનો કર્તા નથી. (૨) દ્રવ્યકર્મ એટલે પ્રકૃતિ કર્મને કરે છે અને જે કર્મ કરે છે તે જ ભોગવે. તો પ્રકૃતિ કરે અને પ્રકૃતિ ભોગવે. સાંખ્યદર્શનમાં એમ કહ્યું છે કે પ્રકૃતિ કર્મ કરે છે અને પ્રકૃતિ ફળ ભોગવશે. (૩) અથવા સહજ સ્વભાવ છે. તે કદી પણ નિષ્ક્રિય રહી શકે નહિ. કંઈપણ ન કરે તો છેવટે શ્વાસ તો લેશે ને ? શ્વાસ લે ત્યાં સુધી છેલ્લી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org